Morbi: હળવદના દીઘડીયા પાસે કારમાંથી 288 બોટલ દારૂ ઝડપાયો : એકની ધરપકડ
હળવદ તાલુકાના દીઘડીયા ગામ પાસે પોલીસે કાર્યવાહી કરી મોટી માત્રામાં વિદેશી દારૂ સાથે કાર કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ પોલીસે શંકાસ્પદ ઈકો સ્પોર્ટ કાર (જીજે 36 એફ્ 9267)ને અટકાવી તલાશી લેતા કારમાંથી કુલ 288 બોટલ દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 2,56,800 ગણવામાં આવી છે. સાથે જ કારની કિંમત રૂ. 3,00,000 ગણતાં કુલ રૂ. 5,56,800 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ કેસમાં પોલીસે જયરાજ દિનુભાઈ ઉર્ફે દિલીપભાઈ બોરીચાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર કામગીરી હળવદ પીઆઈ આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફ્ના પોલીસ જવાનો દ્વારા સફ્ળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward