android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Local Body Election 2026: ઉમરગામમાં AAPને મોટો ઝટકો, ચૈતર વસાવાના નજીકના મનીષ હળપતિ 1500 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
calendar_today April 12, 2026

Gujarat Local Body Election 2026: ઉમરગામમાં AAPને મોટો ઝટકો, ચૈતર વસાવાના નજીકના મનીષ હળપતિ 1500 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ઉમરગામ તાલુકામાં 'આપ'ના મજબૂત ગણાતા સંગઠનમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે. આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવાના અંગત ગણાતા મનીષભાઈ હળપતિ આજે વિધિવત રીતે કેસરીયા રંગે રંગાયા છે.દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં પક્ષપલટો ઉમરગામમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ તેમજ ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરની વિશેષ ઉપસ્થિતિમાં મનીષભાઈએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. 1500 સમર્થકો સાથે શક્તિપ્રદર્શન માત્ર મનીષભાઈ જ નહીં, પરંતુ તેમની સાથે ઉમરગામ તાલુકાના અંદાજે 1500 જેટલા સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. આ તમામ કાર્યકરોએ ભાજપની વિકાસલક્ષી રાજનીતિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પક્ષપલટાથી ઉમરગામ અને વલસાડ પંથકમાં આમ આદમી પાર્ટીનું માળખું વેરવિખેર થઈ ગયું હોય તેમ જણાય છે. ભાજપનું સંગઠન બનશે વધુ મજબૂત રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, મનીષભાઈ હળપતિના ભાજપમાં આવવાથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની પકડ વધુ મજબૂત બનશે. આદિવાસી પંથકમાં મનીષભાઈનો સારો પ્રભાવ હોવાથી ભાજપને મોટો ફાયદો થવાની આશા છે. કાર્યક્રમ દરમિયાન નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તમામ નવા સભ્યોને આવકારી પક્ષમાં યોગ્ય સ્થાનની ખાતરી આપી હતી. આ પણ વાંચો - Gujarat Local Body election: મતદાન પહેલા જ 100 બેઠકો ભાજપને ફાળે, સૌથી વધુ કડીમાં 22 ઉમેદવારો બિનહરિફ

Read Full Story arrow_forward
Ahmedabadના વસ્ત્રાલમાં ONGCની પાઈપલાઈનમાં લીકેજ, રસ્તા પર ક્રૂડ ઓઈલની નદી વહી
calendar_today April 12, 2026

Ahmedabadના વસ્ત્રાલમાં ONGCની પાઈપલાઈનમાં લીકેજ, રસ્તા પર ક્રૂડ ઓઈલની નદી વહી

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં આજે અચાનક ONGCની પાઈપલાઈનમાં લીકેજ થવાની ઘટના સામે આવી છે. વસ્ત્રાલમાં આવેલા RAF (રેપિડ એક્શન ફોર્સ) કેમ્પની પાછળના ભાગેથી પસાર થતી પાઈપલાઈન લીક થતા તેમાંથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ બહાર નીકળવા લાગ્યું હતું. રહેણાંક વિસ્તારની નજીક જ ઓઈલની નદીઓ વહેતી થતા સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ક્રૂડ ઓઈલ ફેલાતા આગનો ભય પાઈપલાઈનમાંથી પ્રેશર સાથે ક્રૂડ ઓઈલ નીકળવાના કારણે આસપાસના ખુલ્લા મેદાન અને રસ્તાઓ પર ઓઈલ ફરી વળ્યું છે. ક્રૂડ ઓઈલ અત્યંત જ્વલનશીલ હોવાથી કોઈ મોટી દુર્ઘટના કે આગ ન લાગે તે માટે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા, જેમને સુરક્ષિત અંતરે ખસેડવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ અને ONGCની ટીમ દ્વારા સમારકામ શરૂ ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થયો છે. ફાયર વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે ઓઈલ ફેલાયેલા વિસ્તારમાં ફોમ બેરિયર બનાવવાની તજવીજ હાથ ધરાઈ છે. બીજી તરફ, ONGCના ટેકનિકલ નિષ્ણાતોની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને પાછળથી સપ્લાય બંધ કરી લાઈનનું લીકેજ બંધ કરવા માટે સમારકામ શરૂ કરી દીધું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ લીકેજ કોઈ ટેકનિકલ ખામીને કારણે થયું છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Valsad News: વાપીમાં ત્રીજા માળે દરવાજો ખુલ્યો પણ કેબિન ન હતી, શાફ્ટમાં ખાબકતા એકનું મોત
calendar_today April 12, 2026

Valsad News: વાપીમાં ત્રીજા માળે દરવાજો ખુલ્યો પણ કેબિન ન હતી, શાફ્ટમાં ખાબકતા એકનું મોત

વલસાડ જિલ્લાના ઔદ્યોગિક શહેર વાપીમાં લિફ્ટની મેન્ટેનન્સ અને સુરક્ષામાં રાખવામાં આવેલી ઘોર બેદરકારીએ એક માસૂમ વ્યક્તિનો ભોગ લીધો છે. વાપીની એક સોસાયટીમાં લિફ્ટના શાફ્ટમાં પડી જવાથી માળીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.શું હતી સમગ્ર ઘટના? સોસાયટીમાં માળી તરીકે કામ કરતો શખ્સ ત્રીજા માળે પોતાનું કામ પૂરું કરી નીચે ઉતરવા માટે લિફ્ટ પાસે ગયો હતો. તેણે લિફ્ટનું બટન દબાવ્યું અને લિફ્ટનો દરવાજો ખુલી ગયો હતો. જોકે, ટેકનિકલ ખામીને કારણે લિફ્ટની કેબિન ત્યાં પહોંચી નહોતી, પરંતુ દરવાજો ખુલી ગયો હતો. અંધારામાં માળીએ જેવો અંદર પગ મૂક્યો કે તે સીધો ત્રીજા માળેથી ઊંડા શાફ્ટમાં પટકાયો હતો. દુર્ગંધ આવતા ભાંડો ફૂટ્યો આ અકસ્માત બાદ કોઈને જાણ ન હતી, પરંતુ બીજા દિવસે સોસાયટીમાં વિચિત્ર દુર્ગંધ આવવા લાગતા રહેવાસીઓએ તપાસ કરી હતી. લિફ્ટના શાફ્ટમાં તપાસ કરતા માળીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સોસાયટીના CCTV ફૂટેજ તપાસ્યા હતા, જેમાં આ આખી હૃદયદ્રાવક ઘટના કેદ થઈ હતી. મેનેજમેન્ટ અને કંપનીની બેદરકારી પ્રાથમિક તપાસમાં સોસાયટી મેનેજમેન્ટ અને લિફ્ટ મેન્ટેનન્સ કંપની બંને તરફથી સુરક્ષાના નિયમોમાં મોટી બેદરકારી બહાર આવી છે. જો લિફ્ટની કેબિન ફ્લોર પર ન હોય તો દરવાજો ખુલવો જોઈએ નહીં, પરંતુ અહીં મેકેનિકલ ફેલ્યોર હોવા છતાં લિફ્ટ કાર્યરત રાખવામાં આવી હતી. હાલમાં પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Valsad News: ઉંમરગામની સોમનાથ ઓર્થોકેર કંપનીમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા; કામદારોનું દિલધડક રેસ્ક્યુ

Read Full Story arrow_forward