android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: ડીંડોલીમાં રિકવરી એજન્ટોના ત્રાસથી 25 વર્ષની યુવતીનો આપઘાત, શ્રીકૃષ્ણ હેરિટેજના ધાબેથી કૂદી જીવન ટૂંકાવ્યું
calendar_today April 12, 2026

Surat: ડીંડોલીમાં રિકવરી એજન્ટોના ત્રાસથી 25 વર્ષની યુવતીનો આપઘાત, શ્રીકૃષ્ણ હેરિટેજના ધાબેથી કૂદી જીવન ટૂંકાવ્યું

સુરતના ડીંડોલી વિસ્તારમાં લોન રિકવરી એજન્ટોની દાદાગીરી અને માનસિક ત્રાસનો વધુ એક ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 25 વર્ષીય સંજના નામની યુવતીએ બેંક લોનના હપ્તાની વસૂલાત માટે એજન્ટો દ્વારા આપવામાં આવતા સતત ત્રાસથી કંટાળીને શ્રીકૃષ્ણ હેરિટેજ ઈમારત પરથી પડતું મૂકી આપઘાત કરી લીધો છે.લોનના હપ્તા અને એજન્ટોનો આતંકમળતી માહિતી મુજબ, સંજનાના પરિવાર પર હોમ લોન અને બે કાર લોન ચાલી રહી હતી. આ લોનના હપ્તાઓની વસૂલાત માટે વિવિધ બેંકોના રિકવરી એજન્ટો અવારનવાર તેમના ઘરે આવતા હતા. એજન્ટો દ્વારા કરવામાં આવતી ઉઘરાણી અને માનસિક ટોર્ચરને કારણે સંજના ભારે તણાવમાં હતી. વારંવારના ત્રાસ અને સામાજિક પ્રતિષ્ઠા ખરડાવાના ડર વચ્ચે 25 વર્ષની આ યુવતીએ આખરે મોત વહાલું કરવાનું નક્કી કર્યું હતું.પરિવારમાં શોકનું મોજુંસંજનાના આપઘાતની ઘટનાથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેના પરિવારમાં માતા-પિતા, એક મોટો ભાઈ અને એક મોટી બહેન છે. હસતા-રમતા પરિવારની દીકરીએ એજન્ટોના ત્રાસે જીવ ગુમાવતા સમગ્ર ડીંડોલી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.પોલીસ તપાસ જારીઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રિકવરી એજન્ટો વિરુદ્ધ તપાસ શરૂ કરી છે કે કયા એજન્ટો અને કઈ બેંકના પ્રતિનિધિઓ સંજનાને આપઘાત માટે મજબૂર કરી રહ્યા હતા.આ પણ વાંચો: Ahmedabad: રિવરફ્રન્ટ પર સ્પીડમાં જતી કાર ડિવાઈડર કૂદીને સામા રોડ પર ચઢી ગઈ, એક્ટિવા ચાલકને બચાવવા જતા સર્જાયો અકસ્માત

Read Full Story arrow_forward
Ahmedabad: રિવરફ્રન્ટ પર સ્પીડમાં જતી કાર ડિવાઈડર કૂદીને સામા રોડ પર ચઢી ગઈ, એક્ટિવા ચાલકને બચાવવા જતા સર્જાયો અકસ્માત
calendar_today April 12, 2026

Ahmedabad: રિવરફ્રન્ટ પર સ્પીડમાં જતી કાર ડિવાઈડર કૂદીને સામા રોડ પર ચઢી ગઈ, એક્ટિવા ચાલકને બચાવવા જતા સર્જાયો અકસ્માત

અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા રિવરફ્રન્ટ રોડ પર ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. રિવરફ્રન્ટ પર ક્રિકેટ રમવા આવેલા એક યુવકની કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર પહોંચી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ વાહન અને જાહેર મિલકતને મોટું નુકસાન પહોંચ્યું છે.કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર પહોંચીમળતી માહિતી મુજબ, કાર ચાલક યુવક રિવરફ્રન્ટ પર ક્રિકેટ રમીને પરત ફરી રહ્યો હતો અથવા ત્યાં આવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક એક્ટિવા ચાલક વચ્ચે આવી જતાં તેને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર સ્પીડમાં હોવાથી તે સીધી રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને તેને કૂદીને રોડની બીજી બાજુ એટલે કે સામેના ટ્રેક પર પટકાઈ હતી.ટ્રાફિક પોલીસે શરૂ કરી તપાસઅકસ્માત એટલો જોરદાર હતો કે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું છે, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિવાઈડરને પણ નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારને રોડ પરથી દૂર કરી ટ્રાફિક વ્યવસ્થિત કર્યો હતો. હાલમાં ટ્રાફિક પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Ahmedabad: પોપ્યુલર બિલ્ડર ગ્રુપના દશરથ પટેલની ધરપકડ, સાણંદ અને બોપલમાં જમીન છેતરપિંડીના કેસમાં પોલીસની કાર્યવાહી

Read Full Story arrow_forward
Ahmedabad: પોપ્યુલર બિલ્ડર ગ્રુપના દશરથ પટેલની ધરપકડ, સાણંદ અને બોપલમાં જમીન છેતરપિંડીના કેસમાં પોલીસની કાર્યવાહી
calendar_today April 12, 2026

Ahmedabad: પોપ્યુલર બિલ્ડર ગ્રુપના દશરથ પટેલની ધરપકડ, સાણંદ અને બોપલમાં જમીન છેતરપિંડીના કેસમાં પોલીસની કાર્યવાહી

અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રના મોટા ગજાના ગણાતા પોપ્યુલર બિલ્ડર ગ્રુપ પર ફરી એકવાર કાયદાનો સકંજો કસાયો છે. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલના ભાઈ દશરથ પટેલની અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સાણંદ અને બોપલ પોલીસ મથકે નોંધાયેલા જમીન છેતરપિંડીના ગુનાઓમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરના માલિકની ધરપકડદશરથ પટેલ વિરુદ્ધ 25 નવેમ્બર 2022 ના રોજ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આક્ષેપ મુજબ, સાણંદ તાલુકાના ગોધાવી વિસ્તારમાં જમીનના બોગસ દસ્તાવેજો બનાવીને કરોડોની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ જમીન કૌભાંડમાં દશરથ પટેલનું નામ ખુલતા તેઓ પોલીસ રડાર પર હતા. આખરે ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે તેમની અટકાયત કરી સાણંદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.બિલ્ડર લોબીમાં ચર્ચાનો વિષયપોપ્યુલર બિલ્ડર ગ્રુપ અગાઉ પણ અનેક વિવાદો અને પારિવારિક ઝઘડાઓને કારણે ચર્ચામાં રહ્યું છે. અગાઉ રમણ પટેલ અને મૌનંગ પટેલ સામે પણ અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે. હવે દશરથ પટેલની ધરપકડ થતા બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કયા કયા સફેદપોશ શખ્સો સામેલ છે અને બોગસ દસ્તાવેજો બનાવવામાં કોણે મદદ કરી હતી.આ પણ વાંચો: Navsari: ઓઝરપાડામાં ડ્રોન કેમેરાની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ, 94 છોડ સાથે એક ધરપકડ

Read Full Story arrow_forward