android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: સચિન GIDCની હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં ભીષણ આગ, કાપડની કંપનીમાં મેજર કોલ જાહેર કરાયો
calendar_today April 1, 2026

Surat News: સચિન GIDCની હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં ભીષણ આગ, કાપડની કંપનીમાં મેજર કોલ જાહેર કરાયો

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ નગરી ગણાતા સુરત શહેરમાં ફરી એકવાર આગની મોટી દુર્ઘટના સામે આવી છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. હોજીવાલા કમ્પાઉન્ડમાં આવેલી 'ગોપી નીટિંગ' નામની કાપડ બનાવતી કંપનીમાં લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.મેજર કોલ જાહેર, ફાયરની ટીમો ઘટના સ્થળે આગ એટલી ભીષણ હતી કે, તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા સુરત ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ સચિન, ભેસ્તાન અને માન દરવાજા સહિતના વિવિધ ફાયર સ્ટેશનોથી ફાયર ફાઈટરોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. કાપડનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયરના જવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આગનું કારણ હજુ અકબંધ આગ લાગવાની ઘટનાની પ્રાથમિક માહિતી અનુસાર, ગોપી નીટિંગ કંપનીમાં કાપડના ઉત્પાદન દરમિયાન અચાનક આગ લાગી હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સત્તાવાર કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. સદનસીબે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈના ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી. ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ સચિન GIDC એ સુરતનું મોટું ઇન્ડસ્ટ્રિયલ હબ છે. અહીં વારંવાર લાગતી આગની ઘટનાઓને પગલે સ્થાનિક ઉદ્યોગકારો અને શ્રમિકોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને વોટર કેનન દ્વારા આગ પર કાબૂ મેળવવાના સતત પ્રયાસો ચાલુ છે. પોલીસ કાફલો પણ સુરક્ષાના ભાગરૂપે ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ પણ વાંચો - Surat News: "ટીચર મને મારે છે..." 14 વર્ષના તરુણની આત્મહત્યાની ચિઠ્ઠીથી ખળભળાટ, સીટી લાઈટની સ્કૂલ વિવાદમાં

Read Full Story arrow_forward
Junagadh News: માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ, ઉત્પાદન ઘટતાં ભાવમાં પણ મોટો તફાવત
calendar_today April 1, 2026

Junagadh News: માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ, ઉત્પાદન ઘટતાં ભાવમાં પણ મોટો તફાવત

ગુજરાતમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે. ગરમીની સાથે વરસાદ પણ હાજરી આપી રહ્યો છે.વાવાઝોડા અને માવઠાને કારણે કેરીના પાકને નુકસાન થવા પામ્યું છે.આ સ્થિતિમાં કેરી રસિકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. માર્કેટમાં કેરીની આવક શરૂ થતાં ભાવમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે. વાવાઝોડુ અને માવઠાને કારણે કેરીનું ઉત્પાદન ઘટ્યું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીમાં કેસર કેરીના 3200 બોક્સની આવક થઈ છે. શરૂઆતમાં આ કેરીનો 10 કિલોનો ભાવ એક હજારથી 4200 રૂપિયા સુધી બોલાયો હતો. આ વખતે કેરીના પાકમાં મોટો ઘટાડો નોંધાયો છે. વાવાઝોડુ અને માવઠાને કારણે કેરીનું ઉત્પાદન ઘટ્યું છે. સિઝનની શરૂઆતમાં કેરીના ભાવ આસમાને પહોંચ્યા હતાં. પરંતુ હવે આવક વધતા ભાવ ₹1000 થી ₹1700ની સપાટીએ પહોંચ્યા છે. ખેડૂતો અને ઈજારદારો આર્થિક સંકટમાં ફસાયા કેરીનું ઉત્પાદન કરતાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ આ વખતે ઉત્પાદન અડધું થયું છે. હવામાનમાં સતત આવી રહેલા પલટાને કારણે ઝાડ પરથી કેરી ખરી પડતાં ઉત્પાદન ઘટી ગયું છે. નાની કેરી ખરી પડતાં ખેડૂતો અને ઈજારદારો આર્થિક સંકટમાં ફસાયા છે. કેરીના પાકના ઉત્પાદન માટેના ખર્ચ સામે જોઈએ તેવું વળતર નહીં મળતાં ખેડૂતો સરકાર પાસે મદદની માગ કરી રહ્યાં છે. આ પણ વાંચોઃ Gandhinagar News: GPSCએ 224 જગ્યાઓ પર ભરતી જાહેર કરી, આજથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

Read Full Story arrow_forward
Bhavnagar News: ભાવનગર-અમદાવાદ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના, રાજપરા જતા સંઘને અકસ્માત નડતા એકનું મોત
calendar_today April 1, 2026

Bhavnagar News: ભાવનગર-અમદાવાદ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના, રાજપરા જતા સંઘને અકસ્માત નડતા એકનું મોત

ભાવનગર-અમદાવાદ હાઈવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. ભાલ પંથકના સનેસ ગામ નજીક એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં પગપાળા જઈ રહેલા એક શ્રદ્ધાળુનું ટ્રકની અડફેટે આવતા ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.કંકાપુરથી રાજપરા જઈ રહ્યો હતો સંઘ ઘટનાની મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કંકાપુર ગામથી શ્રદ્ધાળુઓનો એક સંઘ પગપાળા ભાવનગરના પ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિર ખાતે દર્શનાર્થે જઈ રહ્યો હતો. આ સંઘ જ્યારે ભાલ વિસ્તારના સનેસ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક ટ્રક ચાલકે એક પદયાત્રીને જોરદાર અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે શ્રદ્ધાળુનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. ચાલક ટ્રક લઈને ફરાર, હાઈવેની સુરક્ષા પર સવાલો અકસ્માત બાદ માનવતા દાખવવાને બદલે ટ્રક ચાલક અંધારાનો લાભ લઈને અથવા તક જોઈને ટ્રક સાથે ત્યાંથી નાસી છૂટ્યો હતો. ભાવનગર-અમદાવાદ હાઈવે પર પદયાત્રીઓ અને નાના વાહનો માટે જોખમ સતત વધી રહ્યું છે. અવારનવાર બનતી હિટ એન્ડ રનની ઘટનાઓને પગલે હાઈવે પર પોલીસ પેટ્રોલિંગ અને વાહનોની ગતિ મર્યાદા પર અંકુશ લાવવા માટે ફરી સવાલો ઉભા થયા છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને સંઘના અન્ય સભ્યો એકઠા થઈ ગયા હતા. પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમના અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી, હાઈવે પરના સીસીટીવી ફૂટેજ અને અન્ય વિગતોના આધારે ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે. શ્રદ્ધાળુના મોતના સમાચારથી કંકાપુર ગામ અને પદયાત્રી સંઘમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ પણ વાંચો - Bhavnagar : પ્રેમલગ્નનો ખાર રાખી યુવકની કરપીણ હત્યા, ત્રણ આરોપીઓના રિમાન્ડ મંજૂર

Read Full Story arrow_forward