android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: પરશુરામ જન્મોત્સવે સેવાકીય પ્રકલ્પોનો પ્રારંભ : બ્રહ્મરત્નોનું બહુમાન કરાયું
calendar_today April 13, 2026

Bharuch: પરશુરામ જન્મોત્સવે સેવાકીય પ્રકલ્પોનો પ્રારંભ : બ્રહ્મરત્નોનું બહુમાન કરાયું

ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીના આગામી જન્મોત્સવના પાવન અવસરને વધાવવા માટે શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા દ્વારા વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ઉજવણીના પ્રારંભે રવિવારે સંગઠનના મુખ્ય કાર્યાલય ખાતેથી આધ્યા કન્સલ્ટન્સીના સહયોગથી ભગવાન શ્રી પરશુરામ રોજગાર યોજનાનો ઉપસ્થિતોના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વિશેષ સેવાઓ પ્રદાન કરનાર બ્રહ્મરત્નો નું ઉપસ્થિતિ મહાનુભાવૉના હસ્તે સન્માન કરાયું હતું, સન્માનિત થનાર મહાનુભાવોમાં ભરૂચ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. વિનોદભાઈ ઉપાધ્યાય, ભરૂચ શહેર જિલ્લામાં સંગીત ક્ષેત્રમાં આગવું નામ ધરાવનાર શ્રી દેવેશભાઈ દવે તથા રક્તદાન ક્ષેત્રે ઉમદા સેવા આપનાર ધર્મેન્દ્રભાઈ પટેલનો સમાવેશ થાય છે, આ કાર્યક્રમમાં શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશભાઇ પુરોહિત, રાજકુમાર દુબે, અમરીશભાઈ દવે તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, યુવા પ્રમુખ હેમલ દવે અને અગ્રણીઓ સર્વશ્રી ધર્મેશભાઈ તથા જયેશભાઇ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા, સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે આગામી 15 એપ્રિલ, બુધવારના રોજ સોનેરી મહેલ સ્થિત ડો. ગંગુબેન હડકર હાઈસ્કૂલના સહયોગથી શાળા સંકુલ ખાતે સવારે 10 કલાકે નિઃશુલ્ક ડેન્ટલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 19 એપ્રિલ સુધી ચાલનારા આ જન્મોત્સવ પ્રસંગે સમગ્ર જિલ્લામાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ankleshwar: આમલાખાડી પરના જર્જરિત બ્રિજને તોડવાની કામગીરી શરૂ
calendar_today April 13, 2026

Ankleshwar: આમલાખાડી પરના જર્જરિત બ્રિજને તોડવાની કામગીરી શરૂ

અંકલેશ્વર હાંસોટ રોડ પર કડકિયા કોલેજ નજીક આમલાખાડી પરના જર્જરિત બ્રિજને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે જેના પગલે વાહનવ્યવહાર માટે બ્રિજની બાજુમાં જ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલ કડકિયા કોલેજ નજીક આમલાખાડી પરનો જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં પહોંચતા તેને તોડવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજ્યભરમાં કરવામાં આવેલા બ્રિજ સર્વે દરમિયાન આ બ્રિજ પણ નબળી સ્થિતિમાં હોવાનું સામે આવતા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સલામતીના હિતમાં જૂના બ્રિજને હટાવી તેની જગ્યાએ આધુનિક સુવિધાઓ સાથે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજ અંકલેશ્વરથી હાંસોટ, ઓલપાડ તેમજ સુરતને જોડતો મહત્વનો માર્ગ હોવાથી દરરોજ સેંકડો વાહનો અહીંથી અવરજવર કરતા હતા. બ્રિજ તોડવાની કામગીરીને કારણે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક માટે બ્રિજની બાજુમાં જ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી મુસાફરોને વિકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે કે નવી બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે જેથી વાહન વ્યવહાર ફરીથી સુચારૂ રીતે શરૂ થઈ શકે. હાલ માટે સ્થાનિકોને સાવચેતી રાખી ડાયવર્ઝન માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palej: ટંકારિયા ખાતે પાલેજ પોલીસના જવાનો દ્વારા ફૂટ માર્ચ યોજાઇ
calendar_today April 13, 2026

Palej: ટંકારિયા ખાતે પાલેજ પોલીસના જવાનો દ્વારા ફૂટ માર્ચ યોજાઇ

ભરૂચના ટંકારીયા ગામમાં પાલેજ પોલીસ દ્વારા ફુટ માર્ચ યોજાયી હતી. આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષી પોલીસની ફુટ માર્ચ યોજાયી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી સાંગોપાંગ પાર ઉતરે તેમજ મતદારો નિર્ભય બની મતદાન કરી શકે એ હેતુસર ફુટ માર્ચ યોજાયી હતી. નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેકટર એન. કે. ડાભીની આગેવાનીમાં પોલીસની ફુટ માર્ચ યોજાયી હતી. ગામના પ્રવેશદ્વાર પાસેથી પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એન કે ડાભીના નેતૃત્વમાં આયોજિત ફુટ માર્ચમાં પાલેજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પોલીસકર્મીઓ પણ જોડાયા હતા. પોલીસ ફુટ માર્ચ ગામના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી ગ્રામ પંચાયત કચરી પાસે પરત ફરી હતી. પોલીસની ફુટ માર્ચના પગલે ગ્રામજનોમાં કુતૂહલની સાથે ઉત્તજના સર્જાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward