android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bodeli: બોડેલીના ગોગડિયા ગામે ખેતરોમાં નમી પડેલી HT કૃષિ વીજ લાઇન
calendar_today April 13, 2026

Bodeli: બોડેલીના ગોગડિયા ગામે ખેતરોમાં નમી પડેલી HT કૃષિ વીજ લાઇન

બોડેલી તાલુકાના ગોગડીયા ગામમાંથી પસાર થતી કૃષિ વીજ લાઇનના જીવતા વીજ વાયરો ખેતરમાં નમી પડતા અકસ્માતનો ભય ખેડૂતોનો સતાવી રહ્યો છે. પાછલા બે ત્રણ વર્ષથી નમી પડેલા વીજવાયરો સરખા કરવા અનેક રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઇ નક્કર કામગીરી કરાતી નથી. બોડેલી તાલુકાના ગોગડીયા કેનાલ ફળિયામાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો ખેતી આધારીત રહેતા હોય છે. કેનાલ ફળિયામાં વસવાટ કરતા ખેડૂત સંતોષ પ્રવીણભાઈ અને લક્ષ્મણ નાનજીભાઈના ખેતરમાંથી વીજ લાઈન પસાર થાય છે. આ એગ્રીકલ્ચરની લાઇન છેલ્લા 3 વર્ષથી નમી ગઈ હોવા છતા તંત્રને અનેકવાર વીજ લાઈન અંગે મૌખિક રજૂઆત કરાઈ છતાં વાત તંત્રના કાને ન આવતા આજદિન સુધી કોઈ પણ નિરાકરણ ન આવતા આ નમી ગયેલા જીવતા વીજ વાયરોથી ખેડૂતોને ખેતરમાં જવાનું પણ બંધ કરી દેતા આખરે ખેડૂતો વાવણી વગર આર્થિક સંકટ સર્જાયું છે. બોડેલી તાલુકામાં વીજ વાયરો નમી પડયા હોવાથી અગાઉ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પણ પત્ર લખીને અનેક જગ્યાઓ પર નમી ગયેલા વીજ પોલની કામગીરી હાથ ધરવામાં આવે પરંતુ અહીંયા લાબા સમયથી વીજ પોલ નમી પડયા છતા આજદિન સુધી કોઈ નિરાકરણ ન આવતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: કિંખલોડ માર્ગ પરના ખેતરમાં ઝટકા મશીનનો કરંટ લાગતા બાળકીનું મોત
calendar_today April 13, 2026

Anand: કિંખલોડ માર્ગ પરના ખેતરમાં ઝટકા મશીનનો કરંટ લાગતા બાળકીનું મોત

આંકલાવ તાલુકાના નવાખલ-કિંખલોડ માર્ગ પર આવેલા એક ફાર્મમાં11 વર્ષની માસૂમ બાળકીનું ઝટકા મશીનના વીજ કરંટથી મોત નીપજ્યું છે.બનાવની વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર, 11 વર્ષીય ભાવનાબેન ગોવિંદભાઇ ઠાકોર ફાર્મમાં આવેલી ચીકુની વાડીમાં ચીકુ તોડવા માટે ગઈ હતી. આ સમયે અજાણતામાં ખેતરની સુરક્ષા માટે લગાવેલા ઝટકા મશીનના જીવંત તારના સંપર્કમાં આવી જતા તેને વીજળીનો જોરદાર ઝટકો લાગ્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે મૃતક બાળકીના પરિવાર પર આભ તૂટી પડયું છે. પરિવારજનોએ ફાર્મ માલિક સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ખેતરની ફરતે લગાવેલા ઝટકા મશીનમાં નિયમ મુજબનો હળવો કરંટ રાખવાને બદલે સીધો વીજ કરંટ આપવામાં આવ્યો હતો, જેના કારણે માસૂમ બાળકીનો જીવ ગયો છે. આ મામલે જાણ થતા જ આંકલાવ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આંકલાવ હોસ્પિટલ ખાતે ખસેડયો છે. પોલીસે હાલ આ મામલે અકસ્માતનો ગુનો નોંધી, પરિવારના આક્ષેપો અને વીજ કરંટની તીવ્રતા અંગે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Balasinor: બાલાસિનોર તા. પં.ની 18 અને જિ. પં.ની 3 બેઠક માટે ફોર્મ ભરાયા
calendar_today April 13, 2026

Balasinor: બાલાસિનોર તા. પં.ની 18 અને જિ. પં.ની 3 બેઠક માટે ફોર્મ ભરાયા

બાલાસિનોર તાલુકાની યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બાલાસિનોર તાલુકા પંચાયતની 18 અને જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ઈચ્છુક ઉમેદવારો પોતાના સમર્થકોને સાથે રાખી ને ઉમેદવારી પત્રો ભરવા ઉમટી પડયા હતા. મામલતદાર કચેરી ખાતે ભીડ જામી હતી ભાજપ- કોગ્રેસ- આપ તેમજ અન્ય પક્ષના ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી.બાલાસિનોર તાલુકા તા. પં. અને જિ. પં.ની બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે ઉમેદવારી પત્રો ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમટી પડતા મામલતદાર કચેરી ખાતે ભીડ જોવા મળી હતી. બાલાસિનોર તા. પં.ની 18 બેઠક માટે 61 ઉમેદવારીપત્રો ભરાયા હતા. જ્યારે જિલ્લા પંચાયતની 3 (ત્રણ) બેઠકો માટે 10 ઉમેદવારીપત્રો અંતિમ દિવસે ભરાયા હતા. ભાજપ, કોગ્રેસ, આપ, તેમજ અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આજે તા.13મીના રોજ ફોર્મ ચકાસણી થશે. તા 15મીના રોજ ફોર્મ પરત ખેંચવાના હોય ત્યારબાદ દરેક સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. આ ઉપરાંત બાલાસિનોર તાલુકામાં ટિકિટોની વહેચણી મુદ્દે ભાજપમાં ભારે અસંતોષ પાર્ટીમાં છે. જેના પગલે અપક્ષ ઉમેદવારી વધી છે જેમાં સૌથી વધુ તા. પં. 18 બેઠકમાથી 13 બેઠકો પર 20 અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યા છે. જ્યારે 5 બેઠકો પર કોઈપણ અપક્ષ ઉમેદવાર નોંધાયા નથી. જ્યારે જિલ્લા પંચાયતની 3 બેઠકો પર 3 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward