android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News:  દર્દીઓ માટે જોખમી ડાયાલિસિસ મશીનોનો નિકાલ કરો, આરોગ્ય વિભાગની હોસ્પિટલોને સૂચના
calendar_today April 1, 2026

Ahmedabad News: દર્દીઓ માટે જોખમી ડાયાલિસિસ મશીનોનો નિકાલ કરો, આરોગ્ય વિભાગની હોસ્પિટલોને સૂચના

ગુજરાતમાં એ-વન ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત કિડની ફેલ્યોર દર્દીઓ માટે ડાયાલિસિસ સેવા આપવામાં આવે છે, રાજ્યના વિવિધ ડાયાલિસિસ સેન્ટરો ખાતે દસ વર્ષ કે તેથી વધુ સમય અથવા તો ૩૦ હજાર કલાકથી વધુ સમય સુધી ઉપયોગમાં લેવાયેલા ડાયાલિસિસ મશીનો કંડમ કરવાની કાર્યવાહી કરી, બિનઉપયોગી સામાનની જેમ તેનો નિકાલ કરવા નિર્દેશ અપાયો છે. અધિક નિયામકે આ સૂચનાઓ આપી આરોગ્ય વિભાગના તબીબી સેવાઓના અધિક નિયામકે આ સૂચનાઓ આઈકેડીઆરસીના પત્રને ટાંકીને તમામ સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો વગેરેને આપી છે. દસ વર્ષ કરતાં વધુ સમય સુધી વપરાયેલા મશીનો દદીઓ માટે સુરક્ષિત ન હોવાનું કહેવાયું છે. એ-વન ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત બિનવપરાશ લાયક ડાયાલિસિસ મશીનો કંડમ કરવાની કાર્યવાહી માટે નિર્દેશ કરાયા છે, જે મશીનો ૧૦ વર્ષથી વધુ કે ૩૦ હજાર કલાકથી વધુ વપરાયા છે એટલે તેની આવરદા પૂર્ણ થઈ છે. મશીનને કંડમ કરવાની કાર્યવાહી જરૂરી આવરદા પૂર્ણ થતાં આ ડાયાલિસિસ મશીનો દર્દીઓ માટે સુરક્ષિત નથી, જેથી આ મશીનને કંડમ કરવાની કાર્યવાહી જરૂરી છે. હોસ્પિટલોમાં આ પ્રકારના મશીન હોય તો તેની તપાસ કરીને મશીનોની કંડમ તથા હરાજીની કાર્યવાહી બિનવપરાશી સામાનના નિકાલની જેમ કરવાની રહેશે અને હરાજીની કાર્યાવાહી કરીને જે રકમ પ્રાપ્ત થાય તે સરકારના ખાતામાં ચલણ મારફતે જમા કરાવવાની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. જે તે સરકારી હોસ્પિટલોએ ડાયાલિસિસ મશીન કંડમ તથા હરાજીની કાર્યવાહીનો અહેવાલ તબીબી સેવાઓની કચેરી, ગાંધીનગર ખાતે મોકલવાની તાકીદ કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Bayad: 330 ગામડામાં પરિભ્રમણ કરી માં અર્બુદાનો રથ બાયડ પહોંચતા સ્વાગત

Read Full Story arrow_forward
Surendranagar: ગાંધી હોસ્પિટલના તબીબને માર મારી ઓનલાઈન રકમ પડાવી
calendar_today April 1, 2026

Surendranagar: ગાંધી હોસ્પિટલના તબીબને માર મારી ઓનલાઈન રકમ પડાવી

સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં જનરલ સર્જન તરીકે ફરજ બજાવતા તબીબ ગત તા. 29મી માર્ચે રાત્રે હોસ્પિટલ કેમ્પસમાં વોકીંગ કરી રહ્યા હતા. ત્યારે અજાણ્યા શખ્સે મારી નાંખવાની ધમકી આપી રૂ. 5 હજારનું ગુગલ પે કરાવી, રૂ. 400નું રીચાર્જ કરાવી લીધુ હતુ. આ અંગે સુરેન્દ્રનગર શહેરના બી ડીવીઝન પોલીસ મથકે તબીબે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને દબોચી લઈને વધુ તપાસ આદરી છે.મુળ પશ્ચિમ બંગાળના 29 વર્ષીય ડો. મનીશ મુરારીલાલ અગ્રવાલ હાલ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પીટલમાં જનરલ સર્જન તરીકે ફરજ બજાવે છે અને હોસ્પીટલના કવાટર્સમાં જ રહે છે. તા. 29-3ના રોજ રાત્રે તેઓ 11-15 કલાકના અરસામાં હોસ્પીટલના ગ્રાઉન્ડમાં વોકીંગ કરતા હતા અને તેમની સગાઈ થઈ છે તે યુવતી સાથે વાતો કરતા હતા. ચાલતા ચાલતા તેઓ હોસ્પીટલ કેમ્પસમાં આવેલ પીએમ રૂમ પાસે પહોંચતા એક અજાણ્યા માણસે અંધારામાં પાછળથી તબીબને પકડી તમે કોણ છો તેમ કહ્યુ હતુ. જયારે તબીબે પોતાની ઓળખ આપતા અજાણ્યા શખ્સે મેં ખુન કરેલુ છે તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી. અને હાથમાં પહેરેલ કડા વડે તબીબને ગળાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી. જયારે તબીબના મોબાઈલ ફોનમાંથી અજાણ્યા શખ્સે તેની કોઈ પ્રેમીકાના ખાતામાં રૂપીયા 5 હજાર ગુગલ પે કર્યા હતા. અને રૂપીયા 400નું રીચાર્જ કરાવ્યુ હતુ. રાતના સમયે અંદાજે 30 થી 35 મીનીટ ચાલેલી આ મથામણ બાદ આ તરફ સીકયોરીટી ગાર્ડ આવતા અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં તબીબ ડો. મનીશ અગ્રવાલે સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે તા. 30-3ના રોજ રાત્રે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા તપાસ અધીકારી પીઆઈ એમ.બી.બામ્બા સહિતનાઓએ આરોપી આકાશ આડમતીયાને ઝડપી લીધો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Sanand: સાણંદમાં કેઈન્સ સેમીકોન સેમીકન્ડક્ટર પ્લાન્ટનો વડાપ્રધાનની ઉપસ્થિતિમાં આરંભ
calendar_today April 1, 2026

Sanand: સાણંદમાં કેઈન્સ સેમીકોન સેમીકન્ડક્ટર પ્લાન્ટનો વડાપ્રધાનની ઉપસ્થિતિમાં આરંભ

હાલ ભારત દુનિયામાં સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે અને એમાં પણ સાણંદ જીઆઈડીસીમાં ગત તા. 28મી ફ્રેબુઆરીએ માઈક્રોન સેમીકન્ડક્ટર પ્લાન્ટનું વડાપ્રધાન દ્વારા શુભારંભ કરાયો હતો. તેના ફક્ત એક જ મહિનામાં એટલે કે તા. 31મી માર્ચે સાણંદ જીઆઈડીસી ખાતે બીજા સેમીકન્ડક્ટર પ્લાનન્ટ કેઈન્સ સેમીકોનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે શુભારંભ કરવામા આવ્યો હતો. વડાપ્રધાન મંગળવારે બપોરે 1 વાગ્યે સાણંદ જીઆઈડીસી ખાતે નાં કેઈન્સ સેમીકોનનાં પ્લાન્ટ પર પહોંચ્યા હતા. પ્રથમ તેમણે પ્લાન્ટનો શુભારંભ કરી પ્લાન્ટની કાર્યક્ષમતાને એન્જીન્યર્સ દ્વારા સમજી હતી અને ત્યારબાદ સભાને સંબોધતા જણાવ્યું હતું કે અમે 14 માસ પહેલા કેઈન્સ સેમીકોનને સેમીકન્ડક્ટર ક્ષેત્રે પરમીશન આપી હતી અને આજે ફક્ત 14 માસમાં જ સાણંદ ખાતે તેનું પ્રોડકશન શરૂ થવા જઈ રહ્યું છે. જે ભારત માટે ખૂબ જ ગૌરવની વાત છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંધવી, કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવ, રાજ્યના મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા તેમજ કેઈન્સનાં સીઈઓ કે. રઘુનાથન પણીકર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward