android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Biharમાં મુખ્યમંત્રીના નામને લઈ હલચલ તેજ, ભાજપે શિવરાજ સિંહ ચૌહાણને કેન્દ્રીય નિરીક્ષક બનાવ્યા
calendar_today April 12, 2026

Biharમાં મુખ્યમંત્રીના નામને લઈ હલચલ તેજ, ભાજપે શિવરાજ સિંહ ચૌહાણને કેન્દ્રીય નિરીક્ષક બનાવ્યા

બિહારમાં રાજકીય દ્રષ્ટિકોણથી આગામી 2-3 દિવસ ખુબ જ મહત્વના રહેશે. નીતિશ કુમાર સરકારની છેલ્લી કેબિનેટ બેઠક 14 એપ્રિલે યોજાવવાની છે. મળતી માહિતી મુજબ આ દિવસે તે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપી શકે છે. તેની વચ્ચે ધારાસભ્ય દળના નેતાને પસંદ કરવાની હલચલ તેજ બની ગઈ છે. ભાજપ માટે કોણ છે મજબૂત ચેહરા? કેન્દ્રીય કૃષિપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણની નિરીક્ષક તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ભાજપ વિધાનમંડળ દળની બેઠકમાં શિવરાજ સિંહ ચૌહાણ હાજર રહેશે. ત્યારે ભાજપ માટે સમ્રાટ ચૌધરી એક મજબૂત ચેહરો નજર આવી રહ્યો છે. જો કે જેડીયુના નેતા તેના માટે તૈયાર છે કે નહીં તે મોટો પ્રશ્ન છે. જેડીયુ પોતાની ભૂમિકામાં શું ઈચ્છે છે અને જો નીતિશ કુમાર સક્રિય રાજકારણમાં સીમિત ભૂમિકા ભજવે છે તો પાર્ટીને સંભાળનાર ચેહરો કોણ હશે? આ તમામ પ્રશ્નો પર ચર્ચાઓ તેજ બની છે. શિવરાજ સિંહ ચૌહાણે શું કહ્યું? શિવરાજ સિંહ ચૌહાણને નિરીક્ષક બનાવવામાં આવ્યા બાદ તેમની પ્રતિક્રિયા સામે આવી છે. તેમને કહ્યું કે તે પાર્ટીના કાર્યકર્તા છે અને તેમને જ્યાં પાર્ટી મોકલશે ત્યાં જશે. ત્યારે આ વખતે એવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે કે જેડીયૂ 2 ડેપ્યુટી મુખ્યપ્રધાનનો ફોર્મ્યુલા અપનાવી શકે છે. જેમાં વિજય કુમાર ચૌધરીનું નામ મજબૂત દાવેદાર તરીકે આગળ છે. ત્યારે બીજા નંબરે નિશાંત કુમારનું નામ ચર્ચામાં છે. આ બંને લોકોની રાજકીય એન્ટ્રી લગભગ નક્કી માનવામાં આવી રહી છે અને તેમને ધીમે-ધીમે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ પણ વાંચો : Arunachal Pradesh ભારતનો અભિન્ન ભાગ, ચીનને MEAની કડક ચેતવણી

Read Full Story arrow_forward
Supreme Courtમાં 'ડિજિટલ ટ્રાન્સફોર્મેશન' પર યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય ન્યાયાધીશનું મહત્વપૂર્ણ નિવેદન
calendar_today April 12, 2026

Supreme Courtમાં 'ડિજિટલ ટ્રાન્સફોર્મેશન' પર યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય ન્યાયાધીશનું મહત્વપૂર્ણ નિવેદન

CJI સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું હતું કે, "ટેકનોલોજી હવે માત્ર વહીવટી સરળતા માટે નથી, પરંતુ તે એક બંધારણીય સાધન છે." આ સાધન કાયદા સમક્ષ સમાનતાના અધિકારને મજબૂત બનાવે છે અને ન્યાયની પહોંચને સામાન્ય માનવી સુધી વિસ્તારે છે. સમાનતાનું વચન ન્યાય પ્રણાલીનું મૂળ વચન એ છે કે વ્યક્તિના સાધનો કે સંજોગો ગમે તે હોય, તેને સમયસર અને અસરકારક ન્યાય મળવો જોઈએ.જેમ સમાજ બદલાય છે, તેમ સંસ્થાઓએ પણ બદલાવું પડશે. હાઇબ્રિડ સુનાવણી અને ઈ-ફાઇલિંગે સિસ્ટમને વધુ પ્રતિભાવશીલ બનાવી છે.CJIએ જણાવ્યું કે હવે 'પેપરલેસ કોર્ટ' માત્ર ભવિષ્યની વાત નથી, પરંતુ તેના પર કામ શરૂ થઈ ચૂક્યું છે. દરેક કોર્ટ એક સંકલિત ડિજિટલ યુનિટ તરીકે કામ કરે તે દિશામાં પ્રયાસો ચાલુ છે. ડિજિટલ ડિવાઈડને દૂર કરવાના પ્રયાસો ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં ટેકનોલોજી દરેક સુધી પહોંચે તે જરૂરી છે. આ માટે CJIએ માહિતી આપતા કહ્યું કે દેશભરમાં 2,331 ઈ-સેવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે.આ કેન્દ્રો એવા લોકોને મદદ કરે છે જેમને ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડતી હોય.વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દૂરના વિસ્તારોના લોકો પણ કોર્ટની કાર્યવાહીમાં જોડાઈ શકે છે.ન્યાય પ્રણાલીના સુધારાની સફળતા એ વાત પરથી માપવામાં આવે છે કે નાગરિકો અને વકીલોને તેનો કેટલો અર્થપૂર્ણ લાભ મળી રહ્યો છે.\ ભવિષ્યની યોજના સુપ્રીમ કોર્ટની ઈ-કમિટી સક્રિયપણે એવો ડિજિટલ પાયો તૈયાર કરી રહી છે, જે કેસની શરૂઆતથી અંત સુધી ટેકનોલોજીને વણી લેશે. આનાથી ન્યાય વિતરણમાં પારદર્શિતા અને ઝડપ આવશે.CJI સૂર્યકાંતના નેતૃત્વમાં ભારતીય ન્યાયતંત્ર ટેકનોલોજીના માધ્યમથી 'ન્યાય બધા માટે સુલભ' કરવાના મિશન પર આગળ વધી રહ્યું છે. હવે ન્યાય મેળવવા માટે ભૌગોલિક અંતર કે આર્થિક સ્થિતિ અવરોધ નહીં બને. આ પણ વાંચો : Arunachal Pradesh ભારતનો અભિન્ન ભાગ, ચીનને MEAની કડક ચેતવણી

Read Full Story arrow_forward
Iranમાં ફસાયેલા વલસાડ અને નવસારીના માછીમારોની વતન વાપસી: સાંસદ ધવલ પટેલના પ્રયાસો સફળ
calendar_today April 12, 2026

Iranમાં ફસાયેલા વલસાડ અને નવસારીના માછીમારોની વતન વાપસી: સાંસદ ધવલ પટેલના પ્રયાસો સફળ

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ઈરાનમાં ફસાયેલા દક્ષિણ ગુજરાતના માછીમારો માટે રાહતના સમાચાર આવ્યા છે. સાંસદ ધવલ પટેલની સક્રિયતા અને કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ વલસાડ અને નવસારી જિલ્લાના માછીમારો સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે.યુદ્ધના માહોલમાં ફસાયા હતા શ્રમિકો રોજગારી મેળવવા માટે ઈરાન ગયેલા નવસારી અને વલસાડના અનેક માછીમારો ત્યાં અચાનક ફાટી નીકળેલા સંઘર્ષને કારણે ફસાઈ ગયા હતા. વિદેશી ધરતી પર અટવાયેલા પોતાના સ્વજનોની સુરક્ષાને લઈને સ્થાનિક પરિવારોમાં ભારે ચિંતા પ્રસરી હતી. આ મામલે માછીમાર પરિવારોએ સાંસદ ધવલ પટેલની મુલાકાત લઈને રજૂઆત કરી હતી. સરકારનું સંકલન અને રાજદ્વારી સફળતા ઘટનાની ગંભીરતા સમજી સાંસદ ધવલ પટેલે ત્વરિત પગલાં લીધા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સતત સંપર્ક જાળવીને રાજદ્વારી સ્તરે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ત્વરિત કાર્યવાહીને પરિણામે માછીમારોની વતન વાપસીનો માર્ગ મોકળો થયો હતો. પરિવારોમાં ખુશીનો માહોલ આજે જ્યારે આ માછીમારો સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે તેમના પરિવારોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. પરત ફરેલા માછીમારો અને તેમના સગા સંબંધીઓએ મુશ્કેલ સમયમાં મદદરૂપ થવા બદલ ભારત સરકાર અને ખાસ કરીને સાંસદ ધવલ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward