android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે કાચા પડ્યા: કુમાર કાનાણી
calendar_today April 7, 2026

Surat News: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે કાચા પડ્યા: કુમાર કાનાણી

સુરતમાં વોર્ડ નંબર ચારના મધ્યસ્થ કાર્યાલયમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે લોકોને સાચી વાત સમજાવવામાં કાચા પડ્યા છીએ. કૌભાંડ કરનારા ચૂંટણી આવતા જ સુંદરકાંડના પાઠ કરે છે. આ વાત આપણે લોકોને સમજાવવી પડશે. RTE હેઠળ લાખો વિદ્યાર્થી પ્રાઇવેટ શાળામાં ભણે છે. આ વાત આપણે લોકો સુધી મૂકી ન શક્યા. આપણે લોકોના આરોગ્ય માટે પણ પૈસા નથી લેતા. પરંતુ વિપક્ષના નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા છે. આપણે લોકોને સમજાવવામાં અસફળ રહ્યા છીએ. કૌભાંડ કરનારા ચૂંટણી આવતા જ સુંદરકાંડના પાઠ કરે છે તેમણે કહ્યું હતું કે, કૌભાંડ કરનારા ચૂંટણી આવતા જ સુંદરકાંડના પાઠ કરે છે. આપણે આ વાત લોકોને કહેવી પડશે. આપ વાળાએ લોકોને ક્યારેય એવું નથી કહ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થજો તમને સારવાર મફત મળશે.એ લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે લોકોને સમજાવવામાં અસફળ થયા. પાંચ વર્ષ સુધી રેશનીંગ કૌભાંડ અને બાંધકામ કૌભાંડ કરનારા આપિયા ચૂંટણી આવતા જ હવે સુંદરકાંડ કરે છે.રામ નવમીનો જેને વિરોધ કર્યો એ જ આજે લોકોને રામનવમીની શુભેચ્છા પાઠવે છે, કથામાં જાય છે, સાધુ સંતોના પગમાં પડે છે.આ વાત લોકોને આપણે કહેવી પડશે

Read Full Story arrow_forward
Surat: કાપોદ્રા બ્રિજ પરથી અજાણી મહિલાએ તાપી નદીમાં પડતું મૂક્યું, ફાયર વિભાગ દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
calendar_today April 7, 2026

Surat: કાપોદ્રા બ્રિજ પરથી અજાણી મહિલાએ તાપી નદીમાં પડતું મૂક્યું, ફાયર વિભાગ દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

સુરત શહેરમાંથી ફરી એકવાર આપઘાતના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના કાપોદ્રા બ્રિજ પરથી આજે એક અજાણી મહિલાએ અચાનક તાપી નદીના ઉંડા પાણીમાં છલાંગ લગાવી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને નજરે જોનારા લોકોમાં ભારે ફફડાટ અને હડકંપ જોવા મળ્યો હતો.સ્થાનિકોમાં મચી ગઈ દોડધામ પ્રાપ્ત વિગતો અનુસાર, કાપોદ્રા બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક મહિલાએ અચાનક ઉભા રહી નદીમાં ઝંપલાવ્યું હતું. લોકો કંઈ સમજે તે પહેલા જ મહિલા પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ બ્રિજ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. રેસ્ક્યુ ઓપરેશન અને તપાસ ઘટનાની ગંભીરતાને જોતા કાપોદ્રા પોલીસ અને ફાયર વિભાગની ટીમ કાફલા સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા નદીમાં બોટ ઉતારી મહિલાની શોધખોળ માટે સઘન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી મહિલાની ઓળખ થઈ શકી નથી. વિસ્તારમાં ચિંતાનો માહોલ આ કરુણ ઘટનાને પગલે કાપોદ્રા અને આસપાસના વિસ્તારમાં ગભરાટ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મહિલાએ કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે હજુ સુધી રહસ્ય અકબંધ છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને મહિલાની ઓળખ કરવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ ગુમ થયેલ વ્યક્તિઓની યાદી તપાસવાનું શરૂ કર્યું છે.આ પણ વાંચો----      Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી

Read Full Story arrow_forward
8 એપ્રિલથી હવાઈ મુસાફરી થશે મોંઘી, AIR INDIA ના ભાડામાં વધારો, જાણો કેટલો ખર્ચ વધશે
calendar_today April 7, 2026

8 એપ્રિલથી હવાઈ મુસાફરી થશે મોંઘી, AIR INDIA ના ભાડામાં વધારો, જાણો કેટલો ખર્ચ વધશે

જો તમે આગામી દિવસોમાં એર ઈન્ડિયા દ્વારા મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ, તો તમારે તમારી ટિકિટ માટે વધુ કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે. ટાટા ગ્રુપની એર ઈન્ડિયાએ જાહેરાત કરી છે કે 8 એપ્રિલ, 2026 થી તેમના ઈંધણ સરચાર્જમાં ફેરફાર કરવામાં આવશે. આ નિર્ણયને કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રૂટ પર ટિકિટના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. કેમ વધ્યા ભાવ? કંપનીના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ઇંધણના ભાવમાં અણધારી તેજી જોવા મળી છે. ફેબ્રુઆરીના અંતમાં જે ઇંધણનો ભાવ પ્રતિ બેરલ $99.40 હતો, તે 27 માર્ચ સુધીમાં વધીને $195.19 થઈ ગયો છે. આ લગભગ 100% નો વધારો છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને રિફાઇનરી માર્જિનમાં વધારાને કારણે એરલાઇન્સ માટે સંચાલન ખર્ચ અસહ્ય બની ગયો છે, જેને પગલે આ બોજ મુસાફરો પર નાખવાની ફરજ પડી છે. નવું સરચાર્જ માળખું (સ્થાનિક ફ્લાઇટ્સ) એર ઈન્ડિયાએ હવે ફ્લેટ રેટને બદલે અંતરના આધારે સરચાર્જ વસૂલવાનું નક્કી કર્યું છે: 0 થી 500 કિમી: ₹299 501 થી 1,000 કિમી: ₹399 1,001 થી 1,500 કિમી: ₹549 1,501 થી 2,000 કિમી: ₹749 2,000 કિમીથી વધુ: ₹899 કોને અસર થશે અને કોને નહીં? આ વધારા અંગે સ્પષ્ટતા કરતા એરલાઇને જણાવ્યું છે કે, જે મુસાફરોએ આ નવો નિયમ લાગુ થયા પહેલા (8 એપ્રિલ પહેલા) ટિકિટ બુક કરાવી લીધી છે, તેમને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. જોકે, જો કોઈ ગ્રાહક પોતાની મુસાફરીની તારીખ કે રૂટમાં ફેરફાર કરાવશે અને ભાડાની પુનઃગણતરી થશે, તો તેમને નવા દરો મુજબ પૈસા ચૂકવવા પડશે. આંતરરાષ્ટ્રીય રૂટ પર પણ સરચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેનાથી વિદેશ જતી ફ્લાઇટ્સના ભાડામાં પણ વધારો થશે. નિષ્ણાતોના મતે, જેટ ફ્યુઅલના ભાવમાં જો રાહત નહીં મળે, તો આગામી સમયમાં અન્ય એરલાઇન્સ પણ એર ઈન્ડિયાના પગલે ચાલીને ભાડામાં વધારો કરી શકે છે. હાલ પૂરતું, ઉનાળાના વેકેશનમાં મુસાફરીનું આયોજન કરી રહેલા લોકો માટે આ સમાચાર ચિંતાજનક સાબિત થઈ શકે છે. આ પણ વાંચોઃ ડ્રોન, વિસ્ફોટ, મિસાઇલ એટેક થયા બાદ એ જગ્યા પર શું શું થાય છે? ચોંકાવી દેશે તેની ઇનસાઇડ સ્ટોરી

Read Full Story arrow_forward