android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra: ગોધરા સિવિલ હૉસ્પિટલમાં ચોકઠા વિતરણ કૅમ્પ યોજાયો
calendar_today April 3, 2026

Godhra: ગોધરા સિવિલ હૉસ્પિટલમાં ચોકઠા વિતરણ કૅમ્પ યોજાયો

ગોધરા: પંચમહાલ જિલ્લાની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગ દ્વારા ચોકઠા વિતરણ કેમ્પ યોજાયો હતો. જેમાં તમામ ચોકઠા સિવિલ હોસ્પિટલ ખાતેની નવી અત્યાધુનિક લેબોરેટરીમાં ડેન્ટલ વિભાગના તબીબો દ્વારા તૈયાર કરાયા હતાં. કેમ્પ દરમિયાન તબીબોએ દર્દીઓને ચોકઠું પહેરવાની રીત અને તેની સફઈ વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. હોસ્પિટલના સત્તાધીશો દ્વારા જણાવાયું હતું કે, નવી લેબોરેટરી શરૂ થવાથી હવે નિયમિત ધોરણે જરૂરિયાતમંદ દર્દીઓને આ સેવાનો લાભ મળતો રહેશે. આગામી સમયમાં પણ જરૂરિયાત મુજબ આવા કેમ્પનું આયોજન કરી સામાન્ય જનતાને ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાની સંકલ્પ હોસ્પિટલ તંત્ર દ્વારા વ્યક્ત કરાયો છે. તેમજ દર્દીઓએ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Anand: ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદ દ્વારા પૂ.ભાઈકાકાની પુણ્યતિથિ નિમિતે ભાવાંજલિ અપાઈ
calendar_today April 3, 2026

Anand: ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદ દ્વારા પૂ.ભાઈકાકાની પુણ્યતિથિ નિમિતે ભાવાંજલિ અપાઈ

કરમસદ : પૂજ્ય ભાઈકાકાની પુણ્યતિથિ પ્રસંગે ભાઈકાકા યુનિવર્સિટી દ્વારા તા. 31મી માર્ચ, 2026ના રોજ એકેડેમિક સેન્ટરમાં પૂજ્ય ભાઈકાકાને શ્રાદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે ભાઈકાકાના પરિવારના સદસ્યો સવૅદમન પટેલ, શ્રીમતી છાયાબેન પટેલ, શ્રીમતી સ્મિતાબેન પટેલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ચારૂતર આરોગ્ય મંડળના ભૂતપૂર્વ માનદમંત્રી જાગૃત ભટ્ટ, મંડળના હાલના માનદમંત્રી અમિતભાઈ પટેલ, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો.ગૌરી ત્રિવેદી, પ્રોવોસ્ટ ડો. અભય ધરમસી, રજીસ્ટ્રાર ડો. જ્યોતિ તિવારી, ભાઈકાકા યુનિવર્સિટી સંચાલિત કોલેજના ડીન અને પ્રિન્સિપલ્સ તથા સ્ટાફ્ હાજર રહ્યા હતા. ભાઈકાકા પરિવારના સદસ્યો તથા ચારૂતર આરોગ્ય મંડળ અને ભાઈકાકા યુનિવર્સિટીના સંચાલક મંડળ દ્વારા ભાઈકાકાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે ચારૂતર આરોગ્ય મંડળના ભૂતપૂર્વ માનદમંત્રી શ્રી જાગૃત ભટ્ટે આ યુનિવર્સિટી સાથે પૂજ્ય ભાઈકાકાની સ્મૃતિમાં તેમનું નામ જોડવા અંગેની સમગ્રચારૂતર આરોગ્ય મંડળની કટિબદ્ધતા વિશે વાત કરી હતી અને માત્ર વલ્લભવિદ્યાનગર નહિ પરંતુ આજુબાજુના સમગ્ર વિસ્તારમાં શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે થયેલ વિકાસનો તમામ યશ ભાઈકાકાને આપી આ પ્રસંગે શ્રાદ્ધાસુમન અર્પણ કર્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Godhra: ગોધરા ખાતે વાલ્મીકિ સમાજનો સંયુક્ત સત્કાર સમારંભ યોજાયો
calendar_today April 3, 2026

Godhra: ગોધરા ખાતે વાલ્મીકિ સમાજનો સંયુક્ત સત્કાર સમારંભ યોજાયો

ગોધરા: ગોધરાના મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે વાલ્મિકી સમાજ જાગૃતિ અભિયાન અંતર્ગત પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના સંયુક્ત સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ત્રણેય જિલ્લાઓમાંથી વાલ્મિકી સમાજના લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંતો-મહંતો સાથે ગુજરાત સફાઈ કામદાર મજદૂર સંઘના પૂર્વ ચેરમેન મહેન્દ્રભાઈ પરમાર, સામાજિક સમરસતા પ્રાંત સહ-સંયોજક યોગેશભાઈ પારેખ તેમજ ડેપ્યુટી કમિશનર વિજયભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું વિશેષ સ્વાગત કરાયું હતું. સમાજને એકતા તરફ આગળ વધારવા અને સમાજના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન અપાયું હતું. સમાજ ઉન્નતિ માટે શિક્ષણ, આર્થિક મજબૂતી અને સંગઠનની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. અંતે તમામ મહેમાનોને શાલ ઓઢાવી અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમનું આયોજન પાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ ચૌહાણ અને સર્વોદય યુવક મંડળ દ્વારા કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward