android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: સરદાર સ્કૂલની દાદાગીરી સામે DEOની લાલ આંખ, વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસતા અટકાવતા ફટકાર્યો દંડ
calendar_today April 7, 2026

Surat: સરદાર સ્કૂલની દાદાગીરી સામે DEOની લાલ આંખ, વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસતા અટકાવતા ફટકાર્યો દંડ

શહેરમાં શિક્ષણ જગતને શરમાવે તેવી એક ઘટના અડાજણ વિસ્તારની જે.એચ.બી. સરદાર સ્કૂલમાં સામે આવી હતી. બાકી ફીના મુદ્દે શાળા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસતા અટકાવવાના અમાનવીય નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મામલે વાલીઓની રજૂઆત બાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા કડક કાર્યવાહી કરી શાળાને રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.સ્કૂલની દાદાગીરી સામે DEOની લાલ આંખમળતી માહિતી મુજબ, અડાજણ સ્થિત જે.એચ.બી. સરદાર સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓની ફી બાકી હોવાના કારણે શાળાએ તેમને પરીક્ષા આપવા દીધી ન હતી. પરીક્ષાના સમયે જ બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરતો આ નિર્ણય વાલીઓ માટે આઘાતજનક હતો. આ અન્યાય સામે વાલીઓએ એકત્ર થઈને સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી.શિક્ષણ વિભાગની કાર્યવાહીવાલીઓની ફરિયાદને ગંભીરતાથી લઈને DEO દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં શાળાની બેદરકારી અને નિયમોનું ઉલ્લંઘન જણાતા શિક્ષણ વિભાગે શાળાને રૂ. 10,000નો દંડ ફટકાર્યો છે.આ પણ વાંચો: Junagadh: સરદારપરામાં ધમધમતું કુટણખાનું ઝડપાયું,સંચાલિકા સહિત 3ની ધરપકડ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદની આગાહી, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અસર વર્તાશે
calendar_today April 7, 2026

Gujarat Latest News Live : આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદની આગાહી, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અસર વર્તાશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat Weather News: આજે રાજ્યમાં વરસાદની આગાહી, આવતીકાલથી ગરમીમાં વધારો થશે
calendar_today April 7, 2026

Gujarat Weather News: આજે રાજ્યમાં વરસાદની આગાહી, આવતીકાલથી ગરમીમાં વધારો થશે

ગુજરાતમાં હાલમાં માવઠાની સિઝન ચાલી રહી છે.ગરમી અને ઉકળાટની સાથે સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવે છે.ત્યારે ફરીવાર રાજ્યમાં માવઠાનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂ થવાથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.આવતી આઠમી એપ્રિલથી ગરમીમાં વધારો થશે.આજે પવનની ગતિમાં વધારો થશે.બે દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. આગામી સાતમી એપ્રિલે રાજ્યમાં માવઠાની આગાહી ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. વિવિધ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દ્વારકા,જામનગર,રાજકોટ, દાહોદ,પંચમહાલ, મોરબી, કચ્છ,બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર,પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે તાપમાનમાં પણ વધારો થવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ગરમીમાં વધારો થશે ગુજરાતમાં ગરમીમાં વધારો થશે. રાજ્યમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે. અમદાવાદમાં 36.4, અમરેલી 36.5, રાજકોટમાં 36.7,સુરેન્દ્રનગર 36.2, ગાંધીનગરમાં 36.2,વડોદરામાં 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ પણ વાંચોઃ Gandhinagar : સ્થાનિક સ્વરાજની શાંતિપૂર્ણ ચૂંટણી માટે DGP એક્શનમાં, હિસ્ટ્રીશીટરો અને ફરાર આરોપીઓ સામે કડક પગલાં લેવા આદેશ

Read Full Story arrow_forward