Bodeli: ગૌ-માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તે માટે બોડેલી ખાતે સંમેલન યોજાયું
ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે અને ગૌવંશનું રક્ષણ થાય તે હેતુથી સમગ્ર ભારત દેશમાં હાલ ગૌસન્માન આહવાન અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે બોડેલી ખાતે ગૌ ભક્તોનું એક સંમેલન બોડેલીના વિશ્રામગૃહ પાસે યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ગૌ-પ્રેમીઓ અને અગ્રણીઓ એકઠા થયા હતા. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી હતી. બોડેલી ખાતે આજે ભક્તિ અને રાષ્ટ્રવાદનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. જે અંતર્ગત આયોજિત સંમેલનમાં બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ગૌભક્તો ઉમટી પડયા હતા. જેનો મુખ્ય ઉદ્દેશ ગૌ-માતાને રાષ્ટ્ર માતા તરીકે બંધારણીય દરજ્જો અપાવવાનો છે. વિશ્રામ ગૃહ પાસે એકઠા થયેલ સનાતન ધર્મીઓની જનમેદની સુચવે છે કે, ગૌરક્ષાનો મુદ્દો હવે જન આંદોલન બની રહ્યો છે. સંમેલનમાં ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે ગોમાતા એ માત્ર પશુ નથી. પણ ભારતીય સંસ્કૃતિનો આધાર છે. આ અભિયાન આગામી દિવસોમાં ઉગ્ર બનવા જઈ રહ્યું છે. ત્યારે આગામી 7 મે 2026ના દિવસે સમગ્ર ગુજરાતમાં ગૌ સન્માન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. આવેદનપત્રની રજૂઆત 7 મેના રોજ તાલુકા કક્ષાએ મામલતદાર, જીલ્લા કક્ષાએ કલેકટર તેમજ મંત્રીઓ, સાંસદ, અને ધારાસભ્યોને રૂબરૂ મળીને આવેદનપત્ર આપીને કરાશે. ગૌમાતા માટે શરૂ થયેલું આ અભિયાન હવે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે. ત્યારે બોડેલીમાં યોજાયેલ આ સંમેલન આગામી 7 મેના રોજ સન્માન દિવસની ભવ્ય સફળતા પૂર્વક તૈયારી સમાન મનાઇ રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward