Anand : 2 એપ્રિલથી ગંભીરા વૈકલ્પિક બ્રિજ શરૂ, શરૂઆતમાં માત્ર ટુ-વ્હીલરને મળશે મંજૂરી
આણંદ અને વડોદરા વચ્ચેના વાહનવ્યવહાર માટે અત્યંત મહત્વનો ગણાતો ગંભીરા બ્રિજ હવે કાર્યરત થવા જઈ રહ્યો છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, 2 એપ્રિલથી આ વૈકલ્પિક બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મુકાશે. જોકે, શરૂઆતના તબક્કે સુરક્ષાના કારણોસર માત્ર મર્યાદિત વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે.1 એપ્રિલે ટ્રાયલ રન બ્રિજને સત્તાવાર રીતે ખુલ્લો મૂકતા પહેલા, 1 એપ્રિલના રોજ તેના પર 'ટ્રાયલ રન' લેવામાં આવશે. આ ટ્રાયલ દરમિયાન બ્રિજની મજબૂતી અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવશે. જો ટ્રાયલ રન સફળ રહેશે, તો બીજા જ દિવસથી એટલે કે 2 એપ્રિલથી સામાન્ય જનતા માટે અવરજવર શરૂ કરી દેવાશે. વાહનો માટેના નિયમો અને પ્રતિબંધ બ્રિજની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેમાં શરૂઆતમાં માત્ર ટુ-વ્હીલર (દ્વિચક્રી) વાહનોને જ મંજૂરી આપવામાં આવશે. 3 અને 4 વ્હીલર વાહનો તેમજ તમામ પ્રકારના ભારે વાહનોના પ્રવેશ પર હાલ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે તો બ્રિજ પર એકસાથે વધુ વાહનો પ્રવેશે નહીં તેની તકેદારી રાખવામાં આવશે. સુરક્ષા માટે બ્રિજના બંને છેડે બેરીકેડ ગોઠવવામાં આવશે જેથી નિયમોનું પાલન કરાવી શકાય. વાહનચાલકોને રાહત ગંભીરા બ્રિજ બંધ હોવાને કારણે વાહનચાલકોને લાંબો રૂટ કાપવો પડતો હતો, પરંતુ હવે ટુ-વ્હીલર ચાલકો માટે આ બ્રિજ શરૂ થવાથી સમય અને ઈંધણની મોટી બચત થશે.આ પણ વાંચો---- Himatnagar : આગીયોલમાં જૂની અદાવતમાં હત્યા બાદ આરોપીનું પણ રહસ્યમય મોત થતાં પોલીસ પણ મૂંઝવણમાં
Read Full Story arrow_forward