android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara પંથકમાં વાતાવરણનો મિજાજ બદલાયો: ડેસરના અનેક ગામોમાં મેઘરાજાની તોફાની બેટિંગ
calendar_today April 7, 2026

Vadodara પંથકમાં વાતાવરણનો મિજાજ બદલાયો: ડેસરના અનેક ગામોમાં મેઘરાજાની તોફાની બેટિંગ

હવામાન વિભાગની આગાહીના પગલે વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં આજે કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. ભયંકર વાવાઝોડા અને તેજ પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદે સમગ્ર પંથકમાં ભારે તારાજી સર્જી છે. ડેસર સહિત તાલુકાના અનેક ગામોમાં વૃક્ષો ધરાશાયી થવા અને મકાનોના છાપરા ઉડવાની ઘટનાઓ સામે આવતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.ગામડાઓમાં પાયમાલી અને પશુનું મોત ડેસર તાલુકાના ઈટવાડ, વાંટા, વર્ણોલી, વાલાવાવ, વેજપુર, પ્રતાપપુરા, સિહોરા, વરસડા અને જાંબુગોલ સહિતના ગામોમાં કુદરતી આફત ત્રાટકી છે. ડેસર APMC ગ્રાઉન્ડમાં લીમડાના ઘટાદાર વૃક્ષો ધરાશાયી થતા તેની નીચે દબાઈ જવાથી અનેક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. દુખદ રીતે, એપીએમસીની દીવાલ ધરાશાયી થતા એક ભેંસ તેની નીચે દબાઈ ગઈ હતી અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. વાલાવાવ ચોકડી ખાતે અનેક દુકાનોના પતરા હવામાં ઉડ્યા હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે. ખેતીના પાકને મોટું નુકસાન, ખેડૂતો ચિંતાતુર આ કમોસમી માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. APMC માં રાખવામાં આવેલી તમાકુની સંખ્યાબંધ ગુણો વરસાદી પાણીમાં પલળી ગઈ છે, જેનાથી વેપારીઓ અને ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. ખેતરોમાં ઉભા પાક એવા તમાકુ, બાજરી અને શાકભાજીને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના જીવ અત્યારે તાળવે ચોંટ્યા છે અને હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાંથી વધુ નુકસાનના સમાચાર મળી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર
calendar_today April 7, 2026

Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આ વખતે ચૂંટણી મેદાનમાં માત્ર દિગ્ગજ નેતાઓ જ નહીં, પરંતુ રુચિકર ચૂંટણી ચિન્હો વચ્ચે પણ ખરાખરીનો જંગ ખેલાશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા માન્ય રાજકીય પક્ષો, અમાન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો માટે પ્રતીકોનું વિગતવાર લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.માન્ય પક્ષોના હથિયાર તૈયાર આગામી ચૂંટણીમાં કુલ 14 માન્ય પક્ષો મેદાનમાં છે. ભાજપનું 'કમળ', કોંગ્રેસનો 'હાથ' અને આપનું 'ઝાડુ' તો જાણીતા જ છે, પરંતુ આ વખતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (શરદ પવાર) 'ભૂંગળ વગાડતા માણસ' ના ચિન્હ સાથે અને ભારત આદિવાસી પાર્ટી 'હોકી-દડો' લઈને મતદારો સુધી પહોંચશે. આ ઉપરાંત BSP પાસે 'હાથી' અને સમાજવાદી પાર્ટી પાસે 'સાયકલ' જેવા મજબૂત ચિન્હો છે. અમાન્ય પક્ષો અને આધુનિક પ્રતીકો ચૂંટણી આયોગે 55 અમાન્ય પક્ષો ની યાદી પણ જાહેર કરી છે. જેમાં 'ગેસ સિલિન્ડર', 'ઓટોરીક્ષા', 'કોમ્પ્યુટર', 'લેપટોપ' અને 'સીસીટીવી કેમેરા' જેવા આધુનિક પ્રતીકોની ફાળવણી કરવામાં આવી છે. 'આમ ભારત પાર્ટી' કીટલી અને 'બહુજન મુક્તિ પાર્ટી' ખાટલાના ચિન્હ સાથે પ્રચાર કરશે. નોંધનીય છે કે મહાગુજરાત જનતા પાર્ટી અને યુવા જાગૃતિ દળ ને ડી-લિસ્ટ કરવામાં આવ્યા છે. અપક્ષો માટે 144 મુક્ત પ્રતીકોનો ખજાનો જે ઉમેદવારો કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા નથી, તેમના માટે આયોગે 144 મુક્ત પ્રતીકો રાખ્યા છે. આ લિસ્ટમાં 'એરકન્ડિશનર', 'રોબોટ', 'પેન ડ્રાઈવ', 'હેડફોન' થી લઈને ગ્રામીણ જીવન સાથે જોડાયેલા 'વેલણ-પાટલી', 'કૂવો', 'હાથ રેહડી' અને 'માચીસ' જેવા પ્રતીકોનો સમાવેશ થાય છે. ગ્રામીણ મતદારો માટે ઉમેદવારની સાચી ઓળખ ચૂંટણી પ્રતીક એ માત્ર ચિન્હ નથી, પણ અભણ અને ગ્રામીણ મતદારો માટે ઉમેદવારની સાચી ઓળખ છે. હવે જોવાનું એ રહેશે કે ઉમેદવારો પોતાના ચિન્હને કેટલી અસરકારક રીતે મતદારોના મન સુધી પહોંચાડે છે. આ પણ વાંચો----     Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી

Read Full Story arrow_forward
Goa: ખાનગી કારે સ્કૂટર સવારને મારી ટક્કર, યુવતીનું થયુ મોત,  ડ્રાઇવરની પોલીસે કરી ધરપકડ
calendar_today April 7, 2026

Goa: ખાનગી કારે સ્કૂટર સવારને મારી ટક્કર, યુવતીનું થયુ મોત, ડ્રાઇવરની પોલીસે કરી ધરપકડ

અકસ્માત સમયે કાર પર કામચલાઉ નંબર પ્લેટ હતી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. યુવતીનું ઘટનાસ્થળે જ મોત ગોવાની રાજધાની પણજીમાં માર્ગ અકસ્માત થયો હતો. દોના પૌલા વિસ્તારમાં ઝડપી કારે સ્કૂટરને ટક્કર મારી, જેમાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું અને યુવાન ગંભીર રીતે ઘાયલ થયો. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત ત્યારે થયો જ્યારે વાસ્કોનો રહેવાસી ડેરિયસ નામનો 21 વર્ષીય યુવક કાર ચલાવી રહ્યો હતો. ત્યારે તેની કાર સ્કૂટરને ટક્કર મારી. ટક્કર એટલી ગંભીર હતી કે સ્કૂટર સવાર યુવક અને યુવતી રસ્તા પરથી પટકાઈ ગયા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. તબીબે મીરામારની રહેવાસી દીક્ષા પરવાડકરને મૃત જાહેર કરી હતી. અન્ય ઘાયલ અરુણ કુમાર સારવાર હેઠળ છે અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને સાક્ષીઓના નિવેદનો નોંધી રહી છે. આરોપી ડેરિયસ એક વેપારીનો પુત્ર છે અને તેની ઉંમર લગભગ 22 વર્ષ હોવાનું માનવામાં આવે છે. પોલીસે આરોપીની ધરપકડ કરી પોલીસે સોમવારે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી હતી. ભારતીય દંડ સંહિતાની કલમ 106(1), 125(B) અને 281 હેઠળ તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને અકસ્માતના તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. પોલીસે મૃતકના પરિવારને જાણ કરી છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે. આ અકસ્માતે ફરી એકવાર ઝડપી અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના જોખમોને ઉજાગર કર્યા છે. આ પણ વાંચોઃ કલ્પક્કમ રિએક્ટર કેવી રીતે બનશે ભારત માટે ગેમ-ચેન્જર? જાણો

Read Full Story arrow_forward