android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: અકોટામાં ડિવાઈડર કૂદીને કાર સીધી ઘરમાં ઘૂસી, નબીરાઓ નશામાં હોવાની આશંકા
calendar_today April 9, 2026

Vadodara: અકોટામાં ડિવાઈડર કૂદીને કાર સીધી ઘરમાં ઘૂસી, નબીરાઓ નશામાં હોવાની આશંકા

વડોદરામાં બેફામ ગતિએ વાહન હંકારતા ચાલકોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના પોશ ગણાતા અકોટા વિસ્તારમાં વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેકાબૂ કાર ડિવાઈડર કૂદીને સીધી જ રસ્તા પાસે આવેલા ઘરમાં ઘૂસી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના કાળજું કંપાવનારા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.અક્ષરધામ સોસાયટીમાં વહેલી સવારે સર્જાયો અકસ્માતઘટનાની વિગત મુજબ, અકોટાની અક્ષરધામ સોસાયટી પાસે વહેલી સવારે જ્યારે લોકો નિદ્રાધીન હતા, ત્યારે એક પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર એટલી ગતિમાં હતી કે તે ડિવાઈડર સાથે અથડાઈને તેને કૂદી ગઈ હતી અને સીધી જ સોસાયટીના એક મકાનમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે વહેલી સવારનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે.નશામાં ધૂત હોવાની આશંકા અને ધરપકડઅકસ્માત બાદ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. કાર ચાલકની હરકતો જોતા તે નશાની હાલતમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ જે.પી. રોડ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર એક વ્યક્તિની અટકાયત કરી છે.ચાલકનું બ્લડ સેમ્પલ લઈને તે નશામાં હતો કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી છે.CCTVમાં કેદ થઈ લાઇવ ટક્કરસોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર કેવી રીતે ઉડતી આવીને મકાન સાથે અથડાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરીજનોમાં નશાખોર નબીરાઓ સામે રોષ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો: Surat: લિંબાયતમાં આતંક મચાવનાર ગુંડાઓનું રુસ્તમ પાર્કમાં જ જાહેરમાં કાઢ્યું સરઘસ

Read Full Story arrow_forward
Gandhinagar News: ચૂંટણીતંત્રની અંધાધૂંધી, આચાર્યોને પટ્ટાવાળાની અને નિવૃત્તોને પ્રિસાઈડિંગની કામગીરી સોંપાઈ
calendar_today April 9, 2026

Gandhinagar News: ચૂંટણીતંત્રની અંધાધૂંધી, આચાર્યોને પટ્ટાવાળાની અને નિવૃત્તોને પ્રિસાઈડિંગની કામગીરી સોંપાઈ

સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર તૈયારીમાં લાગ્યું છે. આ વખતે રેગ્યુલર સહિત નિવૃત્ત શિક્ષકોને બૂથની બહારની કામગીરીની સાથે પ્રિસાઈડિંગ ઓફ્સિરના ઓર્ડર આપાતા વિવાદ સર્જાયો છે. ૩૦ હજારથી વધુ કર્મચારીઓની જરૂરિયાત સામે તંત્ર દ્વારા આડેધડ નિમણૂકો કરાતા શિક્ષકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ચૂંટણી સ્ટાફની અછતને પગલે પટ્ટાવાળાની કામગીરી આચાર્યોને સોંપાતા તેઓ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ભૂલોને કારણે હોદ્દાની ગરિમા જળવાઈ નથી ચૂંટણી તંત્રની ગંભીર બેદરકારી ત્યારે સામે આવી જ્યારે અનેક શાળાના આચાર્યો અને એચ-ટાટ મુખ્ય શિક્ષકોને પટ્ટાવાળા તરીકેની કામગીરીના ઓર્ડર પધરાવી દેવામાં આવ્યા છે. જે આચાર્યો આખી શાળાનું સંચાલન કરે છે. તેમને વર્ગ-૪ ની કામગીરી સોંપાતા શિક્ષક સંગઠનોમાં રોષ ફાટી નીકળ્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે ડેટા એન્ટ્રીમાં થયેલી ભૂલોને કારણે હોદ્દાની ગરિમા જળવાઈ નથી. બૂથ લેવલ ઓફ્સિર તરીકે ફરજ બજાવી રહ્યા છે છેલ્લા ત્રણ મહિનાથી યુનિવર્સિટી, કોલેજ અને સરકારી શાળાના જે કર્મચારીઓ બૂથ લેવલ ઓફ્સિર તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમને હવે આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર તરીકેના ઓર્ડર અપાયા છે. બીએલઓની મુખ્ય કામગીરી મતદાનના દિવસે બૂથની બહાર રહીને મતદારોને સહાય કરવાની હોય છે, જ્યારે આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગે બૂથની અંદર કાર્યરત રહેવાનું હોય છે. આ પણ વાંચોઃ Vadodara: સોખડા જિલ્લા પંચાયતના સદસ્ય 24 કલાક પહેલા ભાજપને ભાંડનારા કિરણ રાઠોડ ફરી ભાજપના શરણે

Read Full Story arrow_forward
22K 24K Gold Price Today: 9 એપ્રિલે ફરી ઘટ્યો સોના ચાંદીનો ભાવ, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
calendar_today April 9, 2026

22K 24K Gold Price Today: 9 એપ્રિલે ફરી ઘટ્યો સોના ચાંદીનો ભાવ, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

ગુરુવાર 9 એપ્રિલના રોજ સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગની શરૂઆતમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો થયો હતો. આ લખતી વખતે 5 જૂન, 2026 ની સમાપ્તિ તારીખવાળા સોનાના વાયદાના કરાર, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આશરે ₹420 ના ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા. આજે સોનાનો ભાવMCX પર, સોનાના વાયદા ₹1,50,647 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યા હતા. પાછલા ટ્રેડિંગ દિવસે, MCX પર સોનું ₹1,51,776 પર બંધ થયું હતું. સવારે 9:50 વાગ્યાની આસપાસ, સોનાના વાયદા ₹1,51,357 પર ટ્રેડિંગ કરી રહ્યા હતા, જે 0.28 ટકા ઘટીને હતા. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન, સોનાના વાયદા ₹1,51,452 ની ઊંચી સપાટીને સ્પર્શી ગયા હતા. ચાલો આજે તમારા શહેરમાં આ કિંમતી ધાતુઓના વર્તમાન ભાવો પર એક નજર કરીએ.આજે ચાંદીનો ભાવ એમસીએક્સ પર 5મે, 2026ની સમાપ્તિ તારીખ ધરાવતા ચાંદીના કરાર 1.13 ટકા અથવા ₹2710 ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ચાંદીનો ટ્રેડિંગ દિવસ ₹235850 થી શરૂ થયો હતો. દિવસના ટ્રેડિંગ સત્ર દરમિયાન ચાંદીનો ઉચ્ચતમ ભાવ ₹2,37,589 હતો.દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં, 10 ગ્રામ ચાંદી હાલમાં ₹2601ના ભાવે વેચાઈ રહી છે. દરમિયાન, 100 ગ્રામ ચાંદી ખરીદવા માંગતા ગ્રાહકોએ ₹26010 ચૂકવવા પડશે. ચેન્નાઈમાં, ૧૦ ગ્રામ ચાંદીનો ભાવ હાલમાં ₹2651 છે.મોટા શહેરોમાં સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર )શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામઅમદાવાદ 1,51,530 1,38,900વડોદરા 1,51,530 1,38,900રાજકોટ 1,51,530 1,38,900સુરત 1,51,530 1,38,900મુંબઇ 1,51,480 1,38,850દિલ્હી 1,51,630 1,39,000આ પણ વાંચો-  Petrol Diesel Price Today: ગુરુવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર..જાણો 1 લિટરનો લેટેસ્ટ રેટ

Read Full Story arrow_forward