android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: પોલીસ કમિશ્નરે હીરાવાડી ચાર રસ્તા પાસે વિઝિટ કરી, ટ્રાફિક સર્જતા બિનજરૂરી કટ બંધ કરાવ્યા
calendar_today April 1, 2026

Ahmedabad News: પોલીસ કમિશ્નરે હીરાવાડી ચાર રસ્તા પાસે વિઝિટ કરી, ટ્રાફિક સર્જતા બિનજરૂરી કટ બંધ કરાવ્યા

અમદાવાદમાં દિવસે દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યાનો નિકાલ કરવા માટે ખુદ શહેરના પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે. થોડા સમય પહેલા પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા નારોલ અને એસ.જી હાઈવે પર ઝાયડસ ચાર રસ્તા પાસે ટ્રાફિકને લઈને મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. હવે તેમણે શહેરના હિરાવાડી વિસ્તારમાં વિઝિટ કરી હતી. ટ્રાફિક વ્યવસ્થાનું રૂબરૂ નિરીક્ષણ કર્યું શહેરમા હિરાવાડી ચાર રસ્તા પાસે પોલીસ કમિશનર જી.એસ. મલિકે વિઝિટ કરી હતી. આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા અંગે તેમણે માહિતી મેળવી હતી. અહીં સર્જાઈ રહેલા ટ્રાફિકને લઈને તેમણે જરૂરી સૂચનાઓ આપી હતી. ટ્રાફિક ડાયવર્ટ કરવા માટેનો પ્લાન તૈયાર કર્યો હતો. બિનજરૂરી રોડ કટ બંધ કરવામાં આવ્યા હતાં. ખુદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે આજે મેદાનમાં ઉતરીને ટ્રાફિક વ્યવસ્થાનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. પોલીસ કમિશ્નરે આ વિઝિટ દરમિયાન ખાસ નોંધ લીધી હતી. તેમણે નાગરિકો અને સરકારી અધિકારીઓને હેલમેટ પહેરવા અપીલ કરી હતી. બિનજરૂરી કટ ટ્રાફિક જામનું કારણ બને છેઅગાઉ પોલીસ કમિશનરે ઝાયડસ ચાર રસ્તાની મુલાકાત લઈને બ્રિજની નીચે બંને તરફ નવા ટ્રાફિક કટ ખોલવાની મંજૂરી આપી હતી.પોલીસનો દાવો છે કે આ નવા કટથી વાહનોની અવરજવર સરળ બનશે અને ચાર રસ્તા પર થતો ટ્રાફિક જામ ઓછો થશે. જ્યાં પણ બિનજરૂરી કટ ટ્રાફિક જામનું કારણ બને છે તેવા કટને તાત્કાલિક અસરથી બંધ કરવાની કામગીરી પોલીસ કમિશ્નરે શરૂ કરાવી હતી.આ પણ વાંચોઃ Gandhinagar News: GPSCએ 224 જગ્યાઓ પર ભરતી જાહેર કરી, આજથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

Read Full Story arrow_forward
Gandhinagar News: આજે સાંજે જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ
calendar_today April 1, 2026

Gandhinagar News: આજે સાંજે જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ

વડાપ્રધાન મોદી એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં અને તેમણે 19 હજાર કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતાં. એવું કહેવાતું હતું કે, પીએમ મોદીની મુલાકાત બાદ કોઈ પણ સમયે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થશે. ત્યારે આજે આ ચૂંટણીની તારીખની જાહેરાત થઈ શકે છે. સાંજે પાંચ વાગ્યે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. રાજ્ય ચૂંટણી આયોગ તારીખની જાહેરાત કરી શકે છે. રાજ્ય ચૂંટણી આયોગ કરી શકે છે તારીખની જાહેરાત તાજેતરમાં ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓને લઈ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પંચાયતો માટેની આખરી મતદાર યાદી આગામી પહેલી એપ્રિલ 2026ના રોજ પ્રસિદ્ધ કરવા આદેશ કર્યો હતો. ત્યારે આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. રાજ્યમાં 15 મહાનગરપાલિકાઓ, 95 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયત અને 261 તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આ પણ વાંચોઃ Gandhinagar News: GPSCએ 224 જગ્યાઓ પર ભરતી જાહેર કરી, આજથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

Read Full Story arrow_forward
April ના પ્રથમ દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમાં ભડકો, 5 કિલો સિલિન્ડરના ભાવમાં 51 રૂપિયાનો તોતિંગ વધારો!
calendar_today April 1, 2026

April ના પ્રથમ દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમાં ભડકો, 5 કિલો સિલિન્ડરના ભાવમાં 51 રૂપિયાનો તોતિંગ વધારો!

1 એપ્રિલ, 2026 થી દેશમાં ગેસ સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નાણાકીય વર્ષના પ્રારંભે જ સરકારી તેલ કંપનીઓએ ઝટકો આપતા નાના 5 કિલોગ્રામના FTL (Free Trade LPG) સિલિન્ડર અને 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો જાહેર કર્યો છે. જોકે, સામાન્ય જનતા માટે રાહતના સમાચાર એ છે કે 14.2 કિલોગ્રામના ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નાના અને કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ તાજા આંકડા મુજબ, 5 કિલોગ્રામના નાના FTL સિલિન્ડરના ભાવમાં ₹51નો વધારો થયો છે. બીજી તરફ, 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર દીઠ ₹195.50 અને કોલકાતામાં ₹218નો વધારો થયો છે. આ વધારા સાથે દિલ્હીમાં કોમર્શિયલ ગેસનો ભાવ હવે ₹2078.50 પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે આ વર્ષમાં આ પાંચમો ભાવ વધારો છે અને અત્યાર સુધીમાં કોમર્શિયલ ગેસના ભાવમાં અંદાજે ₹498નો વધારો ઝીંકાયો છે. ઘરેલુ વપરાશકારોને હાલ પૂરતી રાહત સામાન્ય ગૃહિણીઓના બજેટ પર હાલમાં કોઈ નવી અસર પડશે નહીં, કારણ કે 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ₹913 પર સ્થિર રાખવામાં આવ્યો છે. છેલ્લે 7 માર્ચે તેમાં ₹60નો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, કોમર્શિયલ ગેસ મોંઘો થતા હોટલ, રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ માટે ખર્ચ વધશે, જેની પરોક્ષ અસર સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડી શકે છે. વૈશ્વિક કારણો અને ક્રૂડ ઓઇલનો ફાળો આ ભાવ વધારા પાછળ વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ મુખ્ય જવાબદાર છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાન દ્વારા 'હોર્મુઝ સ્ટ્રેટ' (વિશ્વના તેલ પુરવઠાનો 20% હિસ્સો વહન કરતો માર્ગ) ને અવરોધવાની ધમકીને કારણે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $116 સુધી પહોંચી ગયા છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં વૈશ્વિક તેલના ભાવમાં લગભગ **50%**નો વધારો થયો છે, જેના કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે અને ઘરેલુ બજારમાં ઇંધણના ભાવમાં તેજી જોવા મળી રહી છે. આ પણ વાંચોઃ બંધ થઇ રહ્યો છે US-કેનેડાને જોડતો આ બોર્ડર રોડ, 80 વર્ષ જૂની દોસ્તીના રસ્તા પર સુરક્ષાની બ્રેક

Read Full Story arrow_forward