android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Padra: પાદરા નગર નાગરિક સહકારી બેંક લિમિટેડની શાંતિપૂર્ણ ચૂંટણી સંપન્ન
calendar_today April 13, 2026

Padra: પાદરા નગર નાગરિક સહકારી બેંક લિમિટેડની શાંતિપૂર્ણ ચૂંટણી સંપન્ન

પાદરા નગર નાગરિક સહકારી બેંક લિમિટેડની અત્યંત મહત્વપૂર્ણ ચૂંટણી આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. લાંબા સમય બાદ યોજાયેલી આ ચૂંટણીમાં મતદારોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટા પ્રમાણમાં મતદાન નોંધાયું હતું. બેંકના સંચાલન માટે કુલ 15 ડિરેક્ટરોની પસંદગી માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 2 મહિલા બેઠકો અને 12 સામાન્ય બેઠકોનો સમાવેશ થાય છે. જ્યારે એક એસસી/એસટી બેઠક બિનહરીફ જાહેર થતાં 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. કુલ 12,089 નોંધાયેલા મતદારોમાંથી અંદાજે 400 જેટલા ડિફેલ્ટર મતદારોને લોન બાકી હોવાના કારણે મતદાનથી વંચિત રાખ્યા હતા. જ્યારે 357 સભા સદ મતદારોએ મતદાન કર્યુ હતું. પરિણામે બાકી રહેલા મતદારોમાંથી સારો પ્રતિસાદ મળતા નોંધપાત્ર ટકા મતદાન નોંધાયું હતું. મતદાન પ્રક્રિયા સવારે 8 વાગ્યે શરૂ થઈ હતી. પાદરાની ઝેન સ્કૂલ ખાતે પાંચ અલગ-અલગ બૂથ પર મતદાન યોજાયું હતું. વહેલી સવારથી જ મતદારો, ઉમેદવારોના ટેકેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં મતદાન મથકે ઉમટી પડયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ચૂંટણીમય બની ગયો હતો. ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી અધિકારી જીગરભાઈ પંડયા, સુર્યકાંતભાઈ પટેલ તથા મદદનીશ ચૂંટણી અધિકારી મનહરભાઈ પટેલ તેમજ સ્ટાફ્ના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે પાર પડી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાદરા પોલીસ દ્વારા પીઆઇ વિજય ચારણના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ પ્રેરિત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સમર્થિત બેંક હિત રક્ષક પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે રહ્યો હતો. બંને પેનલના ઉમેદવારો દ્વારા જોરદાર પ્રચાર કરાતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો હતો. મતદાન પૂર્ણ બાદ હવે આવતીકાલે સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે, જેને લઈ ઉમેદવારો તથા સમર્થકોમાં ઉત્સુકતા જોવા મળે છે. સમગ્ર પાદરા શહેરનું ધ્યાન હવે પરિણામ પર કેન્દ્રિત થયું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: જરોદ હાઇવે પર રવિવારે બપોરે આગ
calendar_today April 13, 2026

Vadodara: જરોદ હાઇવે પર રવિવારે બપોરે આગ

જરોદ : જરોદ ટોલ રોડ નજીક ચારરસ્તા પાસે રવિવારે બપોરે આકસ્મિક આગ લાગી હતી. આગ વધારે જણાતા ગામના સરપંચ મનીષાબેન સોલંકીના પતિ રૂપેશભાઈને ખબર પડતા તેઓએ ધ્યાન દોરી આગ વધુ ના પ્રસરે તેને ધ્યાનમાં રાખી પાણીની ટેન્કર મંગાવી આગને કાબૂમાં લેવા પ્રયત્ન હાથ ધરતા લોકોની મદદથી આગ વધુ પ્રસરે તે પહેલા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવડાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bodeli: બોડેલી ખાતે ઓરસંગ બ્રિજ ઉપર અકસ્માતમાં 7નો બચાવ, ટ્રાફિક જામ
calendar_today April 13, 2026

Bodeli: બોડેલી ખાતે ઓરસંગ બ્રિજ ઉપર અકસ્માતમાં 7નો બચાવ, ટ્રાફિક જામ

બોડેલીના ઓરસંગ બ્રિજ પર ટ્રેક્ટર અને હાઈવા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર 7 લોકોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે પુલ પર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બોડેલી રાજપીપળાને જોડતા નેશનલ હાઇવે ઉપર આવેલ ઓરસંગ બ્રિજ ઉપરથી મોડાસર તરફથી મકાઈના રાડા ભરેલું એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવતા એક હાઈવા ટ્રકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેક્ટરમાં ભરેલા મકાઈના રાડા પુલ પર વેરવિખેર થઈ ગયા હતા. આ ટ્રેક્ટરમાં કુલ 7 શ્રમિકો સવાર હતા. સદ્નસીબે, ટ્રેક્ટર પુલના પિલર સાથે અથડાઈને અટકી ગયું હતું. ઓરસંગ નદીમાં ખાબકતા બચી ગયું હતું. જો ટ્રેક્ટર નદીમાં પડયું હોત, તો મોટી જાનહાનિ થઈ હોત. હાલમાં તમામ શ્રમિકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઓરસંગ બ્રિજની જર્જરિત હાલત અને સુરક્ષાના કારણોસર કલેક્ટર દ્વારા આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમ છતાં નિયમોનો ભંગ કરીને ભારે વાહનો અહીંથી પસાર થતા હોય છે તેને રોક લગાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છેગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward