android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda: માતર, મહેમદાવાદમાંથી 500થી વધારે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયાં
calendar_today April 7, 2026

Kheda: માતર, મહેમદાવાદમાંથી 500થી વધારે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયાં

નડિયાદ ખેડા જિલ્લા કમલમ કાર્યાલય ખાતે ભાજપના સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે માતર અને મહેમદાવાદ તાલુકાના 500 જેટલા સક્રિય કોંગ્રેસના કાર્યકરોએ પંજો છોડીને કમળનો સાથ પકડયો છે. તા. 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે આ પક્ષ પલટાએ પંથકના રાજકારણમાં ભૂકંપ સર્જયો છે. ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સોમવારે ભાજપના સ્થાપના દિવસ નિમિતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં મહેમદાવાદ તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ,મહેમદાવાદ તાલુકા પંચાયત પૂર્વ સભ્ય ઘોડાસરના પૂર્વ સરપંચ અને ક્ષત્રિય સમાજના આગેવાન પરબતસિંહ ડાભી સહિત કોંગ્રેસના પાયાના 50 કાર્યકરો નડિયાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવીને વિધિવત ભાજપમાં જોડાયા હતા.ભાજપના પ્રમુખ નયનાબેન પટેલ, મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિત આગેવાનોએ કોંગ્રેસના તમામ કાર્યકરોને કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. આ ઘટનાને પગલે કોંગ્રેસના છાવણીમાં સોપો પડી ગયો હતો. આ કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ ગાથામાં વિશ્વાસ વ્યકત કર્યો હતો. રાજકિય વિશ્લેષણાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના થોડા દિવસ બાકી રહ્યા છે. ત્યારે 50 કાર્યકરોનું ભાજપમાં ભળવું એક માત્ર આંકડો નથી.પરંતુ એક મનોવૈજ્ઞાનિક જીત છે. મહેમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસની પકડ નબળી પડી હોવાના સંકતો આ ઘટના પરથી મળી રહ્યા છે. નવા જોડાયેલા કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસમાં કાયકરોની અવગણના અને નેતૃત્વના અભાવના કારણે અમો ભાજપનો સાથ લેવાનો નિર્ણય કર્યો છે.જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, ભાજપની નીતિ અને રાષ્ટ્રવાદથી પ્રેરાઇને લોકો ભાજપમાં જોડાઇ રહ્યા છે. મહેમદાવાદમાં હવે વિપક્ષ જેવુ કંઇ બાકી રહ્યું નથી. બીજીબાજુ કોંગ્રેસે આ મામલે મૌન સેવ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Patan: પાટણમાં ચામુંડા માતાજીના મંદિરે ધાર્મિક મહોત્સવ યોજાયો
calendar_today April 6, 2026

Patan: પાટણમાં ચામુંડા માતાજીના મંદિરે ધાર્મિક મહોત્સવ યોજાયો

દેવી શક્તિઓને આરાધનાના પવિત્ર પર્વ સમા ચૈત્ર માસના અવસરે પાટણમાં આવેલ પદ્મનાભ મંદિર વાડી પરિસરમાં બિરાજમાન ચામુંડા માતાજી સન્મુખ ચામુંડા પરિવાર દ્વારા ત્રિવિધ ધાર્મિક મહોત્સવનું ભક્તિમય માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આનંદના ગરબા તથા 108 દિવાની મહાઆરતી અને માતાજીના સમૂહ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું. યોજાયેલ ત્રિવિધ પ્રસંગમાં પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો અને પ્રસાદનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. પ્રસંગને સફ્ળ બનાવવા ચામુંડા પરિવારના ધવલભાઈ, વિષ્ણુભાઈ, અરવિંદભાઈ, દેવાભાઈ સહિત પદ્મનાભ વાડી ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી, ટ્રસ્ટી દશરથભાઈ પ્રજાપતિ સહિતનાઓએ સાથ સહકાર આપ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: ચંદ્રુમાણા શાળાના મધ્યાહન ભોજન સંચાલકને સન્માનિત કરાયા
calendar_today April 6, 2026

Patan: ચંદ્રુમાણા શાળાના મધ્યાહન ભોજન સંચાલકને સન્માનિત કરાયા

પાટણ તાલુકાના કુણઘેર ખાતે પ્રાથમિક શાળાઓનો ક્લસ્ટર કક્ષાનો પંચપદી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચંદ્રુમાણા પીએમ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજનાના સંચાલક રાહુલભાઈને ઉત્તમ વ્યવસ્થાપન અને ગુણવત્તાયુક્ત ભોજન પીરસવા બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પંચપદી કાર્યક્રમમાં જિલ્લા નાયબ ડીપીઓ નેહલભાઈ રાવલ, પાટણ તાલુકા શિક્ષણાધિકારી મહેન્દ્રભાઈ મકવાણા, બીઆરસી મીનાબેન પટેલ અને કુણઘેર ક્લસ્ટરના સીઆરસી મૌલિકભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ક્લસ્ટરની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ પ્રત્યેની નિષ્ઠા, નિયમિતતા, સ્વચ્છતા અને સ્વાદિષ્ટ ભોજન જેવા માપદંડોના આધારે એવોર્ડ આપવામાં આવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward