android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: સાબરકાંઠા જિલ્લામાં ચૈત્રી પૂનમ, હનુમાન જયંતિની ઉજવણી કરાઇ
calendar_today April 3, 2026

Himatnagar: સાબરકાંઠા જિલ્લામાં ચૈત્રી પૂનમ, હનુમાન જયંતિની ઉજવણી કરાઇ

સાબરકાંઠા જિલ્લામાં ગુરૂવારે હનુમાન જયંતિ અને ચૈત્રી પૂનમ એક જ દિવસે હોવાને કારણે હિંમતનગર સહિત જિલ્લાના વિવિધ સ્થળે બન્ને પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. ખેડબ્રહ્મા ખાતે આવેલ અંબાજી માતાના મંદિરમાં ચૈત્રી પૂનમ નિમિત્તે ગુરૂવારે વહેલી સવારથી જ દર્શન માટે માઇ ભકતોએ લાઇનો લગાવી દીધી હતી. તો બીજી તરફ હિંમતનગરના કાંકણોલ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે પ્રસંગને અનુરૂપ ધાર્મિક કાર્યક્રમોનું સફળ આયોજન કરાયું હતુ.હનુમાન જયંતિ નિમિત્તે હિંમતનગરના કાંકણોલ પાસે આવેલ નરસિંહધામ પ્રાગટય ધામમાં અનેક ભકતોએ નરસિંહદાદાના સાનિધ્યમાં અમૃતવાણીનો લાભ લીધો હતો. જેમાં સંતોની ઉપસ્થિતમાં નરસિંહદાદાએ જણાવ્યુ હતુ કે, હે સાધકો, હે મુમુક્ષો, સત્ય, આત્મા, ધર્મમાં રહો તેનું જ આચરણ કરો, જાતે જ નિષ્ઠાવાન, સિલવાન અને સમાધિવાન બનો તેજ આત્મકલ્યાણનો માર્ર્ગ છે. આ ઉપરાંત હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના પંથકમાં પણ ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિની ઉજવણી કરાઇ હતી. ઉજવણીના ભાગરૂપે પ્રાંતિજના રાસલોડીયા હનુમાન, હિંમતનગરના કટ્ટીધામ, દાદુપુર હનુમાનજી મંદિર, છાપરીયા અને ટાવર ચોક સ્થિત હનુમાનજી મંદિરમાં ભકતોએ ઉપસ્થિત રહી પૂજા અર્ચના કરી દાદાના દર્શન કર્યા બાદ ધન્યતા અનુભવી હતી. ઉપરાંત હિંમતનગર તાલુકાના સરોલી, વકતાપુર રોકડીયા હનુમાન મંદિર સહિત અન્ય સ્થળે પૂજા અર્ચના તથા સત્સંગના કાર્યક્રમો યોજાયા હતા. સલામતીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Nadiad: વડતાલમાં સમૈયાની પૂર્ણાહુતિ, સુદામા ચરિત્રની કથામાં ભકતો ભાવવિભોર
calendar_today April 3, 2026

Nadiad: વડતાલમાં સમૈયાની પૂર્ણાહુતિ, સુદામા ચરિત્રની કથામાં ભકતો ભાવવિભોર

સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલમાં ચૈત્રી સમૈયાની ચૈત્રી પૂર્ણિમાના દિવસે ગુરૂવારે ભવ્ય પૂર્ણાહુતિ થઇ હતી. ધોલેરાધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે યોજાયેલા આ મહોત્સવમાં હરિભકતોનો સાગર ઊમટી પડયો હતો. સમૈયાની પૂર્ણાહુતિ પ્રસંગે આચાર્ય રઘુવીર મહારાજ સ્થાપિત હનુમાનજી મંદિરે મારૂતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં આહુતિઓ આપી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી.મંદિરમાં યોજાઇ રહેલા મહોત્સવના અંતિમ દિવસે ગુરૂવારે શ્રીમદ ભાગવત સપ્તાહ અંતર્ગત વકતા નારાયણચરણદાસજી સ્વામી (વ્રજભૂમિ આણંદ) એ સુદામા ચરિત્રનું મર્મ સ્પર્શી વર્ણન કર્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાની અતૂટ મૈત્રીનો પ્રસંગ સાંભળી સૌ શ્રાોતાઓ (હરિભકતો) ભાવવિભોર બન્યા હતા. આ પ્રસંગે મહોત્સવમાં ઉપસ્થિત મોટા લાલજી સૌરભપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે, વડતાલધામ એ સાક્ષાત વૈકુંઠ સમાન છે. જયાં શ્રીહરિએ સ્વયં શ્રીલક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી છે. ગઢડાના પ્રથમના 10મા વચનામૃત મુજબ જો આપણે આચાર્ય મહારાજની આજ્ઞા મુજબ જીવન જીવીશુ ,તો ભગવાન ચોક્કસ રાજી થશે. આ પ્રસંગે નાના લાલજી દ્વિજેન્દ્રપ્રસાદજી મહારાજ , વડતાલ મંદિરના ચેરમેન ડો. સંતવલ્લભદાસ સ્વામી, સત્સંગ મહાસભા પ્રમુખ નૌતમપ્રકાશદાસજી સ્વામી, મુખ્ય કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી સહિત વરિષ્ઠ સંતો તથા મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Panchmahal: શહેરા નજીકના સામી સમડી ગામે રામ મંદિરનું ભૂમિ પૂજન કરાયું
calendar_today April 3, 2026

Panchmahal: શહેરા નજીકના સામી સમડી ગામે રામ મંદિરનું ભૂમિ પૂજન કરાયું

શહેરા: શહેરા નગરપાલિકાના પરા વિસ્તારમાં આવેલા સાડી સમડી ગામમાં ભગવાન શ્રીરામના મંદિરનું ગામના યુવાન રાજેશ ભરતભાઈ પગી દ્વારા નિર્માણ કરાઈ રહ્યું છે. જે માટે આજે હનુમાન જયંતીના પાવન અવસરે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું, આ મંદિર 51 ફુટ ઊંચું અને અયોધ્યાના શ્રીરામ મંદિર જેવું જ બનાવવામાં આવશે, જેનું નામ મિની અયોધ્યા પણ રાખવામાં આવ્યું છે, રામ મંદિરની સાથે કષ્ટભંજન હનુમાન અને રામાપીરનું પણ મંદિર બનાવાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward