Ahmedabad: ધોલેરાના નવનિર્મિત એક્સપ્રેસ હાઈવેનું વડાપ્રધાન દ્વારા ઈ-લોકાર્પણ
અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે આવેલ એબીસીડી બિલ્ડિંગ ખાતે રૂ. 5800 કરોડના ખર્ચે નવનિર્મિત એક્સપ્રેસ હાઈવેને ખુલ્લો મૂકવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતના વાવ-થરાદથી વર્ચ્યુઅલી જોડાયા હતા અને એક્સપ્રેસ હાઈવેનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધોલેરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય કાળુભાઈ ડાભી, કિરીટસિંહ ડાભી, પ્રોજેક્ટ ડાયરેક્ટર રાજીવ ચંદ્રા, સ્થાનિક આગેવાન શક્તિરાજસિંહ ચુડાસમા, પ્રદ્યુમનસિંહ ચુડાસમા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ એક્સપ્રેસ હાઈવે બનવાથી સમય અને ઇંધણની બચત થશે અને સમગ્ર આયોજન ભારતમાળા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યુંછે. ધોલેરા એબીસીડી બિલ્ડિંગ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એક્સપ્રેસ હાઈવે શરૂ થતાં વિસ્તારના વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward