android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modi in Banaskantha : હું સંગઠનમાં હતો ત્યારે આ વિસ્તારોમાં સ્કુટર પર આંટા મારતો હતો : વડાપ્રધાન મોદી
calendar_today March 31, 2026

PM Modi in Banaskantha : હું સંગઠનમાં હતો ત્યારે આ વિસ્તારોમાં સ્કુટર પર આંટા મારતો હતો : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લાના પ્રવાસે આવ્યા છે, જ્યાં તેમણે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે લગભગ રૂપિયા 19,800 કરોડના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી, જે વિસ્તારમાં આધુનિક સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવશે.વડાપ્રધાન મોદીએ વાવ-થરાદના નાણીમાં જાહેરસભામાં સંબોધનની શરૂઆત પહેલા કહ્યું કે નવરાત્રિ પૂર્ણ થઈ અને મને બનાસકાંઠામાં આવવાની તક મળી, હું માં અંબાના ચરણોને પ્રણામ કરું છે. મને સીધા ડિસા એરપોર્ટ પર ઉતરવાની તક મળી. ડિસા એરપોર્ટ આંતરરાષ્ટ્રીય સરહદથી 130 કિલોમીટર દૂર છે. વડાપ્રધાને કોંગ્રેસ પર કર્યા પ્રહારો વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે ડિસામાં એરપોર્ટ બનાવવાની કામગીરી આજે નહીં પણ હું જ્યારે મુખ્યપ્રધાન હતો, ત્યારથી શરૂ કરવામાં આવી હતી પણ દિલ્હીમાં તે સમયે બેઠેલી સરકારે કોઈ કામ કર્યું નહીં અને ફાઈલો ધૂળ ખાઈ રહી હતી પણ તમે લોકોએ મને વડાપ્રધાન બનાવીને દિલ્હી મોકલ્યો અને ત્યારબાદ મેં આ ફાઈલો કાઢી અને બાકી રહેલા કામો પૂર્ણ કરવાનું શરૂ કર્યું અને આજે આ કામ પૂર્ણ થઈ રહ્યા છે. વડાપ્રધાને ભૂતકાળના દિવસો કર્યા યાદ વડાપ્રધાને બનાસકાંઠામાં ભૂતકાળના દિવસો યાદ કરીને કહ્યું કે અહીંનું ઘી, ગોળ, લસણની ચટણી, તાજુ માખણ અને તમારો પ્રેમ ક્યારેય ભૂલી નહીં શકું. તમે મને પરિવારના એક દીકરાની જેમ મોટો કર્યો છે. હવે તમારા આ પ્રેમને વિકાસ રૂપે આગળ વધારીને વ્યાજ સહિત ચૂકવવાની મહેનત કરું છું. લોકોએ વડાપ્રધાનના આગમનને ઉત્સાહપૂર્વક આવકાર્યો નાણી ખાતે યોજાયેલી જાહેરસભામાં વડાપ્રધાને જનતાને સંબોધતા વિકાસ, રોજગાર અને સુવિધાઓ વધારવાના સંકલ્પને દોહરાવ્યો. તેમણે જણાવ્યું કે સરકાર ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં સમાન વિકાસ માટે પ્રતિબદ્ધ છે. સ્થાનિક લોકોએ પણ વડાપ્રધાનના આગમનને ઉત્સાહપૂર્વક આવકાર્યો હતો.આ પણ વાંચો : Banaskanthaમાં હર્ષ સંઘવીનો હુંકાર: બનાસ ડેરીના માધ્યમથી પશુપાલકોના જીવનમાં આવ્યો મોટો બદલાવ

Read Full Story arrow_forward
Banaskanthaમાં વિકાસનો મહાકુંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંકડાકીય તુલના સાથે વડાપ્રધાનને બિરદાવ્યા
calendar_today March 31, 2026

Banaskanthaમાં વિકાસનો મહાકુંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંકડાકીય તુલના સાથે વડાપ્રધાનને બિરદાવ્યા

બનાસકાંઠાના સરહદી પંથક થરાદના નાણી ગામે આજે વિકાસનો મહાકુંભ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બનાસકાંઠા જિલ્લાને રૂ.20,000 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપવામાં આવી હતી. આ ઐતિહાસિક પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી, અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના મહાનુભાવોએ વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું.મુખ્યમંત્રીએ તુલનાત્મક આંકડો રજૂ કર્યો જાહેરસભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ તુલનાત્મક આંકડો રજૂ કરતા જણાવ્યું હતું કે, “એક સમય એવો હતો જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યનું વાર્ષિક બજેટ અંદાજે રૂ.38,000 કરોડની આસપાસ રહેતું હતું. પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અને ગુજરાત એટલી ગતિથી આગળ વધી રહ્યા છે કે, આજે એક જ દિવસમાં માત્ર બનાસકાંઠા જિલ્લાને રૂ.20,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી રહી છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ આંકડો જ દર્શાવે છે કે ડબલ એન્જિન સરકાર વિકાસના કામોમાં કેટલી મક્કમ છે. વિધાનસભા અધ્યક્ષએ વડાપ્રધાનના વિઝનને બિરદાવ્યું વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ વડાપ્રધાનના વિઝનને બિરદાવતા કહ્યું કે, બનાસકાંઠાના અંતરિયાળ અને સરહદી ગામડાઓ સુધી નર્મદાના નીર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચાડવાનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. વડાપ્રધાને આ પ્રસંગે વિવિધ સિંચાઈ યોજનાઓ, માર્ગ અને મકાન વિભાગના પ્રોજેક્ટ્સ તેમજ બનાસ ડેરીના નવા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસ કાર્યોથી બનાસકાંઠાના ખેડૂતો, પશુપાલકો અને યુવાનો માટે સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kachchh : જિલ્લા તિજોરી કચેરી દ્વારા નાણાકીય વર્ષમાં સરકારી કચેરીઓને રૂપિયા 8,951 કરોડની ચુકવણી કરાઈ
calendar_today March 31, 2026

Kachchh : જિલ્લા તિજોરી કચેરી દ્વારા નાણાકીય વર્ષમાં સરકારી કચેરીઓને રૂપિયા 8,951 કરોડની ચુકવણી કરાઈ

31 માર્ચને ધ્યાને લઈને જિલ્લા તિજોરી કચેરી દ્વારા જિલ્લાની તમામ સરકારી કચેરીઓને 30 માર્ચના બપોરના 2 વાગ્યા સુધીમાં તેમના બિલો રજૂ કરવા માટે પહેલાંથી જ જાણ કરી દેવામાં આવી હતી, જેના પલે સાંજ સુધીમાં આવેલા તમામ બિલોનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને બિલ લેવાના છેલ્લા દિવસ સુધીમાં કચેરીને 43,274 જેટલા બિલો મળ્યા હતા, જે તમામ બિલોનો નિકાલ કરવામાં આવ્યો હતો.એટલું જ નહીં 30 માર્ચ સુધીમાં રૂપિયા 8,951 કરોડની ચુકવણી પણ કરી દેવામાં આવી હતી. જિલ્લા તિજોરી અધિકારી એ.એચ.ચૌધરીએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કચેરીમાં સ્ટાફની ઘટ વચ્ચે નાણાકીય વર્ષનાં છેલ્લા દિવસોમાં એક પણ બિલો બાકી ન રહી જાય તે માટે તકેદારી રાખીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ માટે 20 માર્ચથી જ કર્મચારીઓ સવારના 8 કલાકથી લઇને રાત્રિના 10 કલાક સુધી કામગીરીમાં જોતરાયેલા રહ્યા હતા.કચેરી દ્વારા જિલ્લાની તમામ કચેરીઓને પણ 30 માર્ચ સુધીમાં તેમના પગાર સહિતના બિલો મોકલી દેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી હતી, જેના પગલે મોટાભાગની કચેરીઓ દ્વારા પોતાનાં બિલો અગાઉથી જ રજૂ કરી દેવામાં આવ્યા હતા. આમ, તો કચેરીને નાણાકીય વર્ષ દરમ્યાન કુલ 43, 274 બિલો મળ્યા હતા. આજદિન સુધીમાં આ તમામ બિલોનો નિકાલ કરવામાં સફળતા મળી છે અને આ બિલ પેટે રૂપિયા 8,951 કરોડનું ચુકવણુ પણ કરી દેવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે ભુજની 10 અને બાકીના 9 તાલુકાની 105 મળીને કુલ 205 જેટલા સરકારી વિભાગોના બિલો, કર્મચારીઓના પગારો, અન્ય ખર્ચ તેમજ 11,900 જેટલા કર્મચારીઓના પેન્શન સહિતનો સમાવેશ થતો હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, આ વખતે રવિવાર સહિતની જાહેર રજાઓમાં પણ તિજોરી કચેરી કાર્યરત રખાઇ હતી. આવતી કાલે મહાવીર જયંતીનાં દિવસે પણ કચેરી ચાલુ રહેશે. નાણાકીય વર્ષનાં અંતિમ માસમાં રૂપિયા 830 કરોડની ચુકવણી માર્ચ મહિના દરમ્યાન જિલ્લા તિજોરી કચેરીને જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાંથી કુલ ૩,૮૧૮ બિલો મળ્યા હતા. જેના પેટે તિજોરી કચેરી દ્વારા રૂ. ૮૩૦ કરોડનું ચુકવણુ કરવામાં આવ્યું હતું. રાતનાં ૧૦ સુધીમાં તેમામ બિલોનું ચુકવણુ કરી દેવામાં આવ્યુ હતું. આવતી કાલે જાહેર રજામાં પણ તિજોરી કચેરી ચાલુ રખાશે. સ્ટાફની ઘટને કારણે લોકલ ફંડના કર્મચારીઓનો સહયોગ લેવાયો જિલ્લા તિજોરી કચેરીમાં હાલે સ્ટાફની ઘટ જોવા મળી રહી છે. ૫૦ ટકાથી પણ ઓછો સ્ટાફ છે. ત્યારે ખાસ કરીને ૩૧ માર્ચ સુધીમાં જિલ્લામાં કાર્યરત ૨૦૫ જેટલી સરકારી કચેરીઓનાં તમામ બિલોનું ચુકવણુ ઝડપભેર કરી શકાય તે માટે લોકલ ફંડ કચેરીનાં કર્ચમારીઓનો સહયોગ લેવામાં આવ્યો હતો, જેને કારણે બિલનાં ચુકવણામાં ઝડપ આવવાની સાથે હાલે એકપણ બિલ પેન્ડિંગ રહેવા પામ્યું નથી. હવે સરકાર વિવિધ યોજનાઓની ગ્રાન્ટની રકમ એક સાથે નહીં ફાળવે પહેલા જિલ્લા પંચાયત સહિતની કચેરીઓને વિવિધ યોજના અંતર્ગત પૂરેપૂરી રકમ ચૂકવી દેવામાં આવતી હતી, જેને તેઓ વર્ષ દરમ્યાન ગમે ત્યારે ખર્ચ કરી દેતા હતા, જેને કારણે આ રકમ જે તે વિભાગ પાસે જમા રહેતી હતી, પરંતુ આ વખતે સરકાર દ્વારા બિલ મુજબનું જ ચુકવણું કરવાનો નિર્ણય કરવામાં આવ્યું છે. એટલે કે યોજના માટે ફાળવાયેલી રકમ સરકાર પાસે જ જમા રહેશે. જેમ જેમ બિલ મૂકાતાં જશે તેમ તેમ રકમમાંથી ફાળવણી કરવામાં આવશે. જિલ્લાની તમામ પંચાયતોને ગ્રાન્ટ પેટે રૂ. ૧,૫૦૮ કરોડ ચુકવાયા નાણાકીય વર્ષ દરમ્યાન વિવિધ સરકારી કચેરીઓની સાથે સાથે પંચાયત કચેરીઓને પણ સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. જે અતર્ગત જિલ્લાની તમામ પંચાયતોને વર્ષ દરમ્યાન કુલ રૂ.૧,૫૦૮ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે, જેમાં નાણાકીય વર્ષનાં અંતિમ મહિનામાં જ એટલે કે માર્ચ મહિનમાં જ રૂ. ૧૫૮ કરોડનું ચુકવણુ કરવામાં આવ્યું હતું. પેપરલેસ કામગીરીના ભાગરૂપે ચેકને બદલે ઈ-પેમેન્ટ દ્વારા ચુકવણી સરકાર દ્વારા ખાસ કરીને પેપરલેસ કામગીરીનાં ભાગરૂપે હવે ચેકને બદલે ઈ-પેમેન્ટ કરવામાં આવી રહ્યંુ છે. જેને કારણે કાગળનો ખર્ચ બચશે તેમજ ચેક છપાવવા સહિતનો ખર્ચ બચશે. એટલું જનહીં ચેક ક્લિયરિંગ માટે પણ સમય લાગતો હતો, પરંતુ હવે ઈ-પેમેન્ટને કારણે તરત ખાતામાં સીધી જ રકમ જમા થઇ જવાને કારણે કચેરીઓને તુરંત ઉપયોગમાં પણ આવશે.આ પણ વાંચો : Dang : પાંઢરપાડામાં પાણી માટે પોકાર, નલ સે જલ યોજના નિષ્ફળ જતાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

Read Full Story arrow_forward