android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujaratના DyCM હર્ષ સંઘવીના કોંગ્રેસ પર આકરા પ્રહાર: "ગુજરાતીઓના અપમાનનો બદલો જનતા મતના માધ્યમથી લેશે"
calendar_today April 14, 2026

Gujaratના DyCM હર્ષ સંઘવીના કોંગ્રેસ પર આકરા પ્રહાર: "ગુજરાતીઓના અપમાનનો બદલો જનતા મતના માધ્યમથી લેશે"

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્ણાવતી મહાનગરના વિવિધ વોર્ડમાં વિકાસ સંકલ્પ સભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં સતત હારતી કોંગ્રેસે ફરી એકવાર ગુજરાતીઓ માટે અપશબ્દો બોલીને રાજ્યની અસ્મિતાને ઠેસ પહોંચાડી છે. આ અપમાનનો બદલો જનતા ચૂંટણીમાં મતના માધ્યમથી લેશે.કરફ્યુ મુક્ત ગુજરાત અને સુરક્ષા તેમણે ભૂતકાળની યાદ અપાવતા કહ્યું કે કોંગ્રેસના શાસનમાં અમદાવાદ કરફ્યુ અને અરાજકતાનો સામનો કરતું હતું. નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભાજપ સરકારે રાજ્યમાં શાંતિ અને સુશાસન સ્થાપ્યું છે. આજે ભાજપના શાસનને કારણે જ રાજ્યની દીકરીઓ મોડી રાત સુધી સુરક્ષિત રીતે ગરબે રમી શકે છે. સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિના સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ઇતિહાસમાં પ્રથમવાર અનુસૂચિત જાતિ-જનજાતિના આગેવાનોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ભોજન લીધું છે. આ ઘટના ભાજપની સાચી સમરસતા દર્શાવે છે. તેમણે ઉમેર્યું કે 300થી વધુ બેઠકો પર બિનહરીફ વિજય ભાજપ પ્રત્યેના અતૂટ વિશ્વાસની સાબિતી છે. આ કાર્યક્રમમાં સાંસદ હસમુખ પટેલ, શહેર પ્રમુખ પ્રેરક શાહ અને અન્ય પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Local Body Elections 2026 : વડોદરામાં વોર્ડ-5માં જનતાએ ભાજપના ઉમેદવારોને ઘેર્યા, વિકાસના નામે સવાલોની ઝડી વરસાવી
calendar_today April 14, 2026

Local Body Elections 2026 : વડોદરામાં વોર્ડ-5માં જનતાએ ભાજપના ઉમેદવારોને ઘેર્યા, વિકાસના નામે સવાલોની ઝડી વરસાવી

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ રહ્યા છે. શહેરના વોર્ડ નંબર 5 માં ચૂંટણી પ્રચાર માટે નીકળેલા ભાજપના ઉમેદવારોને આજે જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને આજવા રોડ પર આવેલી આનંદ મંગલ સોસાયટીમાં લોકોએ ઉમેદવારોને ઘેરીને વિકાસના અભાવ અંગે આકરા સવાલો પૂછતા વાતાવરણ ગરમાયું હતું.ઉમેદવારો સામે લોકોનો હોબાળો વોર્ડ નંબર 5 ના ભાજપના ઉમેદવારો મનોજ શાહ, કેશુભાઈ જેઠવા અને દક્ષા પટેલ જ્યારે પ્રચાર માટે નીકળ્યા હતા, ત્યારે સ્થાનિક રહીશોએ તેમને અટકાવ્યા હતા. લોકોમાં માજી કાઉન્સિલર તેજલ વ્યાસ સામે પણ ભારે અસંતોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા પાંચ વર્ષમાં વિસ્તારમાં કોઈ પાયાની સુવિધાઓ મળી નથી. "જ્યારે કામ હતું ત્યારે કોઈ આવ્યું નહીં, તો હવે વોટ માંગવા કેમ આવ્યા?" તેવા સવાલો સાથે લોકોએ ભાજપની ટુકડીને ભીંસમાં લીધી હતી. ડેમેજ કંટ્રોલમાં નિષ્ફળ રહ્યું સંગઠન? વડોદરાના એક નહીં પણ અનેક વોર્ડમાં અત્યારે ભાજપ સામે વિરોધના સૂર ઉઠી રહ્યા છે. એક તરફ આંતરિક જૂથવાદ અને બીજી તરફ જનતાનો આક્રોશ ભાજપ માટે માથાનો દુખાવો બની ગયો છે. આનંદ મંગલ સોસાયટીમાં થયેલા આ વિરોધના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભાજપના ઉચ્ચ નેતાઓ માટે ડેમેજ કંટ્રોલ કરવું હવે અનિવાર્ય બન્યું છે. આ પણ વાંચો---    Local Body Elections 2026 : મંત્રી ઋષિકેશ પટેલના કોંગ્રેસ પર પ્રહાર, મહેસાણામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસ વિખેરાઈ, વિપક્ષ પાસે ઉમેદવાર જ ન હોવાનો દાવો

Read Full Story arrow_forward
Loksabhaમાં સીટોની સંખ્યા વધી શકે, 16 એપ્રિલે રજૂ થશે સંશોધન વિધેયક
calendar_today April 14, 2026

Loksabhaમાં સીટોની સંખ્યા વધી શકે, 16 એપ્રિલે રજૂ થશે સંશોધન વિધેયક

કેન્દ્ર સરકાર લોકસભા સીટને 543થી વધારીને 850 કરવાની યોજના પર કામ કરી રહી છે. જેનાથી લાંબા સમયથી પડતર 33 ટકા મહિલા અનામત કાયદો લાગુ કરવાનો રસ્તો સાફ થઈ શકે. પ્રસ્તાવિત ડ્રાફ્ટ બિલ સાંસદની સાથે શેયર કરવામાં આવ્યું છે અને તેની પર સંસદના વિશેષ સત્રમાં ચર્ચા થઈ શકે છે.સીમાંકનની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી નવી વ્યવસ્થા હેઠળ 815 સીટ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને મળશે. તેની સાથે જ 2011ની વસ્તી ગણતરીના આધાર પર સીમાંકનની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી છે, જેથી બેઠકો ફરીથી નક્કી કરી શકાય. આ ફેરફાર 2029 લોકસભા ચૂંટણીથી લાગુ થઈ શકે છે. જો કે વિપક્ષે આ પ્રસ્તાવ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ઘણી પાર્ટી 2011ની જગ્યાએ 2021 વસ્તી ગણતરીના આધાર પર સીમાંકનની માગ કરી રહી છે. સાંસદોને ફરજિયાત હાજર રહેવા સૂચના સાથે જ પછાત વર્ગની મહિલાઓ માટે "ક્વોટાની અંદર ક્વોટા" ની માગણી ઉઠાવવામાં આવી રહી છે. સરકારને બંધારણીય સુધારો પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે, તેથી વિપક્ષ આ મુદ્દા પર દબાણ લાવવા માટે એક વ્યૂહરચના વિકસાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ બિલને પાસ કરાવવા માટે 16થી 18 એપ્રિલ સુધીનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે અને ભાજપે પોતાના તમામ સાંસદોને ફરજિયાત હાજર રહેવા માટે કહ્યું છે. જો બિલ પાસ થશે તો 815 સીટ રાજ્યો માટે અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે 35 સીટ અનામત રહેશે. આ પણ વાંચો : PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર 40 મિનિટ સુધી થઈ વાતચીત

Read Full Story arrow_forward