android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratના સરથાણામાં 'બંધક' યુવતી મુક્ત, દોઢ વર્ષથી થેપલા હાઉસમાં ગોંધી રાખી મફતમાં મજૂરી કરાવાઈ
calendar_today April 12, 2026

Suratના સરથાણામાં 'બંધક' યુવતી મુક્ત, દોઢ વર્ષથી થેપલા હાઉસમાં ગોંધી રાખી મફતમાં મજૂરી કરાવાઈ

સુરતના સરથાણા-સીમાડા વિસ્તારમાં માનવ અધિકારોના ચીરેચીરા ઉડાવતી એક ભયાનક ઘટના સામે આવી છે. સંગના સોસાયટીની વાડી પાસે આવેલા 'ભાગ્યોદય થેપલા ભાખરી હાઉસ'ના માલિક સંજયભાઈ દ્વારા એક યુવતીને છેલ્લા દોઢ વર્ષથી બંધક બનાવીને રાખવામાં આવી હતી. કાજલ નામની આ દીકરીને કોઈ પણ જાતના પગાર વગર, ડરાવી-ધમકાવીને મફતમાં કામ કરાવવામાં આવતું હતું. આ ઘટનાએ સ્થાનિક પંથકમાં ભારે રોષ અને અરેરાટી ફેલાવી દીધી છે.દુકાનમાં પુરી રાખવામાં આવતી હતી યુવતીના શોષણની પદ્ધતિ અત્યંત કરૂર હતી. દુકાન માલિક સંજયભાઈ સવારે 4 વાગ્યે દુકાન ખોલતા અને બપોરે 11 વાગ્યે દુકાન બંધ કરતી વખતે યુવતીને અંદર જ પુરીને જતા રહેતા હતા. ફરી સાંજે 4 વાગ્યે આવી રાત્રે 11 વાગ્યા સુધી કામ કરાવી, રાત્રે પણ તેને દુકાનમાં જ કેદ કરી દેવામાં આવતી હતી. લાંબા સમયથી ચાલી રહેલા આ અત્યાચારને કારણે યુવતી અત્યંત ભયભીત અવસ્થામાં જીવી રહી હતી. ટ્રસ્ટની સક્રિયતાથી મળ્યો છુટકારો આ અમાનવીય કૃત્યની જાણ વુમન એમ્પાવરમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલીયાને થઈ હતી. માહિતી મળતા જ ચેતનાબેને સતર્કતા દાખવી ભાગ્યોદય થેપલા હાઉસ પર તપાસ હાથ ધરી હતી. સંજયભાઈના શિકંજામાંથી કાજલને સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં આવી હતી. દોઢ વર્ષના લાંબા અને નરક સમાન સમય બાદ કાજલને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલાપ કરાવાયો હતો. આ મામલે હવે પોલીસ દ્વારા દુકાન માલિક વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News: સંબંધો શર્મસાર, નરાધમ બનેવીએ 14 વર્ષની સગીર સાળી પર આચર્યું વારંવાર દુષ્કર્મ, ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો
calendar_today April 12, 2026

Ahmedabad News: સંબંધો શર્મસાર, નરાધમ બનેવીએ 14 વર્ષની સગીર સાળી પર આચર્યું વારંવાર દુષ્કર્મ, ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો

અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં જીજા-સાળીના સંબંધોને કલંકિત કરતી એક અત્યંત શર્મજનક ઘટના પ્રકાશમાં આવી છે. એક નરાધમ બનેવીએ પોતાની જ 14 વર્ષની સગીર વયની સાળીને ધાક-ધમકી આપી વારંવાર હવસનો શિકાર બનાવી હતી. આ કરૂણ ઘટના ત્યારે બહાર આવી જ્યારે સગીરા ગર્ભવતી બની અને એલજી હોસ્પિટલમાં તપાસ દરમિયાન સત્ય સામે આવ્યું હતું.ધાક-ધમકી આપી આચર્યું પાપ ભોગ બનનાર સગીરા ધોરણ 9 માં અભ્યાસ કરે છે. ગત 19 ઓક્ટોબર 2025ના રોજ જ્યારે સગીરાની માતા કામ પર ગઈ હતી, ત્યારે આરોપી બનેવી ઘરે આવ્યો હતો અને રસોડામાં કામ કરતી સગીરા સાથે બળજબરી કરી હતી. આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે, જો તે આ વિશે કોઈને કહેશે તો તેના પિતાને મારી નાખશે. આ ડરના કારણે સગીરા મૌન રહી, જેનો ફાયદો ઉઠાવી નરાધમ અવારનવાર દુષ્કર્મ આચરતો રહ્યો. 6 મહિનાનો ગર્ભ અને બાળકની મોત સગીરાને પેટમાં દુખાવો થતા માતા તેને હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં સોનોગ્રાફીમાં સગીરાને 6 મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પોલીસ ફરિયાદ બાદ સગીરાની પ્રસુતિ સમય કરતા વહેલી થઈ હતી અને જન્મ બાદ બાળકનું મોત નીપજ્યું છે. પોલીસે કસ્યો કાયદાનો ગાળિયો અમરાઈવાડી પોલીસે આ મામલે ગંભીરતા દાખવી નરાધમ આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી સામેના પુરાવા મજબૂત કરવા માટે મૃતક બાળકના અને આરોપીના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. પોલીસે પોક્સો (POCSO) સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Ahmedabadના વસ્ત્રાલમાં ONGCની પાઈપલાઈનમાં લીકેજ, રસ્તા પર ક્રૂડ ઓઈલની નદી વહી

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અરવલ્લી ભાજપમાં 'મેન્ડેટ કાંડ': એક જ બેઠક પર બે ઉમેદવારોએ ફોર્મ ભરતા પક્ષમાં ખળભળાટ
calendar_today April 12, 2026

Gujarat Latest News Live : અરવલ્લી ભાજપમાં 'મેન્ડેટ કાંડ': એક જ બેઠક પર બે ઉમેદવારોએ ફોર્મ ભરતા પક્ષમાં ખળભળાટ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward