android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ashok Kharat કેસ મામલે વધુ એક મોટો ખુલાસો, 2 મહિલા પોલીસ અધિકારીઓ પણ હતી સંપર્કમાં
calendar_today April 7, 2026

Ashok Kharat કેસ મામલે વધુ એક મોટો ખુલાસો, 2 મહિલા પોલીસ અધિકારીઓ પણ હતી સંપર્કમાં

મહારાષ્ટ્રના નાસિકમાં કુખ્યાત અશોક ખરાટ કેસની તપાસ SIT કરી રહી છે. તપાસ દરમિયાન રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે, આ કેસમાં વધુ એક નવો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ બે મહિલા પોલીસ અધિકારીઓ અશોક ખરાટના સંપર્કમાં હતા.એક IAS અધિકારી પછી અશોક ખરાટ કેસમાં બે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. બે મહિલા પોલીસ અધિકારીઓ ખરાટના સંપર્કમાં હતા. એક ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) છે અને બીજા ACP છે. મહિલા અધિકારી ખરાટના સંપર્કમાં કેમ હતી? તેમણે ઈચ્છિત પોસ્ટિંગ મેળવવા માટે અશોક ખરાટનો સંપર્ક કર્યો હતો કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તપાસમાં એ પણ તપાસ થવાની શક્યતા છે કે તેમની અને ખરાટ વચ્ચે કોઈ નાણાકીય વ્યવહારો થયા છે કે કેમ. અશોક ખરાટે મહિલાઓનું જાતીય શોષણ કર્યાની કબૂલાત કરી છે. એવું બહાર આવ્યું છે કે તેણે મહિલાઓને લલચાવવા માટે જે "યુક્તિ"નો ઉપયોગ કર્યો હતો તેને "વિજ્ઞાન" ગણાવ્યું હતું. SIT તપાસ કરી રહી છે કે શું તેને આ જઘન્ય ગુનામાં આ મહિલા અધિકારીઓ પાસેથી કોઈ મદદ મળી હતી. મહિલાઓને ધમકાવતો અને શોષણ કરતો ખરાટે કબૂલ્યું છે કે તેણે કોઈ જાદુ દ્વારા નહીં પણ મહિલાઓને ધમકાવવા અને શોષણ કરવા માટે તમામ માધ્યમોનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન અશોક ખરાટનો પુત્ર હર્ષવર્ધન ફરીથી SIT ટીમના સંપર્કમાં આવ્યો છે. તેની અને તેની બહેનની આજે પૂછપરછ કરવામાં આવશે. આજે ખરાટનો પોલીસ કસ્ટડીમાં છેલ્લો દિવસ છે. અસંખ્ય નાણાકીય વ્યવહારોનો પર્દાફાશ તેને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. SIT તપાસમાં અત્યાર સુધીમાં 50થી વધુ ગુનાહિત વીડિયો, ગેરકાયદેસર સંપત્તિ સંબંધિત દસ્તાવેજો અને અસંખ્ય નાણાકીય વ્યવહારોનો પર્દાફાશ થયો છે. પોલીસ માને છે કે આ કેસ ફક્ત જાતીય શોષણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં સંગઠિત નાણાકીય અને પ્રભાવશાળી નેટવર્ક પણ સામેલ હોઈ શકે છે.આ પણ વાંચો : Delhi: કોંગ્રેસ નેતા પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ, CM હિમંતાના પત્ની પર લગાવ્યા હતા આરોપ

Read Full Story arrow_forward
Delhi વિધાનસભા સુરક્ષા ભંગ કેસ, કોર્ટે આરોપી સરબજીતના રિમાન્ડ કર્યા મંજૂર
calendar_today April 7, 2026

Delhi વિધાનસભા સુરક્ષા ભંગ કેસ, કોર્ટે આરોપી સરબજીતના રિમાન્ડ કર્યા મંજૂર

દિલ્હી વિધાનસભામાં થયેલા સુરક્ષા ભંગ કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી સરબજીતને તીસ હજારી કોર્ટે 8 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે. તપાસ એજન્સીઓએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આરોપી પાસેથી વધુ માહિતી મેળવવા અને સમગ્ર કાવતરાની હકીકત બહાર લાવવા માટે તેની કસ્ટડી જરૂરી છે. ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ પ્રાથમિક તપાસ મુજબ આરોપી સરબજીત પર વિધાનસભાની સુરક્ષા વ્યવસ્થામાં ખામી ઊભી કરીને અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે અને સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. પોલીસનો દાવો છે કે આ ઘટનામાં આરોપી એકલો નથી અને તેની પાછળ વધુ લોકો સંકળાયેલા હોવાની શક્યતા છે. કોર્ટમાં રજૂઆત દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે આરોપી પાસેથી મળેલી માહિતીના આધારે વધુ તપાસ કરવાની જરૂર છે, જેમાં તેની સંપર્કમાં રહેલા લોકો, મોબાઈલ ડેટા અને અન્ય પુરાવાઓની તપાસ સામેલ છે. આ ઉપરાંત આરોપીના હેતુ અને તેની પાછળના સંભવિત કાવતરાને સમજવા માટે પણ રિમાન્ડ મહત્વપૂર્ણ છે. આરોપીને 8 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીને 8 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. હવે તપાસ એજન્સીઓ આ સમયગાળામાં વધુ પુરાવા એકત્રિત કરીને કેસને મજબૂત બનાવવા પ્રયત્ન કરશે. આ ઘટનાને પગલે વિધાનસભાની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે. સંબંધી અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા શરૂ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને. આ પણ વાંચો : Ashok Kharat કેસ મામલે વધુ એક મોટો ખુલાસો, 2 મહિલા પોલીસ અધિકારીઓ પણ હતી સંપર્કમાં

Read Full Story arrow_forward
Ahmedabad News: વિધર્મી મોહસીને મોહિત પટેલ બની વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું
calendar_today April 7, 2026

Ahmedabad News: વિધર્મી મોહસીને મોહિત પટેલ બની વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

ગુજરાતમા લવ જેહાદના કિસ્સા વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના ઓઢવમાં એક કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે હિન્દુ વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. મોહસીન પઠાણ નામના યુવકે હિન્દુ બનીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. વિધર્મીએ મહિલાને લગ્નની લાલચ આપી હતી. ત્યાર બાદ હોટેલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ મોહિત પટેલ નામનું આધારકાર્ડ બનાવ્યું હતું અમદાવાદના ઓઢવમાં એક હિન્દુ મહિલાને મુસ્લિમ યુવકે હિન્દુ બનીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ મહિલા વિધવા હોવાથી આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ મોહિત પટેલ નામનું આધારકાર્ડ બનાવ્યું હતું. આ મહિલાને આરોપી હોટેલમાં લઈ ગયો હતો અને ત્યાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાને જ્યારે આરોપી યુવક વિધર્મી હોવાની ખબર પડી ત્યારે તેણે સંબંધ તોડી નાંખ્યો હતો. વિધવા મહિલાએ ઓઢવ પોલીસ મથકે ફરિયાદ નોધાવી આરોપીનું સાચુ નામ મોહસિન પઠાણ છે પરંતુ તેણે મહિલાને પ્રેમજાળમાં ફસાવવા માટે મોહિત પટેલના નામનું આધાર કાર્ડ બનાવ્યું હતું. મહિલાએ ફરિયાદ કરતાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી. આરોપી એએમટીએસ બસમાં મુસાફરી દરમિયાન આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. ઓઢવ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Gujarat Weather Update: ભારે ગાજવીજ અને વીજળી પડવાની શક્યતાઓ વચ્ચે વરસાદની આગાહી

Read Full Story arrow_forward