android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : સાસણગીરના રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, ગોંડલના સોની વેપારી સહિત 7ની ધરપકડ
calendar_today April 12, 2026

Gujarat Latest News Live : સાસણગીરના રિસોર્ટમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું, ગોંડલના સોની વેપારી સહિત 7ની ધરપકડ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gir Somnath News: ઉનાના નવાબંદરમાં ડાલામથ્થો કૂવામાં ખાબક્યો, વન વિભાગે દિલધડક રેસ્ક્યુ કરી વનરાજને આપ્યું નવજીવન
calendar_today April 12, 2026

Gir Somnath News: ઉનાના નવાબંદરમાં ડાલામથ્થો કૂવામાં ખાબક્યો, વન વિભાગે દિલધડક રેસ્ક્યુ કરી વનરાજને આપ્યું નવજીવન

સિંહોના ગઢ ગણાતા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉનાના નવાબંદર ગામે પીલુડી પોલ્ટ વિસ્તારમાં શિકારની શોધમાં નીકળેલો એક ડાલામથ્થો સિંહ અચાનક ખુલ્લા કૂવામાં ખાબક્યો હતો. સિંહ કૂવામાં પડતા જ તેના ગર્જનાના અવાજથી સ્થાનિકોમાં ફાળ પડી હતી.લોકોના ટોળેટોળાં ઉમટ્યા કૂવામાં સિંહ પડ્યો હોવાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો સિંહને જોવા માટે ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિને જોતા તાત્કાલિક નવાબંદર પોલીસ અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. લોકોના ટોળાને કાબૂમાં લેવા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વન વિભાગનું સફળ રેસ્ક્યુ ઓપરેશન વન વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચીને તરત જ સિંહને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ વન વિભાગે સિંહને કૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો અને પાંજરે પૂર્યો હતો. સિંહના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા હવે તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. કુદરતી આવાસમાં કરાશે મુક્ત વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મેડિકલ તપાસમાં જો સિંહ સંપૂર્ણ સ્વસ્થ જણાશે, તો તેને ફરીથી તેના કુદરતી આવાસ એટલે કે જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર ખેતરોમાં રહેલા ખુલ્લા કૂવાઓની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. આ પણ વાંચો - Local Body Elections 2026 : લોકગાયિકા રાજલ બારોટની રાજકીય એન્ટ્રી, ઉના નગરપાલિકામાં ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે!

Read Full Story arrow_forward
Local body election: રાજુ કરપડાએ રજૂ કરેલા સોગંદનામાથી ખળભળાટ, મારપીટ અને હથિયારથી ઈજા પહોંચાડવાના ગુના
calendar_today April 12, 2026

Local body election: રાજુ કરપડાએ રજૂ કરેલા સોગંદનામાથી ખળભળાટ, મારપીટ અને હથિયારથી ઈજા પહોંચાડવાના ગુના

આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને ખેડૂત આગેવાન રાજુ કરપડાએ તાજેતરમાં જ કેસરિયા કર્યા હતાં. ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાએ કહ્યું હતું કે, ખેડૂતોની સ્થિતિ સારી નથી અને સત્તા પક્ષ ખેડૂતોને સહાય કરશે. ત્યારે ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડા મુળી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમણે રજૂ કરેલા સોગંદનામામાં ઈતિહાસનો ખુલાસો થતાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજુ કરપડાના સોગંદનામાથી ખળભળાટ રાજુ કરપડાના સોગંદનામામાં અનેક પોલીસ કેસ થયા હોવાનો ઉલ્લેખ કરાયો છે. મારપીટ અને હથિયારથી ઈજા પહોંચાડવાના ગુના તેમની સામે નોંધાયા છે. તેમની સામે મુળી અને થાનગઢ સહિત ભાવનગર અને પાળીયાદમાં પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમણે મુળી બેઠક પરથી ઉમેદવારી કરી છે. હવે તેમના સોગંદનામા પ્રમાણે મૂળી, થાનગઢ, ભાવનગર અને પાળીયાદમાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાયાનો ઉલ્લેખ કરાયો છે. ગોપાલ ઈટાલિયાએ કર્યા હતાં ગંભીર આરોપ જ્યારે તેમણે આમ આદમી પાર્ટી છોડી ત્યારે ગોપાલ ઈટાલિયાએ તેમની પર ગંભીર આક્ષેપ કર્યા હતાં. ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, રાજુ કરપડા પર કુલ ત્રણ કેસો નોંધાયેલા છે. 2022ની ચૂંટણીનાં એફિડેવિટમાં તેમણે ત્રણ કેસોનો ઉલ્લેખ કર્યો એ મુજબ, તેમના પર એક કેસ 326 એટલે કે પગ ભાંગી નાખવાનો કેસ, જેમાં તેમને 5 વર્ષની સજા થઈ છે. જ્યારે અન્ય બે કેસ જાનથી મારી નાખવાની કોશિશના છે. જેલ જવાથી બચવા તેમણે આ પગલું ભર્યું છે.આ પણ વાંચોઃ Gujarat Local Body election: મતદાન પહેલા જ 100 બેઠકો ભાજપને ફાળે, સૌથી વધુ કડીમાં 22 ઉમેદવારો બિનહરિફ

Read Full Story arrow_forward