android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratના પીપોદરામાં રજિસ્ટ્રેશન વગર ઝેરી દવા બનાવતી ફેક્ટરી પર પોલીસ અને ખેતીવાડી વિભાગના દરોડા
calendar_today March 30, 2026

Suratના પીપોદરામાં રજિસ્ટ્રેશન વગર ઝેરી દવા બનાવતી ફેક્ટરી પર પોલીસ અને ખેતીવાડી વિભાગના દરોડા

દક્ષિણ ગુજરાતના ખેતીકામમાં વપરાતી જંતુનાશક દવાઓના નામે ચાલતા મોટા કૌભાંડનો સુરત જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે. માંગરોળ તાલુકાના પીપોદરા ગામે આવેલી હાઈબોન્ડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 'સેન્ડોઝ એગ્રી ઇન્ડિયા' નામની કંપની પર ખેતીવાડી અધિકારી અને પાલોદ પોલીસે સંયુક્ત દરોડા પાડી ગેરકાયદેસર રીતે ચાલતું કીટનાશક ઉત્પાદન ઝડપી પાડ્યું છે.રજિસ્ટ્રેશન વગર ઝેરી દવાઓનું ઉત્પાદન આ ફેક્ટરીમાં કેન્દ્રીય કીટનાશક બોર્ડના કોઈપણ પ્રકારના રજિસ્ટ્રેશન વગર જોખમી અને ઝેરી જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, સંચાલકોએ લાયસન્સિંગ ઓથોરિટીની જાણ બહાર એક સ્થળનું લાયસન્સ મેળવી અન્ય સ્થળે દવાનો મોટો જથ્થો સંગ્રહિત કર્યો હતો. આટલું જ નહીં, વેચાણ અંગેના સ્ટોક રજિસ્ટર અને બિલિંગમાં પણ ભારે ગેરરીતિઓ અને અધૂરી વિગતો જોવા મળી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં લાયસન્સ વગર દવાનું ઉત્પાદન અને સંગ્રહ કરવા બદલ કડક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ખેતીવાડી વિભાગે દવાના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. પાલોદ પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને ખેડૂતોને કેટલી નકલી દવાઓ પધરાવવામાં આવી છે તે દિશામાં હવે ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Amreli: કોટડા પીઠ ગામે ગૌચર જમીનના વિવાદમાં વૃદ્ધની હત્યા, મારામારીનો ગુનો હત્યામાં પલટાયો
calendar_today March 30, 2026

Amreli: કોટડા પીઠ ગામે ગૌચર જમીનના વિવાદમાં વૃદ્ધની હત્યા, મારામારીનો ગુનો હત્યામાં પલટાયો

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન બાબતે થયેલી જૂથ અથડામણમાં એક વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું છે. બે દિવસ પૂર્વે થયેલી આ મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધે રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડતા હવે આ મામલો હત્યામાં પલટાયો છે.ઘટનાની વિગત મળતી માહિતી મુજબ, કોટડા પીઠા ગામની ગૌચરની જમીનમાં ખેતી કરવા જેવી બાબતને લઈને સ્થાનિકો વચ્ચે વિવાદ ચાલતો હતો. આ તકરાર ઉગ્ર બનતા લાકડીઓ અને ધારદાર હથિયારો વડે સામસામે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બાબભાઈ ખાચર નામના વૃદ્ધને માથા અને શરીરના ભાગે લાકડીના સપાટા મારી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. સારવાર દરમિયાન મોત ઈજાગ્રસ્ત બાબભાઈને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જોકે, બે દિવસની સારવાર બાદ ગંભીર ઈજાઓને કારણે તેમનું હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું છે. આ સમાચાર મળતા જ કોટડા પીઠા ગામમાં શોક અને તંગદિલીનો માહોલ વ્યાપી ગયો છે. પોલીસ કાર્યવાહી બાબરા પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ બાદ હવે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હુમલાના મુખ્ય આરોપી રમેશ ગોરધન સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે.આ પણ વાંચો----      Gujarat Weather : આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં થશે માવઠું, 30 થી 40 કીમીએ પવન ફુંકાવાની આગાહી

Read Full Story arrow_forward
Ahmedabad રિવરફ્રન્ટ પર અફરાતફરી: અમૂલ પાર્લર પાસે માર્ગ પર ઓઇલ ઢોળાતા ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થયા
calendar_today March 30, 2026

Ahmedabad રિવરફ્રન્ટ પર અફરાતફરી: અમૂલ પાર્લર પાસે માર્ગ પર ઓઇલ ઢોળાતા ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થયા

અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ રોડ પર આજે એકાએક ઓઇલ ઢોળાવાની ઘટના સામે આવી છે. રિવરફ્રન્ટ પર આવેલા અમૂલ પાર્લર પાસે મુખ્ય માર્ગ પર મોટી માત્રામાં ઓઇલ ઢોળાતા વાહનવ્યવહાર પર તેની માઠી અસર પડી હતી. રસ્તો ચીકણો થઈ જવાને કારણે દ્વિચક્રી વાહનચાલકો સ્લિપ થવાની ઘટનાઓ બનતા અફરાતફરી મચી ગઈ હતી.અમૂલ પાર્લર પાસે રસ્તા પર ઓઈલ ઢોળાયું કોઈ અજ્ઞાત વાહનમાંથી ઓઇલ લીક થવાને કારણે અથવા ઓઇલનું બેરલ ઢોળાવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ માર્ગ જોખમી બની ગયો હતો અને અનેક ચાલકો લપસી પડ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ઇજાના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. AMCએ ઓઈલ પર માટી નાખી કામ શરૂ કર્યું ઘટનાની જાણ થતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. AMC ના કર્મચારીઓ દ્વારા રસ્તા પર ઢોળાયેલા ઓઇલ પર માટી અને રેતી નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે, જેથી વાહનો સ્લિપ થતા અટકે. ટ્રાફિક પોલીસ દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે વાહનચાલકોને ધીમેથી વાહન ચલાવવા સૂચના આપવામાં આવી રહી છે. ટૂંક સમયમાં માર્ગને સંપૂર્ણપણે સાફ કરી દેવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward