android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: રાધનપુર-સાંતલપુર હાઈવે પર ગાડી ધીમી ચલાવવા જેવી નજીવી બાબતે યુવક પર જીવલેણ હુમલો
calendar_today April 13, 2026

Patan: રાધનપુર-સાંતલપુર હાઈવે પર ગાડી ધીમી ચલાવવા જેવી નજીવી બાબતે યુવક પર જીવલેણ હુમલો

પાટણ જિલ્લાના રાધનપુર-સાંતલપુર હાઈવે પર એક પેટ્રોલ પંપ પર ધોળા દિવસે હિંસક હુમલાની ઘટના સામે આવી છે. રસ્તા પર ગાડી ધીમી ચલાવવા જેવી અત્યંત નજીવી બાબતમાં થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા ચાર શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.રાધનપુર-સાંતલપુર હાઈવે પર હિંસક ઘટના મળતી માહિતી મુજબ, સમીના રહેવાસી મોહમ્મદ બિલાલ જ્યારે રાધનપુર-સાંતલપુર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ગાડી ધીમી ચલાવવા બાબતે અન્ય એક કારમાં સવાર શખ્સો સાથે તેમની તકરાર થઈ હતી. આ તકરાર બાદ સફેદ રંગની અર્ટિગા ગાડીમાં આવેલા ચાર શખ્સોએ પેટ્રોલ પંપ પાસે મોહમ્મદ બિલાલને આંતરી લીધા હતા.CCTVમાં કેદ થયો હુમલોહુમલાખોરોએ પોતાની ગાડીમાંથી નીચે ઉતરી ધોકા અને લાકડીઓ વડે યુવક પર આડેધડ હુમલો કરવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં મોહમ્મદ બિલાલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. હુમલાખોરો હુમલો કરીને ફરાર થઈ ગયા હતા, જ્યારે ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.પોલીસ કાર્યવાહીઆ મામલે ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે મજીદ સૈયદ, ઉમર સૈયદ અને સોહેબ સૈયદ સહિત કુલ ચાર લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. હાઈવે પર સર્જાયેલી આ હિંસક ઘટનાને પગલે વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે.આ પણ વાંચો:Rajkot: GST બોગસ બિલિંગના મહાકૌભાંડનો મુખ્ય આરોપી ઝડપાયો: બે વર્ષની ફરારી બાદ ભાવનગરનો 'લાલો' પકડાયો

Read Full Story arrow_forward
Surat News: ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના જ 7 હજાર રૂપિયામાં લર્નિંગ લાઈસન્સનો વેપલો, ચાર ઝડપાયા
calendar_today April 13, 2026

Surat News: ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના જ 7 હજાર રૂપિયામાં લર્નિંગ લાઈસન્સનો વેપલો, ચાર ઝડપાયા

સુરત RTOની ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વિના જ ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવી આપવાનો દાવો કરી આપી સાતથી દસ હજાર રૂપિયા પડાવી નકલી લર્નિંગ લાઇસન્સ આપતી ટોળકીના ચાર લોકોને SOGએ પકડી લીધા હતાં. આ ટોળકી પાસેથી પોલીસને 13 નકલી લર્નિંગ લાઇસન્સ પણ મળી આવ્યા હતા.જે તેમણે એપ્લિકેશનથી મદદથી એડિટ કરીને બનાવ્યા હતા.SOGની ટીમે શનિવારે સાંજે બાતમીને આધારે કાપોદ્રા રાજગાર્ડન રોડ પાસે વોચ ગોઠવી આપી હતી.પ્રજેશ ઉર્ફે રઘુ જગદીશ માણિયા, ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ વિઠ્ઠલ શેખડિયા, પ્રફુલ્લ ઉર્ફે RTO વિપુલ પટેલ રવજી ગજેરા અને રવિ જેઠા ગાંગડિયાને ઝડપી લીધા હતા. ટેસ્ટ વિના જ લર્નિંગ લાઇસન્સ અપાવવાનો દાવો આ ચારેય શખ્સો લોકો પાસેથી સાતથી 10 હજાર રૂપિયા વસૂલી ડ્રાઇવિંગ ટેસ્ટ વિના જ લર્નિંગ લાઇસન્સ અપાવવાનો દાવો કરતા હતા. અનેક લોકો પાસેથી આ રીતે તેમણે નાણાં પણ વસૂલ્યા હતા.પોલીસે ચારેયને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ૧૩ લર્નિંગ લાઇસન્સ મળી આવ્યા હતા. જેમાં બે લાઇસન્સે પોલીસનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. બંને પર ફોટો એક જ વ્યક્તિનો હતો. જ્યારે તેમના નામ-સરનામા અલગ હતા. સખ્તાઇથી પૂછપરછ કરતાં પ્રજેશે આ તમામ લાઇસન્સ બનાવટી હોવાનું જણાવ્યું હતું. લાઇસન્સમાં એક જ વ્યક્તિનો ફોટો ચોંટાડી દીધો તેમણે જ મોબાઇલમાં WPS એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં રહેલા અસલી વ્યક્તિને સ્થાને જેની પાસે નાણાં લીધા હતા તેમનો ફોટો-સરનામું એડિટ કરીને લગાવી દઇ કોપી બનાવી હતી. ભુલથી બે લાઇસન્સમાં એક જ વ્યક્તિનો ફોટો ચોંટાડી દીધો હતો.ગ્રાહકને ભરોસો થાય તે માટે વ્યક્તિનાં નામથી RTOની પરિવહન સેવામાં રજિસ્ટ્રેશન પણ કરાવવામાં આવતું. બાદમાં અહીં કોઇ ફી ભરતા ન હતા.ઓનલાઇન કોમ્યુટર ટેસ્ટ માટેની કોઈ પ્રોસિજર પણ કરતાં ન હતા. જે રજિસ્ટ્રેશન નંબર હોય તે નંબરવાળું જ બનાવટી લર્નિંગ લાઇસન્સ કાઢી આપતા હતા.આ ટોળકીએ કેટલા લોકોને છેતર્યા છે અને તેમની સાથે બીજું કોઇ સંડોવાયું છે કે નહિ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Ahmedabad News: ટ્રેનો હાઉસફૂલ થતાં સ્લીપર ક્લાસમાં 200થી વધુનું વેઇટિંગ બોલાય છે!

Read Full Story arrow_forward
Junagadh: બિલ્ડર ચેતન ફળદુ વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ, જાતિ વિષયક ટિપ્પણી બદલ કાર્યવાહી
calendar_today April 13, 2026

Junagadh: બિલ્ડર ચેતન ફળદુ વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ, જાતિ વિષયક ટિપ્પણી બદલ કાર્યવાહી

જૂનાગઢના જાણીતા બિલ્ડર ચેતન ફળદુ ફરી એકવાર કાયદાકીય મુસીબતમાં ફસાયા છે. સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ, ચોક્કસ જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો વાપરવા બદલ તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.જૂનાગઢમાં બિલ્ડર ચેતન ફળદુ સામે ફરિયાદમળતી વિગતો મુજબ, જૂનાગઢના બિલખા રોડ વિસ્તારમાં રહેતા એક યુવકે બિલ્ડર ચેતન ફળદુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ, ચેતન ફળદુની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી, જેમાં તેઓ જાતિ વિષયક અપશબ્દો બોલતા સંભળાય છે. આ ઓડિયો ક્લિપ દ્વારા સામાજિક દુશ્મનાવટ ફેલાવવાનો અને ચોક્કસ સમાજનું અપમાન કરવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.તપાસનો ધમધમાટઆ ગંભીર મામલાને ધ્યાને રાખીને જૂનાગઢ પોલીસે એટ્રોસિટી એક્ટ તેમજ અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની સંવેદનશીલતાને જોતા સમગ્ર તપાસ SC-ST સેલને સોંપવામાં આવી છે. કેસની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક (DySP) કક્ષાના અધિકારી દ્વારા હાથ ધરવામાં આવશે.વાયરલ ઓડિયો ક્લિપ બની ચર્ચાનો વિષયછેલ્લા કેટલાક દિવસોથી જૂનાગઢના સોશિયલ મીડિયા ગ્રુપોમાં આ ઓડિયો ક્લિપ ખૂબ વાયરલ થઈ હતી, જેને પગલે સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી. આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચતા હવે બિલ્ડરની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. પોલીસ હવે આ ઓડિયો ક્લિપની સત્યતા ચકાસવા માટે તેને ફોરેન્સિક લેબમાં મોકલવાની તજવીજ પણ હાથ ધરી શકે છે.આ પણ વાંચો: Patan: રાધનપુર-સાંતલપુર હાઈવે પર ગાડી ધીમી ચલાવવા જેવી નજીવી બાબતે યુવક પર જીવલેણ હુમલો

Read Full Story arrow_forward