android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand : ગણેશ ચોકડી પાસે રસ્તો બંધ કરાતા વાહનચાલકો લાલઘૂમ, પોલીસને હાંસિયામાં ધકેલી જનતાએ જાતે જ રસ્તો ખોલી નાખ્યો
calendar_today April 7, 2026

Anand : ગણેશ ચોકડી પાસે રસ્તો બંધ કરાતા વાહનચાલકો લાલઘૂમ, પોલીસને હાંસિયામાં ધકેલી જનતાએ જાતે જ રસ્તો ખોલી નાખ્યો

આણંદ શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતી ગણેશ ચોકડી પાસે આજે સવારે ભારે હોબાળો મચી ગયો હતો. ઓવરબ્રિજની કામગીરી માટે વહીવટી તંત્ર દ્વારા અચાનક રસ્તો બંધ કરી દેવામાં આવતા વાહનચાલકો અને તંત્ર સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે રોષે ભરાયેલા નાગરિકોએ પોલીસની હાજરીમાં જ બેરિકેટ્સ હટાવી રસ્તો ખોલી નાખ્યો હતો.ગડર બેસાડવાના કામ માટે રોડ કરાયો બંધ મળતી માહિતી મુજબ, ગણેશ ચોકડીથી અમૂલ ડેરી રોડ પર બની રહેલા ઓવરબ્રિજના પીલ્લર પર ગડર બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 6 એપ્રિલથી 11 એપ્રિલ સુધી આ માર્ગ બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જોકે, આજે સવારથી અમલ શરૂ થતા જ અંધાધૂંધી ફેલાઈ હતી. 200 મીટર માટે 2 કિલોમીટરનો ફેરો વાહનચાલકોનો મુખ્ય વિરોધ એ હતો કે માત્ર 200 મીટરનું અંતર કાપવા માટે તેમને 2 કિલોમીટરનો લાંબો ફેરો ખાવાની ફરજ પાડવામાં આવી હતી. અગાઉથી કોઈ જાણકારી વિના અચાનક ડાયવર્ઝન આપી દેતા નોકરિયાતો અને વિદ્યાર્થીઓ અટવાયા હતા. આ મુદ્દે ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. પોલીસ જોતી રહી ને જનતાએ રસ્તો ખોલ્યો લોકોનો આક્રોશ એટલો તીવ્ર હતો કે વાહનચાલકોએ જાતે જ રસ્તા પર લગાવેલા આડશ અને બેરિકેટ્સ હટાવવાનું શરૂ કર્યું હતું. સ્થળ પર તૈનાત ટ્રાફિક પોલીસ લાચાર બની આ દ્રશ્યો જોતી રહી હતી અને અંતે વાહનચાલકોએ બળપૂર્વક રસ્તો ખુલ્લો કરાવી દીધો હતો. હાલ આ વિસ્તારમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે અને વહીવટી તંત્ર હવે શું વચલો રસ્તો કાઢે છે તેના પર સૌની નજર છે. આ પણ વાંચો---    Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી

Read Full Story arrow_forward
Navsari : બીલીમોરામાં જ્વેલર્સ માલિક પર ધોળા દિવસે ફાયરિંગની ઘટના, ગોળી વાગી હોવા છતાં વેપારીએ હિંમતપૂર્વક સામનો કરતા લૂંટારા ભાગ્યા
calendar_today April 7, 2026

Navsari : બીલીમોરામાં જ્વેલર્સ માલિક પર ધોળા દિવસે ફાયરિંગની ઘટના, ગોળી વાગી હોવા છતાં વેપારીએ હિંમતપૂર્વક સામનો કરતા લૂંટારા ભાગ્યા

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ધોળા દિવસે ફાયરિંગની સનસનાટીભર્યા ઘટના સામે આવી છે. શહેરના ભરચક ગણાતા ગૌહરબાગ વિસ્તારમાં આવેલી 'ચંચળ જ્વેલર્સ' નામની દુકાનમાં લૂંટના ઈરાદે ઘૂસેલા ત્રણ અજાણ્યા બદમાશોએ જ્વેલર્સ માલિક પર ગોળીબાર કર્યો હતો. સમગ્ર ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે.હિંમતવાન માલિક સામે લૂંટારુઓ હાર્યા પ્રાપ્ત વિગતો અનુસાર, બીલીમોરાના ગૌહરબાગ સ્થિત ચંચળ જ્વેલર્સમાં ત્રણ શખ્સો ગ્રાહકના સ્વાંગમાં લૂંટ કરવાના ઈરાદે ઘૂસ્યા હતા. આ ટોળકીએ જ્વેલર્સના માલિકને બંદૂકની અણીએ ડરાવવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ તેમના પર ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગવા છતાં દુકાનદારની અદમ્ય હિંમત જોઈ લૂંટારુઓ ગભરાઈ ગયા હતા. માલિકે પ્રતિકાર કરતા લૂંટારુઓએ કંઈ પણ લીધા વિના ત્યાંથી ભાગવું પડ્યું હતું. માલિકની હાલત ગંભીર, હોસ્પિટલમાં સારવાર હેઠળ આ હુમલામાં જ્વેલર્સના માલિકને ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે ઘટનાની જાણ થતા જ નવસારી પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓની ઓળખ કરવા અને તેમને પકડવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી છે. ધોળા દિવસે થયેલા આ ફાયરિંગથી બીલીમોરાના વેપારી આલમમાં ભારે ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે.આ પણ વાંચો---     Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી

Read Full Story arrow_forward
Rishikesh Seaplane Trial: ઋષિકેશમાં ગંગા નદી પર સી પ્લેનનું સફળ ટ્રાયલ લેન્ડિંગ.. જુઓ Video
calendar_today April 7, 2026

Rishikesh Seaplane Trial: ઋષિકેશમાં ગંગા નદી પર સી પ્લેનનું સફળ ટ્રાયલ લેન્ડિંગ.. જુઓ Video

ઉત્તરાખંડના પર્યટન અને પરિવહન ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ઋષિકેશમાં પવિત્ર ગંગા નદીના કિનારે સી-પ્લેન (Seaplane) નું સફળ ટ્રાયલ લેન્ડિંગ કરવામાં આવ્યું છે, જેણે રાજ્યમાં પ્રવાસનની નવી ક્ષિતિજો ખોલી દીધી છે. આ સફળ પરીક્ષણ બાદ હવે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં પહોંચવું વધુ સરળ અને રોમાંચક બનશે. સફળ પરીક્ષણની વિગતોખાનગી કંપની 'સ્કાય હોપ' દ્વારા નિષ્ણાતોની દેખરેખ હેઠળ 6 એપ્રિલ, 2026 ના રોજ સાંજે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ક્ષમતા: આ સી-પ્લેન 19 બેઠકો ધરાવતું વિશિષ્ટ વિમાન છે. ટ્રાયલ: વિમાને ગંગાના પાણીમાં બે વાર સફળતાપૂર્વક ઉડાન ભરી અને સુરક્ષિત લેન્ડિંગ કર્યું. નિરીક્ષણ: ટ્રાયલ દરમિયાન પશુલોક બેરેજ અને ચિલ્લા કેનાલનું હવાઈ સર્વેક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ઉત્તરાખંડ જલ વિદ્યુત નિગમ લિમિટેડ (UJVNL) ના મેનેજિંગ ડિરેક્ટર અજય કુમાર સિંહે આ ઘટનાને રાજ્ય માટે મોટી ઉપલબ્ધિ ગણાવી છે. ભવિષ્યનું આયોજનમુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં સરકાર આધુનિક પરિવહન માળખાને વેગ આપી રહી છે. ઋષિકેશ બાદ હવે સરકારની યોજના **તેહરી તળાવ** અને **નૈનિતાલ** જેવી જળરાશિઓ પર પણ સી-પ્લેન સેવા શરૂ કરવાની છે. આ પગલાથી ઉત્તરાખંડ દેશના પ્રમુખ સી-પ્લેન ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવશે. સી-પ્લેન શું છે?સી-પ્લેન એક એવું વિમાન છે જે જમીન ઉપરાંત પાણીની સપાટી (નદી, તળાવ કે સમુદ્ર) પરથી ઉડાન ભરી શકે છે અને ઉતરાણ કરી શકે છે. જરૂરિયાત:તેને ટેકઓફ માટે માત્ર 300 થી 500 મીટર પાણીની સપાટીની જરૂર પડે છે.મુસાફરો: સામાન્ય રીતે તેમાં 12 થી 19 લોકો બેસી શકે છે.  રાજ્યને થનારા ફાયદાપર્યટનમાં ઉછાળો: રાફ્ટિંગ અને બંજી જમ્પિંગની જેમ સી-પ્લેન પ્રવાસીઓ માટે નવું આકર્ષણ બનશે. ઝડપી કનેક્ટિવિટી: પહાડી અને દૂરના વિસ્તારોમાં પહોંચવાનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. આફત વ્યવસ્થાપન: ઉત્તરાખંડ જેવી ભૌગોલિક સ્થિતિ ધરાવતા રાજ્યમાં કુદરતી આફતો સમયે રાહત અને બચાવ કામગીરીમાં આ વિમાન આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. સ્થાનિક અર્થતંત્ર: પ્રવાસન વધવાથી રોજગારીની નવી તકો ઊભી થશે અને સ્થાનિક લોકોની આવકમાં વધારો થશે. ઋષિકેશમાં થયેલું આ સફળ પરીક્ષણ ઉત્તરાખંડને એક આધુનિક અને ગતિશીલ પર્યટન સ્થળ તરીકે સ્થાપિત કરવા તરફનું મજબૂત ડગલું છે.આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?

Read Full Story arrow_forward