android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kadi: વિકાસના નામે 'લીકેજ'નો ખેલ, કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકીમાં લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ ભ્રષ્ટાચારના ગાબડાં
calendar_today April 7, 2026

Kadi: વિકાસના નામે 'લીકેજ'નો ખેલ, કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકીમાં લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ ભ્રષ્ટાચારના ગાબડાં

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કડી નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી પાણીની ટાંકીમાં લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ લીકેજ જોવા મળતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.કડીમાં પાણીની ટાંકીમાં લીકેજકડીના છબીલા હનુમાન વિસ્તારમાં અંદાજે રૂ. 1.50 કરોડના માતબર ખર્ચે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. આ ટાંકીનું લોકાર્પણ હજુ હમણાં જ રાજ્યના મંત્રી પ્રવિણ માળીએ કર્યું હતું. જોકે, લોકાર્પણના ટૂંકા ગાળામાં જ ટાંકીમાંથી પાણી ટપકવાનું શરૂ થતા જનતાના પરસેવાના દોઢ કરોડ રૂપિયા પાણીમાં ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે.ટેસ્ટિંગ વગર જ લોકાર્પણનો આક્ષેપસ્થાનિકો અને વિપક્ષ દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, સત્તાધીશો અને અધિકારીઓએ વાહવાહી લૂંટવા માટે ટાંકીનું યોગ્ય ટેસ્ટિંગ કર્યા વગર જ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાવી દીધું હતું. જો ટાંકીનું પૂરું ટેસ્ટિંગ થયું હોત તો આ લીકેજ વહેલું પકડાઈ ગયું હોત. પરંતુ લોકાર્પણની ઉતાવળમાં નિયમોને નેવે મૂકવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ પણ વાંચો: Rajkot: પંચાયત ચોક પાસેથી 1.21 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ

Read Full Story arrow_forward
Weather Update: દિલ્હી-NCRમાં અચાનક હવામાનમાં પલટો, ફરી બદલાયો વાતાવરણનો મિજાજ
calendar_today April 7, 2026

Weather Update: દિલ્હી-NCRમાં અચાનક હવામાનમાં પલટો, ફરી બદલાયો વાતાવરણનો મિજાજ

ઘણા વિસ્તારોમાં ઠંડી હવાના સાથે હળવીથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઘન કાળા વાદળો છવાઈ ગયા છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે. હવામાનમાં મોટો ફેરફાર આવ્યો ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી હવામાનમાં મોટો ફેરફાર આવ્યો છે. વિભાગે સોમવારે એલર્ટ જાહેર કરીને 7 અને 8 એપ્રિલે દિલ્હી-એનસીઆરમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરી હતી.પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિસ્તારો પર અસર IMDએ જણાવ્યું છે કે આ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ માત્ર દિલ્હી-એનસીઆર પૂરતો જ નહીં, પરંતુ પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિસ્તારો પર પણ પડી રહ્યો છે. આવતા 24 કલાકમાં પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં છૂટક ગોળાવર્ષા પણ થઈ શકે છે.દિલ્હીવાસીઓને શરૂઆતની ગરમીમાંથી થોડી રાહત મળી બદલાતા હવામાનને કારણે દિલ્હીવાસીઓને શરૂઆતની ગરમીમાંથી થોડી રાહત મળી છે. સોમવારે જ્યાં મહત્તમ તાપમાન લગભગ 33 ડિગ્રી હતું, ત્યાં આજે તેમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાત્રે ન્યૂનતમ તાપમાન પણ 18 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. હવામાન નિષ્ણાતો અનુસાર આ સિસ્ટમ 8 એપ્રિલ સુધી સક્રિય રહેશે, ત્યારબાદ 10 એપ્રિલથી ફરી ગરમી વધવાની શક્યતા છે. નોઇડા-ગાજિયાબાદ-ગુડગાંવમાં એલર્ટ હવામાન વિભાગે દિલ્હી સાથે નોઇડા, ગાજિયાબાદ અને ગુડગાંવમાં પણ વરસાદ માટે એલર્ટ જાહેર કર્યો છે. બપોર અને સાંજ દરમિયાન ગાજવીજ સાથે વીજળી પડવાની અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન કેટલાક વિસ્તારોમાં 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે ખરાબ હવામાન દરમિયાન સુરક્ષિત સ્થળે રહે અને વૃક્ષો અથવા જર્જરિત ઇમારતો નીચે ઉભા રહેવાનું ટાળે.આ પણ વાંચો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ફી બાકી હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ના દીધા, સુરતની સરદાર સ્કૂલને 10 હજારનો દંડ ફટકારાયો
calendar_today April 7, 2026

Gujarat Latest News Live : ફી બાકી હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ના દીધા, સુરતની સરદાર સ્કૂલને 10 હજારનો દંડ ફટકારાયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward