android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Local body election : ટિકિટોની વહેંચણી બાદ ભાજપમાં ડખા, ડેમેજ કંટ્રોલ માટે પ્રદેશના નેતાઓને મેદાનમાં ઉતરવું પડ્યું
calendar_today April 12, 2026

Local body election : ટિકિટોની વહેંચણી બાદ ભાજપમાં ડખા, ડેમેજ કંટ્રોલ માટે પ્રદેશના નેતાઓને મેદાનમાં ઉતરવું પડ્યું

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે પણ ભાજપમાં ક્યાંક ભડકાની સ્થિતિ છે તો ક્યાંક ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે. ચૂંટણીમાં ભાજપના મોટા માથા ડેમેજ કંટ્રોલ માટે મેદાને આવ્યા છે. રાજ્યમાં સૌથી મોટા મહાનગર અમદાવાદ, રાજકોટ અને સુરતમાં ટિકિટોની વહેંચણી બાદ ભાજપમાં કકળાટ હજી યથાવત છે. જગદીશ વિશ્વકર્માને મેદાને ઉતરવું પડ્યું સુત્રોના જણાવ્યા પ્રમાણે ઉમેદવાર જાહેર થયા બાદ રાજ્યમાં સૌથી વધારે કકળાટ ક્યાંય હોય તો તે રાજકોટ મહાનગરમાં જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 18 વોર્ડ છે જેમાં 5 વોર્ડમાં સૌથી વધારે કકળાટ જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધુ આહીર સમાજને ટિકિટ આપવામાં આવતા અન્ય સમજો નારાજ થયા છે. જેથી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને મેદાને ઉતરવું પડ્યું છે. તેઓ આજે રાજકોટમાં જઈ સંગઠનના હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠકો કરી કકળાટનો નિકાલ કરવા કવાયત કરી રહ્યા છે. સુરતમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પહોંચ્યા આ પ્રકારની સ્થિતિ સુરતમાં પણ જોવા મળી છે. સુરતમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પહોંચ્યા છે. જ્યાં પહેલા શપથ લેવડાવ્યા અને બાદમાં સંગઠનમાં ચાલતા કકળાટને કંટ્રોલ કરવા મથામણ કરી રહ્યા છે. સુરતના 30 વોર્ડ પૈકી 10 વોર્ડમાં નાનામોટા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. જેમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ ડેમેજ કંટ્રોલમાં લાગેલા છે. ચાંદખેડા વોર્ડમાં સ્થાનિક નેતાઓ દ્વારા વિરોધ તો રાજ્યની સૌથી મોટી 48 વોર્ડ ધરાવતી મહાનગર પાલિકા અમદાવાદ છે. જે પૈકી 3 વોર્ડમાં કકળાટ હોવાનું સામે આવ્યું છે. જેમાં સરદારનગર , ઈન્ડીયા કોલોની અને ચાંદખેડા વોર્ડમાં સ્થાનિક નેતાઓ દ્વારા ખુલીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં શહેર મહામંત્રીઓ અત્યારે ડેમેજ કંટ્રોલ માટે મહેનત કરી રહ્યા છે. ચાંદખેડા વોર્ડમાં દર્શક ઠાકર બેઠકો કરી રહ્યા છે તો આ તરફ ઈન્ડીયા કોલોની અને સરદારનગર વોર્ડ માટે ગૌતમ કથીરીયા એક બાદ એક વોર્ડમાં નારાજ નેતાઓને બોલાવી તેના પ્રશ્નો સાંભળી રહ્યા છે. માઠા પરિણામ ભોગવવા પડે એવી સ્થિતિ સૂત્રો એ પણ કહી રહ્યા છે કે ઉમેદવાર પસંદગીમાં કેટલાક એવા ચહેરાઓને સ્થાન અપાયું કે જે નવા છે તો જુનાઓને સાઇડ પર રાખવામાં આવ્યા છે. ક્યાંક જ્ઞાતિગત સમીકરણ સાધવામાં ભાજપ નબળી પુરવાર થતાં આખરે કકળાટ સામે આવી રહ્યો છે. જો ભાજપ આ આંતરિક અસંતોષ કાબૂ કરવામાં સફળ નહિ રહે તો ગત વખત કરતા માઠા પરિણામ ભોગવવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે. આ પણ વાંચોઃ Rajkot News : ભાજપ માટે ખુદના પેટ્રોલ બાળી રાત દિવસ એક કર્યા છતાં કદર ના કરી, પ્રદેશ પ્રમુખ સમક્ષ મહિલા રડી પડી

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું નિધન, બ્રીચ કેંડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
calendar_today April 12, 2026

Gujarat Latest News Live : સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું નિધન, બ્રીચ કેંડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Anand: નાવખલ ફાર્મમાં ઝટકા મશીનનો વીજ કરંટ લાગતા 11 વર્ષની બાળકીનું મોત,પરિવારમાં ભારે આક્રંદ
calendar_today April 12, 2026

Anand: નાવખલ ફાર્મમાં ઝટકા મશીનનો વીજ કરંટ લાગતા 11 વર્ષની બાળકીનું મોત,પરિવારમાં ભારે આક્રંદ

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નાવખલ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નવખાલ-કિંખલોડ માર્ગ પર આવેલા એક ફાર્મમાં ચીકુ તોડવા ગયેલી 11 વર્ષીય બાળકીને ખેતરની ફરતે લગાવેલા ઝટકા મશીનનો જોરદાર વીજ કરંટ લાગતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.ચીકુ તોડવા જતી વખતે સર્જાયો અકસ્માતમળતી વિગતો અનુસાર, નાવખલ ફાર્મમાં ચીકુની વાડી આવેલી છે. અહીં 11 વર્ષની બાળકી ચીકુ તોડવા માટે ગઈ હતી. વાડીની સુરક્ષા માટે ફરતે ઝટકા મશીનના તાર લગાવવામાં આવ્યા હતા. ચીકુ તોડતી વખતે અજાણતા જ બાળકી આ તારના સંપર્કમાં આવી ગઈ હતી. તારમાં વહેતા વીજ પ્રવાહને કારણે બાળકીને જોરદાર ઝટકો લાગ્યો હતો અને તે ત્યાં જ ફસડાઈ પડી હતી.પરિવારનો ગંભીર આક્ષેપબાળકીના મોતના સમાચાર મળતા જ પરિવાર અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિજનોએ આક્ષેપ કર્યો છે કે, સામાન્ય રીતે ઝટકા મશીનમાં હળવો ઝટકો લાગે તેવો કરંટ હોય છે, પરંતુ આ કિસ્સામાં મશીનમાં ડાયરેક્ટ વીજ કરંટ આપવામાં આવ્યો હતો. આ બેદરકારીને કારણે જ બાળકીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.પોલીસ કાર્યવાહીઘટનાની જાણ થતા જ આંકલાવ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકીના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે આંકલાવ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી, ખરેખર મશીનમાં ડાયરેક્ટ કરંટ હતો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.આ પણ વાંચો:Surat: ડીંડોલીમાં રિકવરી એજન્ટોના ત્રાસથી 25 વર્ષની યુવતીનો આપઘાત, શ્રીકૃષ્ણ હેરિટેજના ધાબેથી કૂદી જીવન ટૂંકાવ્યું

Read Full Story arrow_forward