Anand: ગંભીરા બ્રીજ દ્રિ-ચક્રિય વાહનો, રાહદારીઓ માટે ખુલ્લો મુકાતા સ્થાનિકોમાં રાહત થઈ
આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રીજ ગત વર્ષે તા. 9મી જુલાઇના રોજ દુર્ઘટનાગ્રસ્ત થતા 9 માસ બાદ રૂ. 9.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો સ્ટીલ સ્ટ્રક્ચર બ્રીજ ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ માટે ખુલ્લો મુકાયો છે. બ્રીજ ખુલ્લો મુકાતા નોકરીયાતવર્ગ અને વિદ્યાર્થીઓને રાહત વ્યાપી છે. છેલ્લા 9 માસથી સ્થાનિક લોકોને વાહન વ્યવહારની સુવિદ્યાની ભારે હાડમારીનો સામનો કરવો પડયો હતો. જો કે રાજ્ય સરકારે દુર્ઘટનાગ્રસ્ત બ્રીજના 24 કલાકમાં નવીનબ્રીજના નિર્માણ માટે 212 કરોડની રકમ મંજુર કરી હતી. પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા માટે તુટેલા બ્રીજ મરામત કરી કાર્યરત કરવામાં આવ્યો છે. સ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ થતા બ્રીજ શરૂ કરવામાં આવ્યો છે. જેથી લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે 9 મી જુલાઇના રોજ બ્રીજ તુટતા 22 લોકોએ જીવ ગુમાવ્યા હતા. માત્ર 3 માસના ટુંકા ગાળામાં જ કોન્ટ્રાક્ટર દ્વારા તુટી ગયેલા બ્રીજની દિવસ-રાત 250 થી વધુ કામદારો દ્વારા ગંભીરા બ્રીજને પુનઃ કાર્યરત કર્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward