android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gift Cityની સિદ્ધિ: IFSC બેંકિંગ એસેટ્સ 5 વર્ષમાં 7 ગણી વધીને 106 અબજ ડોલરને પાર
calendar_today March 30, 2026

Gift Cityની સિદ્ધિ: IFSC બેંકિંગ એસેટ્સ 5 વર્ષમાં 7 ગણી વધીને 106 અબજ ડોલરને પાર

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીના ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) એ વૈશ્વિક નાણાકીય ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ફેબ્રુઆરી 2026 સુધીમાં અહીં બેંકિંગ એસેટ્સનો આંકડો 106.7 અબજ યુએસ ડોલરને પાર કરી ગયો છે. સપ્ટેમ્બર 2020માં આ એસેટ્સ માત્ર 14 અબજ યુએસ ડોલર હતી, જેનો અર્થ છે કે છેલ્લા પાંચ વર્ષમાં તેમાં સાત ગણો (7x) થી વધુનો જંગી વધારો થયો છે. આ વૃદ્ધિ ભારતની ઓફશોર બેંકિંગ ઇકોસિસ્ટમના ઝડપી વિસ્તરણ અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોના વધતા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.વૈશ્વિક અને સ્થાનિક બેંકોનું મજબૂત નેટવર્ક આ નોંધપાત્ર વૃદ્ધિ પાછળ ગિફ્ટ સિટીમાં વિસ્તરી રહેલો મજબૂત બેંકિંગ આધાર જવાબદાર છે. હાલમાં ગિફ્ટ IFSC માં કુલ 37 બેંકો કાર્યરત છે, જેમાં 20 વિદેશી બેંકો અને 17 સ્થાનિક બેંકોનો સમાવેશ થાય છે. આ બેંકોએ વિદેશી નાણાંકીય પ્રવાહને આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે બેંકિંગ સેવાઓ પૂરી પાડવા માટે તેમના સ્પેશિયલાઇઝ્ડ ઇન્ટરનેશનલ બેંકિંગ યુનિટ્સ (IBUs) સ્થાપિત કર્યા છે. જેપી મોર્ગન, એચએસબીસી, સિટી બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ જેવી દિગ્ગજ સંસ્થાઓની હાજરી ગિફ્ટ સિટીને વૈશ્વિક કક્ષાનું ફાઇનાન્સિયલ હબ બનાવે છે. વર્ષ 2025માં નવી સંસ્થાઓનું આગમન વર્ષ 2025 ગિફ્ટ સિટી માટે સીમાચિહ્નરૂપ સાબિત થયું છે, કારણ કે આ સમયગાળા દરમિયાન વિશ્વની અનેક અગ્રણી બેંકોએ અહીં પોતાની હાજરી નોંધાવી છે. કતાર નેશનલ બેંક, ફર્સ્ટ અબુધાબી બેંક, માશરેક બેંક, Crédit Agricole, Natixis, સીટીબીસી બેંક અને Société Générale જેવી ટોચની વૈશ્વિક બેંકોએ તેમના IBUs શરૂ કર્યા છે. આ ઉપરાંત, ભારતની બેંક ઓફ મહારાષ્ટ્ર પણ આ યાદીમાં જોડાઈ છે, જેના કારણે ગિફ્ટ સિટીની આંતરરાષ્ટ્રીય બેંકિંગ ઇકોસિસ્ટમ વધુ ગહન અને વૈવિધ્યસભર બની છે. FCSS સિસ્ટમ દ્વારા કાર્યક્ષમતામાં સુધારો ઓક્ટોબર 2025માં અમલમાં આવેલી ફોરેન કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ (FCSS) એ ગિફ્ટ સિટીની કામગીરીમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. આ સિસ્ટમ દ્વારા IFSC બેંકિંગ યુનિટ્સ હવે સ્થાનિક સ્તરે જ વિદેશી ચલણના વ્યવહારોનું સેટલમેન્ટ કરી શકે છે. આનાથી પરંપરાગત કોરસ્પોન્ડન્ટ બેંકિંગ ચેનલો પરની નિર્ભરતામાં ઘટાડો થયો છે અને વ્યવહારો વધુ ઝડપી તેમજ ખર્ચ-અસરકારક બન્યા છે. આ સુવિધાને કારણે ગિફ્ટ સિટીમાંથી આંતરરાષ્ટ્રીય વ્યવહારો કરવાની સરળતા (Ease of Doing Business) માં નોંધપાત્ર સુધારો થયો છે. ભાવિ સંભાવનાઓ અને ભારતનું ગ્લોબલ પ્લેટફોર્મ ગિફ્ટ IFSC હવે ભારતમાંથી ઇન્ટરનેશનલ બેંકિંગ, ટ્રેઝરી ઓપરેશન્સ અને ક્રોસ-બોર્ડર ફાઇનાન્શિયલ સર્વિસીસ માટેના સર્વોત્તમ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. આધુનિક માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારના પ્રોત્સાહક નીતિગત નિર્ણયોને કારણે, તે માત્ર સ્થાનિક જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે મૂડી પ્રવાહને સુગમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આવનારા સમયમાં ગિફ્ટ સિટી વિશ્વના ટોચના નાણાકીય કેન્દ્રોની હરોળમાં મજબૂત સ્થાન જાળવી રાખશે તેવી પૂરી શક્યતા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Morbi : એસટી બસ સ્ટેન્ડમાં ડ્રાઈવર-ATI વચ્ચે જાહેરમાં છુટા હાથની મારામારી
calendar_today March 30, 2026

Morbi : એસટી બસ સ્ટેન્ડમાં ડ્રાઈવર-ATI વચ્ચે જાહેરમાં છુટા હાથની મારામારી

મોરબીના નવા એસટી બસ સ્ટેન્ડમાં ગત 18 જાન્યુઆરીના રોજ એસટી ડ્રાઈવર અને એટીઆઈ (ATI) વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ જાહેરમાં છુટા હાથની મારામારી થઇ હતી જેના CCTV ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.જાહેરમાં થઈ મારામારી બનાવની વિગત મુજબ, મોરબી ડેપોના નવા બસ સ્ટેન્ડ પરિસરમાં ફરજ પર હાજર એટીઆઈ અને એસટી ડ્રાઈવર વચ્ચે કોઈ કારણસર વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વકર્યો હતો કે બંને કર્મચારીઓ મર્યાદા ભૂલીને જાહેરમાં એકબીજા પર તૂટી પડ્યા હતા. મુસાફરોની હાજરીમાં બનેલી આ ઘટનાથી એસટી નિગમની છબી ખરડાઈ છે. કારણ હજુ પણ અકબંધ આશ્ચર્યની વાત એ છે કે, ઘટનાના આટલા દિવસો બાદ સીસીટીવી સામે આવ્યા હોવા છતાં, બંને વચ્ચે ઝઘડો કઈ બાબતે થયો હતો તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તંત્રની કાર્યવાહી પર નજર એસટી તંત્ર દ્વારા આ ગેરશિસ્ત બદલ બંને કર્મચારીઓ સામે કેવા પગલાં લેવામાં આવશે તેના પર સૌની નજર છે. આ પણ વાંચો----     Himatnagar : આગીયોલમાં જૂની અદાવતમાં હત્યા બાદ આરોપીનું પણ રહસ્યમય મોત થતાં પોલીસ પણ મૂંઝવણમાં

Read Full Story arrow_forward
Ahmedabad News: વડાપ્રધાન મોદીના હસ્તે થશે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેનું લોકાર્પણ, માત્ર 45 મિનિટમાં પહોંચાશે ધોલેરા
calendar_today March 30, 2026

Ahmedabad News: વડાપ્રધાન મોદીના હસ્તે થશે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેનું લોકાર્પણ, માત્ર 45 મિનિટમાં પહોંચાશે ધોલેરા

ગુજરાતના વિકાસના નકશામાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચના રોજ રૂપિયા 5,100 કરોડથી વધુના ખર્ચે નિર્મિત, 109 કિમી લાંબા 'અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે' (NE-8) નું ભવ્ય લોકાર્પણ કરશે. આ અત્યાધુનિક હાઈવે કાર્યરત થવાથી માત્ર ધોલેરા જ નહીં, પણ ભાવનગર તરફની મુસાફરી પણ અત્યંત ઝડપી અને સુવિધાજનક બની જશે.સમયની થશે મોટી બચત આ એક્સપ્રેસ-વેના કારણે અમદાવાદથી ધોલેરાનું અંતર હવે માત્ર 45 મિનિટમાં કાપી શકાશે, જે પહેલા ઘણો સમય લેતું હતું. એટલું જ નહીં, અમદાવાદથી ભાવનગર પહોંચવા માટે હવે માત્ર 1 કલાક અને 45 મિનિટનો સમય લાગશે. આ કનેક્ટિવિટીના કારણે સૌરાષ્ટ્ર અને અમદાવાદ વચ્ચેનું અંતર ઘટશે અને પ્રાદેશિક વેપારને વેગ મળશે. પર્યાવરણલક્ષી અને વેસ્ટ-ટુ-વેલ્થ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત તેનો પર્યાવરણલક્ષી અભિગમ છે. આ એક્સપ્રેસ-વેના નિર્માણમાં આશરે 60 લાખ ટન કચરાનો (Waste) પુનઃઉપયોગ કરવામાં આવ્યો છે, જે 'વેસ્ટ ટુ વેલ્થ'ના મિશનને સાર્થક કરે છે. આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે ધોલેરા SIR (Special Investment Region) અને નિર્માણાધીન ઇન્ટરનેશનલ એરપોર્ટને સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે. આર્થિક વિકાસના નવા દ્વાર ખુલશે લોજિસ્ટિક્સ ક્ષેત્રે આ એક્સપ્રેસ-વે ક્રાંતિ લાવશે તે નક્કી છે. ધોલેરા SIR માં આવનારા ઉદ્યોગો માટે આ હાઈવે કરોડરજ્જુ સમાન સાબિત થશે, જેનાથી સમગ્ર પ્રદેશના આર્થિક વિકાસને નવી ગતિ મળશે અને રોજગારીની તકોમાં પણ મોટો વધારો થશે. આ પણ વાંચો - Gandhinagar News: PM મોદી વાવ થરાદ ખાતે 19 હજાર કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

Read Full Story arrow_forward