android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Modasa ભાજપમાં મોટું ગાબડું, 4 સરપંચ સહિત 125 થી વધુ કાર્યકરોએ 'પંજો' પકડ્યો
calendar_today April 12, 2026

Modasa ભાજપમાં મોટું ગાબડું, 4 સરપંચ સહિત 125 થી વધુ કાર્યકરોએ 'પંજો' પકડ્યો

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રાજકારણમાં આજે એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ખાસ કરીને લીંભોઈ વિસ્તારમાં ભાજપના મજબૂત ગઢમાં ગાબડું પડ્યું છે. અહીંના ચાર વર્તમાન સરપંચો સહિત 125 થી વધુ સક્રિય કાર્યકરો ભાજપનો સાથ છોડીને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. આ પક્ષપલટામાં પૂર્વ સરપંચો અને દેશની સેવા કરી પરત ફરેલા નિવૃત્ત આર્મીમેનનો પણ સમાવેશ થાય છે, જેને પગલે સ્થાનિક સ્તરે ભાજપ સંગઠનને મોટો ફટકો પડ્યો છે.ભાજપની નીતિઓ સામે રોષ પક્ષપલટો કરનાર કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે તેઓ ભાજપની વર્તમાન નીતિઓ અને કાર્યપદ્ધતિથી નારાજ છે. પાયાના કાર્યકરોની અવગણના થતી હોવાની લાગણી સાથે તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલની હાજરીમાં આ તમામ કાર્યકરોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા આ ઘટનાને લોકશાહી બચાવવાની લડાઈમાં લોકોનો સાથ મળી રહ્યો હોવાનું ગણાવ્યું હતું. મોડાસા તાલુકાના રાજકારણમાં ગરમાવો ચૂંટણીના માહોલ વચ્ચે એકસાથે આટલી મોટી સંખ્યામાં કાર્યકરો અને જનપ્રતિનિધિઓએ પક્ષ બદલતા મોડાસા તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે. લીંભોઈ પંથક જે ભાજપ માટે મહત્વનો ગણાય છે, ત્યાં જ આટલું મોટું ભંગાણ પડતા આગામી દિવસોમાં સમીકરણો બદલાય તેવી પૂરેપૂરી શક્યતા છે. એક તરફ ભાજપ ડેમેજ કંટ્રોલના પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ આ જોશને વધુ મજબૂત બનાવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat local election 2026: ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કુબેરનગરથી કર્યા શ્રીગણેશ
calendar_today April 12, 2026

Gujarat local election 2026: ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કુબેરનગરથી કર્યા શ્રીગણેશ

ગુજરાતમાં ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ ભાજપે પ્રચારના મેદાનમાં ઝંપલાવ્યું છે. અમદાવાદમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિધાનસભા વિસ્તારોના મધ્યસ્થ કાર્યાલયોની મુલાકાત લઈને ચૂંટણી પ્રચારના વિધિવત શ્રીગણેશ કર્યા છે.કુબેરનગર કાર્યાલયથી પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સૌથી પહેલા કુબેરનગર ખાતેના ભાજપના મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા હતા. અહીં તેમની સાથે ધારાસભ્ય પાયલ કુકરાણી, શહેર મહામંત્રી ગૌતમ કથિરીયા સહિતના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કુબેરનગર, સરદારનગર અને નરોડા વોર્ડના ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. કુબેરનગર બાદ મુખ્યમંત્રી અમરાઈવાડી અને સરખેજ વિસ્તારમાં પણ મધ્યસ્થ કાર્યાલયોની મુલાકાત લેશે. કાર્યકરોને આપ્યું ‘જીત’નું માર્ગદર્શન કાર્યાલય ખાતે કાર્યકરોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજથી ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ છે અને હું સૌ પ્રથમ કુબેરનગર આવ્યો છું. જેમને ટિકિટ મળી છે તેમને અભિનંદન, પણ કાર્યકરોને તેથી વધુ અભિનંદન કારણ કે આપણે પ્રજા વચ્ચે રહેનારી પાર્ટી છીએ. આપણે કરેલા વિકાસના કામો પ્રજા સુધી લઈ જવાના છે. વિપક્ષ પર સાધ્યું નિશાન CM ભૂરેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું કે, ભાજપમાં ટિકિટ કોને મળી એ ગૌણ છે, સંગઠન જ સર્વોપરી છે. આપણે સૌ દેવ દુર્લભ કાર્યકર્તાઓ છીએ, જેમાં હું પણ આવી જાઉં છું. વિપક્ષ ભલે પોતાની ભૂમિકા નિભાવે, આપણે પ્રજાના કામો કરવાના છે. જો કોઈ તકલીફ હશે તો સાથે મળીને હલ કરીશું. મુખ્યમંત્રીની આ મુલાકાતથી ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પ્રચાર અભિયાન વધુ તેજ બને તેવી શક્યતા છે. આ પણ વાંચો - Gujarat local body election 2026: રાજકોટમાં જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં ભાજપે કર્યા પ્રચારના શ્રીગણેશ, નારાજ કાર્યકર્તા વિશે કહી આ વાત

Read Full Story arrow_forward
Draupadi Murmu Visit Gujarat : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવશે, રાજકોટમાં કાર્યક્રમમાં આપશે હાજરી
calendar_today April 12, 2026

Draupadi Murmu Visit Gujarat : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવશે, રાજકોટમાં કાર્યક્રમમાં આપશે હાજરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલથી ગુજરાતના બે દિવસીય સત્તાવાર પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં અનેક મહત્વપૂર્ણ શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમના આગમનને લઈને રાજ્ય પ્રશાસન દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થાઓ પણ કડક બનાવવામાં આવી છે.વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરશે પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે 13 એપ્રિલે રાષ્ટ્રપતિ રાજકોટ ખાતે આયોજિત એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અહીં તેઓ રાજકોટ સ્થિત AIIMSના પ્રથમ પદવીદાન સમારોહમાં ભાગ લેશે અને વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરશે. આ પ્રસંગ રાજ્યના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર માટે ઐતિહાસિક ગણવામાં આવી રહ્યો છે, કારણ કે AIIMS જેવી રાષ્ટ્રીય સંસ્થાનો પ્રથમ દીક્ષાંત સમારોહ છે. 'સામાજિક સમરસતા મહોત્સવ'માં ઉપસ્થિત રહેશે બીજા દિવસે 14 એપ્રિલે રાષ્ટ્રપતિ અમદાવાદ ખાતે લોક ભવનમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અહીં તેઓ 'સામાજિક સમરસતા મહોત્સવ'માં ઉપસ્થિત રહી સમાજમાં એકતા, સમાનતા અને ભાઈચારા જેવા મૂલ્યોને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની પણ મુલાકાત લેશે અને ત્યાં યોજાનાર પાંચમા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને અભિનંદન આપશે. રાષ્ટ્રપતિના આ પ્રવાસને રાજ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે તેમાં શિક્ષણ, આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા ત્રણ મહત્વપૂર્ણ ક્ષેત્રો જોડાયેલા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. તેમના આગમનથી વિદ્યાર્થીઓ અને યુવાનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ કાર્યક્રમોની સફળતા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.આ પણ વાંચો : Ahmedabad News: વિરમગામ-બેચરાજી હાઇવે પર ટ્રેલર અને ડમ્પર વચ્ચે ટક્કર, માર્ગ અકસ્માતમાં ધાંધલપુરના યુવકનું મોત, બે ઈજાગ્રસ્ત

Read Full Story arrow_forward