android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
શુભ-અશુભ સમય જણાવતી કાશીની જાદુઈ વૈદિક ઘડિયાળ, જાણો શું છે તેની વિશેષતા?
calendar_today April 7, 2026

શુભ-અશુભ સમય જણાવતી કાશીની જાદુઈ વૈદિક ઘડિયાળ, જાણો શું છે તેની વિશેષતા?

કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત સૌથી પ્રખ્યાત શિવ મંદિરોમાંનું એક છે . ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં સ્થિત , કાશી વિશ્વનાથ મંદિર ગંગાના પશ્ચિમ કિનારે આવેલું છે . ભગવાન શિવને સમર્પિત આ મંદિરમાં વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ સ્થાપિત કરાઈ છે. આ ઘડિયાળ ગ્રહોની ચાલ અને શુભ મુહૂર્તનો સંકેત આપશે. કાશી વિશ્વનાથમાં લગાવવામાં આવેલ આ વૈદિક ઘડિયાળનું ગણિત  અદભૂત છે. તે તમને દંગ કરી દેશે. જાણો આ વૈદિક ઘડિયાળની શું છે વિશેષતા.

Read Full Story arrow_forward
Rajkot: પોલીસથી બચવા બુટલેગરે 100ની સ્પીડે કાર ભગાવી, નિર્દોષ ટુ-વ્હીલર ચાલકને અડફેટે લેતા કમકમાટીભર્યું મોત
calendar_today April 7, 2026

Rajkot: પોલીસથી બચવા બુટલેગરે 100ની સ્પીડે કાર ભગાવી, નિર્દોષ ટુ-વ્હીલર ચાલકને અડફેટે લેતા કમકમાટીભર્યું મોત

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પોલીસના ડરથી બચવા માટે એક બુટલેગરે રસ્તા પર જઈ રહેલા નિર્દોષ નાગરિકને કચડી નાખતા ચકચાર મચી ગઈ છે. 100 કિમીની તોતિંગ ઝડપે દોડતી કારે એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે.100ની ઝડપે દોડતી કાર બની કાળમળતી માહિતી મુજબ, કુખ્યાત બુટલેગર વિપુલ હાંડા પોતાની ફોર વ્હીલર ગાડીમાં દેશી દારૂનો જથ્થો લઈને જઈ રહ્યો હતો. પોલીસ પીછો કરી રહી હોવાના ડરથી તેણે પોતાની કારને અંદાજે 100 કિમી પ્રતિ કલાકની જોખમી ઝડપે ભગાવી હતી. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા 49 વર્ષીય ટુ-વ્હીલર ચાલક દિનેશભાઈ સોલંકીને કારે જોરદાર અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે દિનેશભાઈનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.દારૂનો જથ્થો જપ્ત અને આરોપીની ધરપકડઅકસ્માત સર્જીને ભાગવાની કોશિશ કરી રહેલા બુટલેગર વિપુલ હાંડાને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડ્યો છે. પોલીસે જ્યારે તેની કારની તલાશી લીધી ત્યારે તેમાંથી 100 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આ પણ વાંચો: Ahmedabad: AMCમાં 'ફાઈલ' જ સુરક્ષિત નથી: સોલિડ વેસ્ટ વિભાગની ટેન્ડર ફાઈલ ગુમ થતા મ્યુનિ. તંત્રમાં દોડધામ

Read Full Story arrow_forward
Surat News: સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી બે લાખના ગાંજા સાથે એક ઝડપાયો
calendar_today April 7, 2026

Surat News: સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી બે લાખના ગાંજા સાથે એક ઝડપાયો

ગુજરાતમાં નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે રેલ્વે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા "MISSION SAFE STATION" અભિયાનને મોટી સફળતા મળી છે.સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 પરથી રેલ્વે એસ.ઓ.જી.અને આર.પી.એફ.ની સંયુક્ત ટીમે એક ઈસમને 4.049 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે દબોચી લીધો છે. 06 એપ્રિલ 2026ના રોજ વહેલી સવારે સુરત રેલ્વે સ્ટેશન પર એસ.ઓ.જી.વડોદરા અને સુરત રેલ્વે પોલીસની ટીમ વોચમાં હતી. રોકડ રૂપિયા 500 અને મોબાઈલ ફોન મળી આવ્યો દરમિયાન સવારે 07:20 વાગ્યાના સુમારે પ્લેટફોર્મ નં.1 ૫ર સ્પીડ પાર્સલ ઓફિફ્સના ગેટ પાસેથી પસાર થઈ રહેલા એક શખ્સની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. એ.એસ.આઈ. દિનેશજી પરથીજીએ તેને અટકાવી તલાશી લેતા તેની પાસે રહેલી બેકપેકમાંથી નશીલા પદાર્થનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પકડાયેલ આરોપીની ઓળખ સૌરી ઉર્ફે જીતુ સાહુ (ઉ.વ. 33, રહે. ગંજામ, ઓરિસ્સા) તરીકે થઈ છે.પોલીસ તપાસમાં તેની પાસેથી 4.049 કિલોગ્રામ ગાંજો જેની કિંમત રૂ.2,02,450 થાય છે.આ ઉપરાંત રોકડ રૂપિયા 500 અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આર.સી.બુક અને જનરલ ટિકિટ પણ કબજે લીધી આ સાથે જ પોલીસે આધારકાર્ડ,આર.સી.બુક અને જનરલ ટિકિટ પણ કબજે લીધી છે.પોલીસે કુલ રૂા.2,07,950/-નો મુદ્દામાલ કબજે લીધો હતો.આ ઓપરેશનમાં સીઆઈડી (ક્રાઈમ અને રેલ્વેઝ)ના પોલીસ મહાનિર્દેશક ડો.કે.એલ.એન.રાવ અને પોલીસ અધિક્ષક અભય સોનીના માર્ગદર્શન હેઠળ સુરત રેલ્વે પી.આઈ. જે.બી.મીઠાપરા,પી.એસ.આઈ.એચ.પી.રવિયા તેમજ એસ.ઓ.જી., એન.ડી.પી.એસ.ડેડીકેટેડ ટીમ અને આર.પી.એફ.ના જવાનો જોડાયા હતા. આ પણ વાંચોઃ Rajkot News: નકલી કસ્ટમ ઓફિસરોએ ખેલ પાડ્યો, બિહારના દાનપુર પાસે વેપારીનું 25 કરોડનું સોનું લૂંટ્યું

Read Full Story arrow_forward