android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: વેમારના વિદ્યાર્થીને ક્રિએશન એન્ડ કેઇરોસ-2026નો બેસ્ટ કલેક્શન ઍવૉર્ડ
calendar_today April 13, 2026

Vadodara: વેમારના વિદ્યાર્થીને ક્રિએશન એન્ડ કેઇરોસ-2026નો બેસ્ટ કલેક્શન ઍવૉર્ડ

શિનોર : કરજણ તાલુકાના વેમાર જેવા નાના ગામડામાં રહીને અભ્યાસ કરતા ઉદય નિલેશ પટેલ અને તેમના ગ્રૂપ દ્વારા ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ, ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાનો બેસ્ટ કલેક્શન એવોર્ડ, એન્યુઅલ ફેશન શો, ક્રિએશન એન્ડ કેઇરોસ 2026, ઓર્ગેનાઇઝ બાય ધ ડિપાર્ટમેન્ટ ઓફ કલોથીંગ એન્ડ ટેક્સટાઇલ, પ્રોગ્રામ ઓફ્સિર ટેક્સટાઇલ એન્ડ એપ્રલ ડિઝાઇન અને પ્રોગ્રામ ઓફ ફેશન એન્ડ એપ્રલ ટેકનોલોજી, ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી, ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ, એમ.એસ. યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા એચીવમેન્ટ સર્ટિફિકેટ આપેલ છે. આમ ગામડામાં રહીને અભ્યાસ કરતા યુવાને શહેરની સમકક્ષ કામગીરી કરી બતાડેલ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad: વસંત વિહાર સોસાયટીમાંથી ખુંખાર દીપડાને વન વિભાગ દ્વારા પાંજરે પૂરાતાં રાહત
calendar_today April 13, 2026

Nadiad: વસંત વિહાર સોસાયટીમાંથી ખુંખાર દીપડાને વન વિભાગ દ્વારા પાંજરે પૂરાતાં રાહત

નડિયાદના પીપલગ રોડ પર આવેલ યોગી ફાર્મ ની સામે વસંત વિહાર સોસાયટીમાં દીપડાએ દેખા દીધા હતા. જેને લઇને વન વિભાગે બે પાંજરા ગોઠવ્યા હતા. શનિવારે રાત્રે નવેક વાગ્યાના અરસામાં દીપડો આખરે વન વિભાગના પાંજરામાં કેદ થઇ ગયો હતો. રહેણાંક વિસ્તારમાં દીપડાની હાજરીના પગલે સ્થાનિકોના જીવ તાળવે ચોંટયા હતા અને આ સોસાયટી પાસે રાધેફાર્મમાં ચાલતા IPL ફેનપાર્કની નજીક થીજ દીપડો ઝડપાતા મેચ નિહાળતાં ક્રિકેટ રસિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ખુંખાર દીપડો પાંજરે પૂરાઇ જતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.નડિયાદ વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના વસંત વિહાર સોસાયટી પાછળના ભાગે વેરાન વિસ્તારમાં દીપડા જેવા પ્રાણીની શુક્રવારે અવર જવર દેખાતા જાગૃત નાગરિકે વન વિભાગને જાણ કરી હતી. આ વિસ્તારમાં તપાસ કરતાં દીપડાના પગના ચિહનો જોવા મળ્યા હતા. જેથી આ સ્થળે બે પાંજરા મૂકવામાં આવ્યા હતા. અને વન વિભાગની ટીમ તૈનાત રહી હતી. શનિવારે સાંજે નવ વાગ્યાના અરસામાં શિકાર કરવા માટે દીપડો આવતાં પાંજરામાં કેદ થઇ ગયો હતો. દીપડો પાંજરે પૂરાયાના સમાચારને લઇને પૂર્વ કાઉન્સીલર સંજય પટેલ તેમજ નગરજનોના ટોળે ટોળા સ્થળ જોવા માટે દોડી આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતાં જોતા ધારાસભ્ય પંકજ દેસાઇ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જો કે સ્થાનિકોના દાવા મુજબ હજુ પણ એક દીપડો આ વિસ્તારમાં છુપાયેલા હોઇ શકે છે. જેને પગલે અત્રેના રહીશોને ફફડાટ યથાવત છે. જયારે પાંજરે પૂરાયેલા દીપડાને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. લોકો પોતાના મોબાઇલ ફોનમાં આ ખુંખાર મહેમાન દીપડાની વીડિયો , તસવીરો કેદ કરવા આતુર દેખાતા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur: સંખેડામાં કૉમર્શિયલ ગેસના અછતને લઇ ચૂલાનો ઉપયોગ
calendar_today April 13, 2026

Chhota Udepur: સંખેડામાં કૉમર્શિયલ ગેસના અછતને લઇ ચૂલાનો ઉપયોગ

ગોલાગામડી : સંખેડા તાલુકામાં કોમર્શિયલ ગેસના બોટલની અછત વર્તાતા ચા-નાસ્તાની દુકાન ચલાવતા દુકાનદારો ચૂલાનો ઉપયોગ કરી ચા નાસ્તો બનાવી આર્થિક રોજગારી મેળવી રહ્યા છે. જ્યારે કેટલાક નાસ્તાની દુકાન ધરાવતા દુકાનદારો, હોટલ સંચાલકોને વ્યવસાય બંધ કરવાની પણ ફરજ પડી છે. કોમર્શિયલ ગેસના બોટલો ન મળવાને કારણે દેશી ચુલાનો ઉપયોગ કરીને ચા-નાસ્તો બનાવી વેચાણ કરી આર્થિક રોજગારી મેળવવા માટે લોકો મજબૂર બન્યા છે. સંખેડામાં ઘણા સમયથી કોમર્શિયલ ગેસના બોટલો મળતા ન હોવાને કારણે ચા-નાસ્તા બનાવી વેચાણ કરી રોજગારી મેળવતા દુકાનદારોની હાલત દયનિય બની છે. કોમર્શિયલ ગેસના બોટલો મળતા ન હોવાને કારણે દેશી ચુલા ઉપર ચા-નાસ્તો બનાવી વેચાણ કરી આર્થિક રોજગારી મેળવી રહ્યા છે. જ્યારે કેટલાક દુકાનદારો અને હોટલ સંચાલકોને પોતાની દુકાનો અને હોટલો બંધ કરવાની ફરજ પડી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward