android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Strait of Hormuz crisis: માઇન્સથી ભરેલો સમુદ્ર, સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આ રીતે પાર થયુ ભારતીય LPG ટેન્કર
calendar_today April 1, 2026

Strait of Hormuz crisis: માઇન્સથી ભરેલો સમુદ્ર, સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આ રીતે પાર થયુ ભારતીય LPG ટેન્કર

ચીફ ઓફિસર સોહન લાલે જણાવ્યું કે 27 ભારતીય ક્રૂ સભ્યોને આશા હતી કે તેઓ એક અઠવાડિયામાં ઘરે પહોંચી જશે. જંગ શરૂ થતાં જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ ગયો. ઇરાને માઇન્સ પાથરી દીધી અને જહાજોની અવરજવર રોકી દીધી. ટેન્કરને લગભગ 3 અઠવાડિયા સુધી અટકવું પડ્યું. આ દરમિયાન ક્રૂ સભ્યો દરરોજ ઉપરથી ઉડતા મિસાઇલ અને ડ્રોન જોઈ રહ્યા હતા.11 માર્ચે ભારતીય અધિકારીઓએ ક્રૂને તૈયાર રહેવા જણાવ્યું હતું11 માર્ચે ભારતીય અધિકારીઓએ ક્રૂને તૈયાર રહેવા જણાવ્યું હતું, પરંતુ જંગ તેજ થતાં 23 માર્ચ સુધી રાહ જોવી પડી. ત્યારબાદ ઇરાને ટેન્કરને સામાન્ય માર્ગ બદલે એક સંકુચિત અને અનોખા ચેનલથી જવાની મંજૂરી આપી. આ રૂટ ઇરાનના કિનારે આવેલા Larak Island ના ઉત્તર ભાગમાં હતો, જે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો નથી.સામાન્ય માર્ગ માઇન્સથી ભરેલો હતો Islamic Revolutionary Guard Corps (IRGC) એ આ રૂટ સૂચવ્યો કારણ કે સામાન્ય માર્ગ માઇન્સથી ભરેલો હતો. ભારતીય અધિકારીઓ અને માલિક કંપની Seven Islands Shipping એ નિર્ણય લીધો કે દરેક ક્રૂ સભ્યની મંજૂરી પછી જ આગળ વધવામાં આવશે.IRGC એ દરેક ક્રૂ સભ્યની વ્યક્તિગત સંમતિ લીધી ચીફ ઓફિસર સોહન લાલે જણાવ્યું કે IRGC એ દરેક ક્રૂ સભ્યની વ્યક્તિગત સંમતિ લીધી. તમામ 27 ક્રૂ સભ્યોએ એકમતથી હા પાડી. ટેન્કરે Qeshm Island અને લારક વચ્ચેના માર્ગથી પસાર થઈને આગળ વધ્યું. આ માર્ગ લાંબો અને વળાંકવાળો હતો, પરંતુ સુરક્ષિત હતો.IRGC એ ક્યારેય ટેન્કર પર બોર્ડિંગ કર્યું નહીં IRGC એ ક્યારેય ટેન્કર પર બોર્ડિંગ કર્યું નહીં અને કોઈ ફી પણ લીધી નહીં. ભારતીય નૌસેનાએ સમગ્ર મુસાફરી દરમિયાન માર્ગદર્શન આપ્યું. Gulf of Oman થી Arabian Sea સુધી ચાર ભારતીય યુદ્ધપોતોએ લગભગ 20 કલાક સુધી ટેન્કરને એસ્કોર્ટ કર્યું. વિદેશ મંત્રાલય અનુસાર હજુ પણ 18 ભારતીય જહાજ Persian Gulf માં ફસાયેલા છે, જેમાં લગભગ 458 ભારતીય નાવિકો છે. જેમાંથી 6 જહાજ સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરી ચૂક્યા છે. ઇરાને ભારત, ચીન, રશિયા, ઇરાક અને પાકિસ્તાન જેવા મિત્ર દેશોના જહાજોને ખાસ પરવાનગી આપી છે. ભારત LPGનો મોટો આયાતક છે અને દેશના કરોડો ઘરો રસોઈ માટે LPG પર નિર્ભર છે. “પાઇન ગેસ” મૂળ રીતે Mangalore Port પર ગેસ ઉતારવાનો હતો, પરંતુ અધિકારીઓએ LPGને બે ભાગમાં વહેંચીને વિશાખાપટનમ અને હલ્દીયા પર ઉતારવાનો નિર્ણય લીધો. આ પણ વાંચો: Rajasthan: ટીના ડાબી સહિત 65 IAS ઓફિસરોની સામુહીક બદલી, 25 જિલ્લાના કલેક્ટર બદલાયા

Read Full Story arrow_forward
Jet Fuel Prices: જેટ ફ્યુઅલની કિંમતમાં વધારો, એરલાઇન્સ કંપનીઓ અને પેસેન્જર્સને ઝટકો
calendar_today April 1, 2026

Jet Fuel Prices: જેટ ફ્યુઅલની કિંમતમાં વધારો, એરલાઇન્સ કંપનીઓ અને પેસેન્જર્સને ઝટકો

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય સંઘર્ષની સીધી અસર હવે ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર પર જોવા મળી રહી છે. ભારત સરકારે નોન-શિડ્યુલ્ડ અને ચાર્ટર ફ્લાઇટ્સ માટે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ઇંધણના ભાવમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. સ્થાનિક એરલાઇન્સ માટે સ્થિતિ શરૂઆતમાં ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર ભાવ વધારાને લઈને થોડી અસ્પષ્ટતા હતી પરંતુ બાદમાં એરલાઇન્સ અને ઇન્ડિયન ઓઇલ બંનેએ સ્પષ્ટતા કરી છે કે આ નવા અને વધેલા દરો અત્યારે માત્ર નોન-શિડ્યુલ્ડ અને ચાર્ટર ફ્લાઇટ્સ માટે જ લાગુ પડશે. શેડ્યુલ્ડ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ (નિયમિત સ્થાનિક ઉડાણો) માટેના ભાવમાં હાલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મેટ્રો શહેરોમાં ભાવની સ્થિતિ (પ્રતિ કિલોલીટર) 1 એપ્રિલથી અમલી બનેલા નવા દરો મુજબ, મુખ્ય શહેરોમાં જેટ ફ્યુઅલના ભાવ લગભગ બમણા થઈ ગયા છે:શહેર માર્ચના ભાવ (₹) 1 એપ્રિલથી નવા ભાવ (₹)દિલ્હી 96,638 207,341.22કોલકાતા 99,587.14 205,955.33 ચેન્નાઈ 100,280.49 214,597.66મુંબઈ 90,451.87 194,968.67મુંબઈમાં ભાવ અન્ય મેટ્રો શહેરોની સરખામણીએ સૌથી ઓછા નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં થયેલા વધારા બાદ સ્થાનિક ફ્લાઇટ્સ માટેનો ભાવ પહેલેથી જ ₹1,00,000 ની સપાટી વટાવી ચૂક્યો હતો.પેટ્રોલિયમ મંત્રાલયનું નિવેદન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 2001થી ATFના ભાવ અંકુશમુક્ત છે અને તે આંતરરાષ્ટ્રીય માર્કેટના આધારે દર મહિને બદલાય છે. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) બંધ થવાને કારણે અને વૈશ્વિક ઉર્જા સંકટને લીધે 1 એપ્રિલે ભાવમાં 100% થી વધુ વધારાની શક્યતા હતી. મુસાફરોને રાહત આપવા માટેના પ્રયાસો હવાઈ મુસાફરી સામાન્ય જનતા માટે પોષણક્ષમ રહે તે હેતુથી, પેટ્રોલિયમ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સંયુક્ત નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભલે મોટો ઉછાળો હોય, પરંતુ ડોમેસ્ટિક એરલાઇન્સ માટે માત્ર 25% (આશરે ₹15 પ્રતિ લિટર) જેટલો જ આંશિક વધારો લાગુ કરવામાં આવ્યો છે. જોકે, આંતરરાષ્ટ્રીય રૂટ પર ઉડતી ફ્લાઇટ્સ માટે એરલાઇન્સે વૈશ્વિક બજાર મુજબની સંપૂર્ણ કિંમત ચૂકવવી પડશે. આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?

Read Full Story arrow_forward
Artemis II: ચંદ્રમાં તરફ ચાલ્યો માનવી, NASAનું ઐતિહાસિક લોન્ચ ક્યાં લાઇવ જોઇ શકાશે?
calendar_today April 1, 2026

Artemis II: ચંદ્રમાં તરફ ચાલ્યો માનવી, NASAનું ઐતિહાસિક લોન્ચ ક્યાં લાઇવ જોઇ શકાશે?

લોન્ચ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 39B પરથી થશે. ભારતીય સમય અનુસાર લોન્ચ 2 એપ્રિલ સવારે 3:54 વાગ્યે શરૂ થશે. જો હવામાન કે ટેક્નિકલ સમસ્યા આવે તો આગામી દિવસોમાં અન્ય મોકા મળી શકે છે. આ મિશન ચાર એસ્ટ્રોનોટ્સને ચંદ્રની આસપાસ ફરાવીને પાછા લાવશે. લાઇવ કવરેજ ક્યાં જોવું? તમે ઘર બેઠા આ ઐતિહાસિક લોન્ચ લાઇવ જોઈ શકો છો. નાસાએ અનેક પ્લેટફોર્મ પર મફત લાઇવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા કરી છે. કોઈ સબ્સ્ક્રિપ્શન કે પૈસા લાગશે નહીં. લોન્ચ પહેલાંથી જ કવરેજ શરૂ થઈ જશે. નાસાની ઓફિશિયલ સ્ટ્રીમ - NASA+ અને YouTubeસૌથી સારો અને ઓફિશિયલ વિકલ્પ NASA+ અને નાસાનો YouTube ચેનલ છે. NASA+ પર કવરેજ ભારતીય સમય મુજબ રાત્રે 10:20 વાગ્યે શરૂ થશે. YouTube પર કવરેજ સાંજે 5:15 વાગ્યે શરૂ થશે, જેમાં રૉકેટમાં ઇંધણ ભરવાની પ્રક્રિયા પણ બતાવવામાં આવશે. ડાયરેક્ટ લિંક NASA YouTube Live: https://www.youtube.com/NASA  NASA+ Official Broadcast: https://plus.nasa.gov/scheduled-video/nasas-artemis-ii-crew-launches-to-the-moon-official-broadcast/ Rocket Live View: https://www.youtube.com/watch?v=XMZMSmOrzlU અન્ય પ્લેટફોર્મ પર લાઇવ જુઓ એમેઝોન પ્રાઇમ વિડિયો પર પણ નાસાનું કવરેજ મફત મળશે. નાસા એપ ડાઉનલોડ કરીને મોબાઇલ પર જોઈ શકો છો. CNN, C-SPAN અને Space.com જેવા પ્લેટફોર્મ પણ લાઇવ કવરેજ બતાવશે. ભારતમાં ક્યાં જોઈ શકાય? ભારતમાં લોકો YouTube અને NASA+ પર સરળતાથી જોઈ શકે છે. મોબાઇલ પર જોવા માટે YouTube એપ અથવા નાસા એપ ઉપયોગી છે. લોન્ચ સમયે ઇન્ટરનેટ કનેક્શન મજબૂત રાખો કારણ કે લાખો લોકો એકસાથે જોઈ રહ્યા હશે. કેટલાક ભારતીય ન્યૂઝ ચેનલ્સ પણ નાસાનો ફીડ લાઇવ બતાવી શકે છે. લૉન્ચ પહેલાં શું જોઈ શકો છો? 1 એપ્રિલ સાંજે 5:15 વાગ્યે રૉકેટમાં પ્રોપેલેન્ટ ભરવાની પ્રક્રિયા ક્રૂનું સૂટ-અપ અને લોન્ચ પેડ પર પહોંચવાની ક્ષણો લોન્ચ કાઉન્ટડાઉન અને કોમેન્ટરી લોન્ચ પછી ઓરિયન કેપ્સ્યુલના સોલાર પેનલ ખુલવાની પ્રક્રિયા આર્ટેમિસ II લોન્ચ માનવ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. 54 વર્ષ પછી માનવો ફરી ચંદ્ર તરફ જઈ રહ્યા છે. તમે ઘર બેઠા નાસાના ઓફિશિયલ પ્લેટફોર્મ પર આ લાઇવ કવરેજનો આનંદ લઈ શકો છો.આ પણ વાંચો: Strait of Hormuz crisis: માઇન્સથી ભરેલો સમુદ્ર, સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આ રીતે પાર થયુ ભારતીય LPG ટેન્કર

Read Full Story arrow_forward