android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ પર ગાંજાની હેરાફેરી, બેંગકોકથી આવેલા 2 મુસાફર પાસેથી હાઈબ્રિડ ગાંજો ઝડપાયો
calendar_today April 3, 2026

Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ પર ગાંજાની હેરાફેરી, બેંગકોકથી આવેલા 2 મુસાફર પાસેથી હાઈબ્રિડ ગાંજો ઝડપાયો

અમદાવાદ એરપોર્ટ પરથી બે મુસાફરો પાસેથી હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, બેંગકોકથી લાવવામાં આવ્યો હતો હાઇબ્રિડ ગાંજો અને 2.25 કિલો હાઇબ્રિડ ગાંજો DRIની બાતમીથી કસ્ટમ વિભાગે જપ્ત કર્યો છે અને NDPSએક્ટ હેઠળ 2 મુસાફરની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંજો કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે કસ્ટમ વિભાગ અને ડીઆરઆઈ વિભાગ હંમેશા માટે તેમની કામગીરીમાં અવલ્લ નંબર રહ્યું છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી હાઈબ્રિડ ગાંજો બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે, આ ગાંજો અમદાવાદમાં કોને આપવાનો હતો તે દિશામાં કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી છે, સાથે સાથે અમદાવાદ એરપોર્ટ પોલીસને પણ જાણ કરવામાં આવી છે, ઝડપાયેલ બન્ને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએએસ એકટ મુજબ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સ્મગલરોએ નવી મોડસ ઓપરેન્ડી શોધી લીધી કોઈ પણ એજન્સી જયારે ગાંજો કે ડ્રગ્સ પકડે છે તો તેની કાર્યવાહી એનડીપીએસ એકટ હેઠળ થતી હોય છે, અને તેની અલગ કોર્ટ હોય છે જેમાં જેલની સજા સુધીની જોગવાઈ છે, ત્યારે અસંખ્ય પેડલરોને જેલની સજા થઈ છે અને જેલમાં સડી રહ્યાં છે, યુવાધન સૌથી વધારે ગાંજાના રવાડે ચડયું છે, તો ગાંજો જેમાં બનાવાય છે તે ગોગા પેપરની પણ ગુજરાત પોલીસે તપાસ કરી હતી અને જે તે લોકો વેચાણ કરતા હતા તેમની સામે ગુનો પણ નોંધ્યો હતો. આ પણ વાંચો : Rajkot News : ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરતા 1.50 લાખથી મુસાફરો રાજકોટ રેલવે ડિવિઝને ઝડપ્યા, રેલવેએ 10.95 કરોડનો દંડ વસૂલ્યો

Read Full Story arrow_forward
Rajkot News : રાજકોટમાં મચ્છરોના ત્રાસને લઇ મનપા એકશનમાં, મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો શોધવા ડ્રોનનો કરાશે ઉપયોગ
calendar_today April 3, 2026

Rajkot News : રાજકોટમાં મચ્છરોના ત્રાસને લઇ મનપા એકશનમાં, મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો શોધવા ડ્રોનનો કરાશે ઉપયોગ

આ ઉપરાંત ગાંડી વેલનું ચિક્કાર પ્રમાણ ધરાવતા આજી નદી વિસ્તારોમાં દવા છાંટવા પણ ડ્રોનની મદદ લેવામાં આવશે. મનપાના સૂત્રોએ જણાવ્યું કે, ગત વર્ષે ડ્રોન વડે માત્ર દવા છંટકાવની કામગીરી કરાવવામાં આવી હતી, જે સંતોષકારક જણાતા આ વર્ષે દવા છંટકાવ ઉપરાંત શહેર આખાનું સ્કિનિંગ પણ કરાવવામાં આવશે. આ સ્કિનિંગમાં જે મકાનોની અગાશી પર પાત્રોની સંખ્યા જોવા મળશે જે મચ્છરો અને પોરાનું ઉત્પાદન બની રહે છે, એના લોકેશનના આધારે મેલેરિયા વિભાગની ટીમ ત્યાંની મુલાકાત લઈને ફોગિંગ, દવા છંટકાવ સહિતની કાર્યવાહી કરશે. જ્યારે આજી નદીમાં ગાંડી વેલનું પ્રમાણ મોટું હોવાથી અને ત્યાં સીધી રીતે દવા છાંટવા પહોંચી શકાતું ન હોવાથી ડ્રોનની મદદ લેવામાં આવશે. આ માટેનું કામ આપવા ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આજી નદીમાં ગાંડી વેલનું પ્રમાણ ક્યાં વધારે ? મચ્છરો અને પોરા દૂર કરવા માટેની આ કામગીરી માટે બે વર્ષનો કોન્ટ્રાક્ટ થશે. જેના માટે હાલના તબક્કે મનપા તંત્ર દ્વારા રૂ.૧૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. શહેરમાં મચ્છરનો ત્રાસ માથાના દુઃખાવા સમાન છે ત્યારે તંત્રનો આ પ્રયોગ કેટલી હદે સફળ થશે એ આવનારા સમયમાં ખબર પડશે. કોઠારિયા, જંગલેશ્વર, બાપુનગર, રામનાથપરા, બેડીપરા, ભગવતીપરા, પોપટપરા, વેલનાથપરા સહિતના આજી નદી કાંઠાના બધા વિસ્તારોમાં ગાંડી વેલનું પ્રમાણ વધારે છે. જેની નીચે મચ્છરો આશરો મેળવી, ફૂલેફાલે છે. ત્યાં ડ્રોનની મદદથી દવા છંટકાવ કરવામાં આવશે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ પર ગાંજાની હેરાફેરી, બેંગકોકથી આવેલા 2 મુસાફર પાસેથી હાઈબ્રિડ ગાંજો ઝડપાયો

Read Full Story arrow_forward
Kheda News: ડાકોરમાં મૂર્તિઓ વેચતા ગરીબ ફેરિયાને IT વિભાગે 19 કરોડની નોટીસ મોકલી
calendar_today April 3, 2026

Kheda News: ડાકોરમાં મૂર્તિઓ વેચતા ગરીબ ફેરિયાને IT વિભાગે 19 કરોડની નોટીસ મોકલી

આવક કરતાં વધુ સંપત્તિ ધરાવનારા અનેક બાબુઓ અને રાજકારણીઓ દેશ વાસીઓની નજર સામે છે. ત્યારે યાત્રાધામ ડાકોરથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોમતી ઘાટ પાસે ભગવાનની પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા એક ફેરિયાને આવકવેરા વિભાગે 19 કરોડની નોટીસ મોકલીને આવકનો ખુલાસો માંગ્યો છે. આ નોટીસ મળતાં ફેરિયો પણ ચોંકી ગયો હતો. નોટીસ મોકલી આવક અંગે ખુલાસો માંગ્યો ડાકોરમાં ગોમતી ઘાટ પાસે ભગવાનની પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા જગદીશભાઈ ભૈયાને પેટલાદ ઈન્કમટેક્સ વિભાગે 19 કરોડ રૂપિયાની નોટીસ મોકલી છે અને તેમની આવક અંગે ખુલાસો માંગ્યો છે. આ નોટીસ મળતાં જ જગદીશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. તેઓ ડુંગળા ભાગોળ સત્યનારાયણ મંદિર સામે ભાડાના ઘરમાં રહે છે. આવક વેરા વિભાગે વર્ષ 2021-22નો 11 કરોડ 86 લાખ અને વર્ષ 2022-23નો 7 કરોડ 98 લાખ મળી કૂલ 19.84 કરોડની નોટીસ આ ફેરિયાને મોકલી છે. ITની નોટિસથી ફેરિયો પણ ચોંકી ઉઠ્યો આ ફેરિયો અભણ હોવાથી પહેલા તો તેને નોટીસ શું છે તે સમજાયુ નહોતું પણ તેણે કેટલાક લોકોને આ નોટીસ બતાવી હતી. તેને 19 કરોડની નોટીસ આવક વેરા વિભાગ તરફથી ફટકારવામાં આવી છે તેવુ સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.નોટીસ પેટલાદ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા મોકલાઈ છે અને તેના કવર પર 5500 રૂપિયાની ટીકિટ પણ લગાડેલી છે. ઈન્કમટેક્સ વિભાગે નોટીસ ફટકારતા તેની પર મોટું સંકટ આવી પડ્યું છે.આ પણ વાંચોઃ Gujarat Weather Update: દ્વારકા જિલ્લામાં બીજા દિવસે માવઠું વરસ્યું, મગફળી અને તલના પાકને નુકસાનની ભીતિ

Read Full Story arrow_forward