Ahmedabad : દાણીલીમડામાં ક્રાઇમ બ્રાન્ચનો સપાટો, રીક્ષાના ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
અમદાવાદ શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં જાહેર રોડ પર ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને પોલીસે રીક્ષાના ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.પીરાણા વોટર પંપ પાસે પોલીસની તવાઈ ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દાણીલીમડાના પીરાણા વોટર પંપ અને એમ.ડી. ફાર્મ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ ઓટો રિક્ષા પસાર થતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તલાશી લેતા રિક્ષાના ચોરખાનામાંથી વિદેશી દારૂની ૧૮૦ મિલીની ૨૪૦ બોટલ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી તેને કાયદાના સકંજામાં લીધો છે. રૂ. ૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત પોલીસે આ કાર્યવાહી દરમિયાન માત્ર દારૂ જ નહીં, પરંતુ ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા અને મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે. આ સમગ્ર કામગીરીમાં કુલ રૂ. ૧,૦૧,૭૪૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી છે.આ પણ વાંચો--- Gujarat Policeમાં મોટો ફેરફાર, 31 DySP અને 4 PI ને સોંપાયો વધારાનો ચાર્જ, વાંચો લિસ્ટ
Read Full Story arrow_forward