android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahisagar: મહીસાગરના નવીન કોઠંબા તાલુકાના ટીડીઓએ ચાર્જ સંભાળ્યો
calendar_today April 3, 2026

Mahisagar: મહીસાગરના નવીન કોઠંબા તાલુકાના ટીડીઓએ ચાર્જ સંભાળ્યો

કોઠંબા: મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાના નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી જી.જી. ઝાલાએ આજે પદભાર સંભાળ્યો હતો. ટીડીઓ ઝાલાનું આગેવાનો, ભાવેશભાઇ પટેલ અને તલાટી લાલસિંહ ચૌહાણ, મનોજ પટેલે ફૂલહારથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કોઠંબા તાલુકાના ટીડીઓ દ્વારા ચાર્જ સંભાળતા જ નવીન તાલુકાની કચેરીઓ અને વિકાસ કામોની જવાબદારી તેમના શીરે આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Dhandhuka: ધંધૂકામાં અકસ્માતના બે જુદાં જુદાં બનાવમાં 1 વ્યક્તિનું મોત, બેને ઈજા
calendar_today April 3, 2026

Dhandhuka: ધંધૂકામાં અકસ્માતના બે જુદાં જુદાં બનાવમાં 1 વ્યક્તિનું મોત, બેને ઈજા

અમદાવાદ જિલ્લાના ધંધૂકા તાલુકામાં ગુરુવારે બે અલગ અલગ માર્ગ અકસ્માતોની ઘટના સામે આવી છે. પ્રથમ અકસ્માત ધંધૂકા-રોજકા માર્ગ પર સર્જાયો હતો. જ્યાં ભૂતિયા દાદાની દરગાહ નજીક બે બાઈક સામસામે અથડાતા બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ આસપાસના લોકોની મદદથી બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધંધુકા આર.એમ.એસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે સારવાર આપવામાં આવી હતી.બીજી અકસ્માતની ઘટના ધંધુકા-કોઠડિયા માર્ગ પર બની હતી, જેમાં બાઈકને અકસ્માત નડતા તગડી ગામના પ્રવિણભાઇ ડણિયા ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓ ગંભીર હોવાના કારણે તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બંને અકસ્માતોની ઘટનાઓને પગલે વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસ દ્વારા બંને અકસ્માત અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને વાહનચાલકોને ટ્રાફ્કિ નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Lunavada: તણસિયા પ્રાથમિક શાળામાં બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરાયું
calendar_today April 3, 2026

Lunavada: તણસિયા પ્રાથમિક શાળામાં બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરાયું

લુણાવાડા: લુણાવાડા તાલુકાની તણસીયા ગામની પ્રાથમિક શાળા ખાતે હનુમાન જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરે ગામના અગ્રણી અને સેવાભાવી શશીકાંતભાઈ પટેલ તથા ગૌરાંગ પટેલ, ડૉ.કયુરી પટેલ અને પ્રીતિબેન પટેલ દ્વારા શાળાના નાના ભૂલકાઓને સ્કૂલ બેગનું વિતરણ કરાયું હતું. શાળાના આચાર્ય એ આ સરાહનીય કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward