android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: ભાજપની સેન્સ પ્રક્રિયામાં 96 બેઠક માટે 1578 દાવેદારો, ડોક્ટરો પણ ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યા
calendar_today April 3, 2026

Surat News: ભાજપની સેન્સ પ્રક્રિયામાં 96 બેઠક માટે 1578 દાવેદારો, ડોક્ટરો પણ ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યા

સુરત મહાનગરપાલિકાની આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ભારે હલચલ જોવા મળી રહી છે.ભાજપમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા એટલે કે સેન્સ લેવાનો અથવા તો દાવેદારોને સાંભળવાનો દૌર ચાલી રહ્યો હોય માહોલ વધુ ચૂંટણીમય થઈ ગયો હતો.ગુરુવારે બીજા દિવસે 12 વોર્ડ અને 48 બેઠકોની ચાલેલી પસંદગી પ્રક્રિયામાં દાવેદારોનો ધસારો અકબંધ રહ્યો હતો.કમળના નિશાન પર ચૂંટણી લડવા 778 કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી હતી. હવે ડોક્ટરો પણ ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યા છે. પ્રથમ દિવસે 800 દાવેદારો નોંધાયા સુરતમાં ભાજપમાં બુધવારે પ્રથમ દિવસે વોર્ડ નંબર-1થી 12ની પસંદગી પ્રક્રિયામાં 800 દાવેદારો નોંધાયા હતા.બીજા દિવસે ગુરુવારે વોર્ડ નંબર-13થી24ની પસંદગી પ્રક્રિયા સાથે 778એ દાવેદારી કરી હતી.પસંદગી પ્રક્રિયાને કારણે ભાજપ કાર્યાલય પર આખો દિવસ કાર્યકર્તા, નેતાઓ, પાલિકાના પૂર્વ પદાધિકારીઓ, ભાજપ સંગઠનના વર્તમાન હોદ્દેદારો અને પૂર્વ હોદ્દેદારો, ભૂતકાળમાં ચૂંટણી લડેલા ઉમેદવારોની ચહેલપહેલ દેખાઇ હતી. 96 બેઠક માટે 1578 દાવેદારો નોંધાયા બીજા દિવસની ભાગદોડમાં વોર્ડ નંબર-17 પૂણા પૂર્વમાં સૌથી ઓછા 37 અને વોર્ડ નંબર-20 ખટોદરા, મજૂરામાં સૌથી વધુ 104 દાવેદારો રહ્યા હતા. કેટલાક વોર્ડમાં અન્ય વોર્ડમાં રહેતા કાર્યકર્તાઓએ પણ દાવેદારી કરી હોવાનું નોંધાયું હતું.ગુરુવારે પણ મોડી સાંજ સુધી પસંદગી પ્રક્રિયા ચાલી હતી અને હજુ 6 વોર્ડ માટે શુક્રવારે દોડ અકબંધ રહેશે.શુક્રવારે પસંદગી પ્રક્રિયા બાદ સંભવતઃ ધારાસભ્યો, હોદ્દેદારોની સંકલન બેઠક પણ યોજાશે. આજે વોર્ડ 25થી 30ના દાવેદારોની સેન્સ લેવાશે. આ ચૂંટણીમાં ડોક્ટરો પણ દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતાં. વોર્ડ 1થી 24માં 96 બેઠક માટે 1578 દાવેદારો નોંધાયા છે. આ પણ વાંચોઃ Kheda News: ડાકોરમાં મૂર્તિઓ વેચતા ગરીબ ફેરિયાને IT વિભાગે 19 કરોડની નોટીસ મોકલી

Read Full Story arrow_forward
Rajkot News: ફ્લાવર બેડ BU પેટે 23.63 કરોડની આવક, હપ્તા પદ્ધતિ ટૂંક સમયમાં શરૂ થશે
calendar_today April 3, 2026

Rajkot News: ફ્લાવર બેડ BU પેટે 23.63 કરોડની આવક, હપ્તા પદ્ધતિ ટૂંક સમયમાં શરૂ થશે

રાજકોટ શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ચાલી રહેલી તેજીની સીધી અસર મહાનગરપાલિકાની આવક પર જોવા મળી રહી છે. રાજકોટ મહાનગર પાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ફલાવર બેડના રેગ્યુલરાઈઝેશન અને BU પરમિશનની પ્રક્રિયા તેજ બનાવતા છેલ્લા કેટલાક મહિનાઓમાં કોર્પોરેશનને કરોડો રૂપિયાની આવક થઈ છે. ઓક્ટોબર મહિનાથી અત્યાર સુધીમાં કુલ 31 પ્રોજેક્ટ્સને લીલીઝંડી આપવામાં આવી છે.જેનાથી મનપાની તિજોરીમાં 23.63 કરોડથી વધુની રકમ જમા થઈ છે. 13 હાઈરાઈઝ, 18 લોરાઇઝ બિલ્ડિંગના BU મંજૂર નિયમ મુજબ, કોઈપણ બિલ્ડરે પોતાના પ્રોજેક્ટમાં ફ્લાવર બેડ દર્શાવતો પ્લાન ટાઉન પ્લાનિંગ શાખામાં રજૂ કરવો પડે છે.પ્લાન રજૂ થયા બાદ ટીપી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ રૂબરૂ સાઇટ વિઝિટ કરે છે. શહેરમાં હાલ બે પ્રકારના બિલ્ડિંગો માટે પરમિશનની પ્રક્રિયા ચાલી રહી છે.જેમાં 25 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઈ મારતોને ‘હાઈરાઈઝ' શ્રેણીમાં અને તેનાથી ઓછી ઊંચાઈ ધરાવતી ઇમારતોને ‘લોરાઈઝ'માં ગણવામાં આવે છે.પ્રાપ્ત વિગતો મુજબ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 13 હાઈરાઈઝ અને 18 લોરાઈઝ બિલ્ડિંગો મળી કુલ 31 BU પરમીશન મંજૂર કરવામાં આવી છે. એક તરફ મંજૂરીઓ અપાઈ રહી છે, તો બીજી તરફ પેન્ડિંગ અરજીઓનો આંકડો પણ મોટો છે. હપ્તા પદ્ધતિ ટૂંક સમયમાં શરૂ થશે હાલમાં હાઈરાઈઝ બિલ્ડિંગની 32 અને લોરાઇઝ બિલ્ડિંગની 35 મળી કુલ 67 અરજીઓ મંજૂરીની રાહ જોઈ રહી છે.આ અરજીઓના નિકાલ બાદ કોર્પોરેશનની આવકમાં હજુ પણ ધરખમ વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે.નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં ફલાવર બેડ BU રેગ્યુલરાઈઝેશન ફી ભરવા માટે હપ્તા પદ્ધતિ અમલી બનાવવાનો વાયદો કરવામાં આવ્યો છે.આ સુવિધા આગામી એપ્રિલ મહિનાથી લાગુ થવાની શક્યતા છે, જેનાથી બિલ્ડરો પર પડતો આર્થિક બોજ હળવો થશે અને અટકેલા પ્રોજેક્ટ્સને ગતિ મળશે.આ યોજના અંતર્ગત રૂ.50 લાખથી ઓછી રકમની ફી એક સાથે ભરપાઇ કરવાની રહેશે. જ્યારે રૂ.50 લાખ કે તેથી વધુની રકમ એક વર્ષની સમયમર્યાદામાં ચાર ત્રિમાસિક હપતાથી ભરપાઇ કરી શકાશે. આ પણ વાંચોઃ West Bengal Elections 2026: હું 15 દિવસ બંગાળમાં જ રહેવાનો છું.. અમિત શાહે મમતા દીદીને લલકાર્યા

Read Full Story arrow_forward
Hormuz માં અમારા નાવિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, 60 દેશોની યોજાયેલી બેઠકમાં ભારતે દુનિયાને ચેતવ્યા!
calendar_today April 3, 2026

Hormuz માં અમારા નાવિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, 60 દેશોની યોજાયેલી બેઠકમાં ભારતે દુનિયાને ચેતવ્યા!

મધ્ય પૂર્વમાં વકરી રહેલા યુદ્ધ અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના સીધા સંઘર્ષની અસર હવે વૈશ્વિક સ્તરે દેખાઈ રહી છે. વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વના દરિયાઈ માર્ગ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' પર સર્જાયેલી નાકાબંધીને પગલે ઉભા થયેલા સંકટ અંગે ચર્ચા કરવા બ્રિટન દ્વારા એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય બેઠક બોલાવવામાં આવી હતી. આ ઓનલાઈન સમિટમાં ભારત સહિત વિશ્વના 60 થી વધુ દેશોએ ભાગ લીધો હતો. ભારતની આકરી પ્રતિક્રિયા અને ખલાસીઓની સુરક્ષા આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ અત્યંત ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે વિશ્વ સમક્ષ દુઃખ અને રોષ સાથે જણાવ્યું કે, "હોર્મુઝ કટોકટીમાં અત્યાર સુધીમાં જે જાનહાનિ થઈ છે, તેમાં માત્ર ભારતીય ખલાસીઓ જ માર્યા ગયા છે." અહેવાલો અનુસાર, વિદેશી જહાજોમાં ફરજ બજાવતા ત્રણ ભારતીય ખલાસીઓએ આ હુમલાઓમાં જીવ ગુમાવ્યા છે. ભારત માટે આ માત્ર આર્થિક નુકસાન નથી, પરંતુ તેના નાગરિકોની સુરક્ષાનો પણ મોટો પ્રશ્ન છે. મિસ્ત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, ખાડી ક્ષેત્રમાં વેપારી જહાજો પરના હુમલાની સીધી અસર ભારત પર પડી રહી છે. વૈશ્વિક ઉર્જા સુરક્ષા સામે જોખમ હોર્મુઝ સ્ટ્રેટ એ પર્શિયન ગલ્ફ અને ઓમાનના અખાત વચ્ચે સ્થિત એક સાંકડો પણ વ્યૂહાત્મક માર્ગ છે. વિશ્વના કુલ તેલ અને લિક્વિડ નેચરલ ગેસ (LNG) ના વેપારનો અંદાજે 20% હિસ્સો આ માર્ગેથી પસાર થાય છે. ઈરાનની સેના (IRGC) દ્વારા આ માર્ગને વર્ચ્યુઅલ રીતે અવરોધિત કરવામાં આવતા વૈશ્વિક બજારમાં ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. વિક્રમ મિસ્ત્રીએ ચેતવણી આપી હતી કે જો આ નાકાબંધી લાંબો સમય ચાલશે, તો તે વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે ગંભીર ખતરો બની રહેશે. ભારત જેવા દેશો, જેઓ પોતાની ઉર્જા જરૂરિયાતો માટે પશ્ચિમ એશિયા પર નિર્ભર છે, તેમના માટે પેટ્રોલ-ડીઝલનો પુરવઠો ખોરવાવો એ અર્થતંત્ર માટે જોખમી સંકેત છે. શાંતિના મુદ્દા પર મૂકાયો ભાર અમેરિકી પ્રમુખ ટ્રમ્પના આકરા વલણ અને અમેરિકા-ઈઝરાયેલ દ્વારા ઈરાનને નિશાન બનાવવાની રણનીતિ વચ્ચે ભારતે તટસ્થ પણ મક્કમ સ્ટેન્ડ લીધું છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ કટોકટીનો ઉકેલ બળપ્રયોગથી નહીં, પરંતુ માત્ર વાતચીત અને રાજદ્વારી પ્રયાસો દ્વારા જ શક્ય છે. ભારતે તમામ પક્ષોને તણાવ ઓછો કરવા અને સંઘર્ષના માર્ગેથી હટીને ટેબલ પર ચર્ચા કરવા અપીલ કરી છે. આ પણ વાંચોઃ Donald trumpની મજાક પર ભડક્યા ફ્રાન્સના રાષ્ટ્રપતિ, તમારે ગંભીર થવું પડશે

Read Full Story arrow_forward