Junagadh News: સાસણગીરના રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, ગોંડલના સોની વેપારી સહિત 7ની ધરપકડ, 13 લાખનો મુદ્દામાલ જપ્ત
એશિયાટિક સિંહોના ઘર ગણાતા સાસણગીરમાં પ્રવાસીઓની ભીડ વચ્ચે એક હાઈપ્રોફાઈલ જુગારધામ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે સાસણગીરના જાણીતા ‘ગીર પ્રાઇડ’ રિસોર્ટમાં રેડ કરીને મોટા ગજાના વેપારીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.રૂમ ભાડે રાખીને ચાલતી હતી ક્લબ ઘટનાની મળતી માહિતી અનુસાર, આ રિસોર્ટમાં લક્ઝુરિયસ રૂમ ભાડે રાખીને જુગારની મહેફિલ જમાવવામાં આવી હતી. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જ્યારે રેડ કરવામાં આવી, ત્યારે હાઈપ્રોફાઈલ શખ્સો પાના ટીંચતા મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા શખ્સોમાં ગોંડલના નામાંકિત સોની વેપારીનો પણ સમાવેશ થાય છે. 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે પોલીસે ઘટના સ્થળેથી કુલ સાત વેપારીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી રોકડ રકમ, મોંઘીદાટ મોબાઈલ ફોન અને વાહનો મળીને કુલ 13 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહીથી ફફડાટ સાસણ જેવા પ્રવાસન સ્થળે રિસોર્ટની અંદર ચાલતા આ જુગારધામને ઝડપી લાઈને જૂનાગઢ પોલીસે રિસોર્ટ સંચાલકો સામે પણ તપાસનો દોર લંબાવ્યો છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની આ સફળ કામગીરીને પગલે અન્ય રિસોર્ટ સંચાલકો અને જુગારી તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પકડાયેલા તમામ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Junagadh: જોશીપરામાં 15 વર્ષથી ઓળખ છુપાવી રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ
Read Full Story arrow_forward