android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ગ્રાન્ટની રકમ પરત નહીં કરનારી શહેરની 133 સ્કૂલોને શિક્ષણ અધિકારીની નોટીસ
calendar_today April 7, 2026

Ahmedabad News: ગ્રાન્ટની રકમ પરત નહીં કરનારી શહેરની 133 સ્કૂલોને શિક્ષણ અધિકારીની નોટીસ

અમદાવાદની 133 ગ્રાન્ટેડ શાળાઓ સામે શિક્ષણ અધિકારી આકરા પાણીએ જોવા મળ્યા છે. શિક્ષણ અધિકારીએ આ 133 શાળાઓને પૈસાની રિકવરીની નોટીસ ફટકારી છે. ઓડિટ બાદ પણ આ શાળાઓએ ગ્રાન્ટની રકમ પરત કરી નથી. વણવપરાયેલી ગ્રાન્ટ અને બિલોની ચૂકવણી થઈ નથી. જે શાળાઓએ રકમ પરત ના કરી હોય તેવી શાળાઓને નોટીસ આપવામાં આવી છે. 2.91 કરોડની રકમ પરત કરવાની બાકી અમદાવાદમાં શિક્ષણ અધિકારીએ 133 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો સામે કાર્યવાહી કરી છે. ઓડીટ બાદ ગ્રાન્ટની રકમ પરત નહીં કરનારી શાળાઓને નોટીસ આપવામાં આવી છે. અમદાવાદની આ સ્કૂલોએ 2.91 કરોડની રકમ પરત કરવાની બાકી છે. જેમાં મણીનગરની શાળાનું સૌથી વધુ ચૂકવણું બાકી છે. જય સોમનાથ શાળાના 62 લાખ 55 હજાર રૂપિયા બાકી છે. વિદ્યાનગર સ્કૂલના 29 લાખ 79 હજાર બાકી આશ્રમરોડની વિદ્યાનગર સ્કૂલના 29 લાખ 79 હજાર બાકી છે. આ ઉપરાંત શહેરની પાંચ શાળાઓ જેને 12 લાખથી વદુની રકમ સરકારમાં બાકી છે. જો સ્કૂલો આ રકમ નહીં ચૂકવે તો પ્રોપર્ટી જપ્ત કરાશે. શિક્ષણ અધિકારી કલેક્ટરને આ સ્કૂલોના લિસ્ટ આપશે. આ પણ વાંચો ઃ Surat: સરદાર સ્કૂલની દાદાગીરી સામે DEOની લાલ આંખ, વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસતા અટકાવતા ફટકાર્યો દંડ

Read Full Story arrow_forward
Banaskantha: પાલનપુર-અંબાજી હાઈવે પરથી શ્રમિકના બાળકનું અપહરણ, પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી માસૂમને ઉગાર્યો
calendar_today April 7, 2026

Banaskantha: પાલનપુર-અંબાજી હાઈવે પરથી શ્રમિકના બાળકનું અપહરણ, પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી માસૂમને ઉગાર્યો

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-અંબાજી હાઈવે પરથી એક માસૂમ બાળકના અપહરણની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. જોકે, બનાસકાંઠા પોલીસે ત્વરિત એક્શન મોડમાં આવીને ગણતરીના કલાકોમાં જ અપહૃત બાળકને મુક્ત કરાવી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.ચોકલેટની લાલચ આપી ગાડીમાં બેસાડ્યોઘટનાની વિગત મુજબ, પાલનપુર-અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા નજીક એક શ્રમિક પરિવારનું બાળક રમી રહ્યું હતું. આ દરમિયાન એક અજાણ્યો ઈસમ ગાડી લઈને આવ્યો હતો અને માસૂમ બાળકને ચોકલેટની લાલચ આપી પોતાની ગાડીમાં બેસાડીને હાઈવે પર ફરાર થઈ ગયો હતો. બાળકના ગાયબ થતા જ પરિવારે તુરંત પોલીસને જાણ કરી હતી.LCB અને SOG એ હાથ ધર્યું ઓપરેશનબાળકના અપહરણની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમો કામે લાગી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીનો પીછો કર્યો હતો. પોલીસની અલગ-અલગ ટીમોએ નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.દાંતાના નારગઢ પાસેથી આરોપી ઝડપાયોપોલીસની સતર્કતાને કારણે આરોપી વધુ દૂર ભાગી શક્યો નહોતો. LCB અને SOG એ સંયુક્ત કાર્યવાહી કરીને દાંતાના નારગઢ નજીકથી આરોપી ગાડી ચાલકને આંતરી લીધો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી બાળકને હેમખેમ મુક્ત કરાવી તેના પરિવારને સોંપ્યો હતો.આ પણ વાંચો: Gir Somnath: લાટી ગામે દારૂના અડ્ડાઓ પર પોલીસ ત્રાટકી, 1900 લીટર આથો અને 140 લીટર દારૂ ઝડપાયો

Read Full Story arrow_forward
Ahmedabad: AMCમાં 'ફાઈલ' જ સુરક્ષિત નથી: સોલિડ વેસ્ટ વિભાગની ટેન્ડર ફાઈલ ગુમ થતા મ્યુનિ. તંત્રમાં દોડધામ
calendar_today April 7, 2026

Ahmedabad: AMCમાં 'ફાઈલ' જ સુરક્ષિત નથી: સોલિડ વેસ્ટ વિભાગની ટેન્ડર ફાઈલ ગુમ થતા મ્યુનિ. તંત્રમાં દોડધામ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પોતાની હાઈટેક સિસ્ટમ અને ડિજિટાઈઝેશનના દાવા કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં AMCના ઉત્તર ઝોનના સોલિડ વેસ્ટ વિભાગની એક અત્યંત મહત્વની ટેન્ડર ફાઈલ ગુમ થઈ હોવાની ઘટના સામે આવતા તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.શોધખોળ છતાં ફાઈલનો પત્તો નથીમળતી માહિતી મુજબ, સોલિડ વેસ્ટ વિભાગની એક ટેન્ડર પ્રક્રિયાને લગતી ફાઈલ લાંબા સમયથી મળી રહી નથી. ઓફિસના તમામ રેકોર્ડ અને કબાટો ફંફોસી નાખ્યા હોવા છતાં આ ફાઈલનો કોઈ પત્તો લાગ્યો નથી. ટેન્ડર પ્રક્રિયામાં લાખો-કરોડોના ખર્ચની વિગતો હોવાથી આ ફાઈલ ગુમ થવી એ કોઈ મોટા કૌભાંડને છુપાવવાની કોશિશ છે કે પછી તંત્રની ઘોર બેદરકારી, તેવા સવાલો ઉઠી રહ્યા છે.તમામ ખાતાના વડાઓને પત્ર લખાયોફાઈલ ન મળતા આખરે ઉત્તર ઝોન દ્વારા એક અનોખો માર્ગ અપનાવવામાં આવ્યો છે. ઝોન દ્વારા કોર્પોરેશનના તમામ ખાતાના વડાઓને સત્તાવાર પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે, "જો સોલિડ વેસ્ટ વિભાગની આ ફાઈલ ભૂલથી તમારા વિભાગમાં આવી ગઈ હોય, તો તેને સત્વરે પરત મોકલી આપવી."આ પણ વાંચો: Banaskantha: પાલનપુર-અંબાજી હાઈવે પરથી શ્રમિકના બાળકનું અપહરણ, પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી માસૂમને ઉગાર્યો

Read Full Story arrow_forward