android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Pakistanનું શાંતિ નિર્માતા તરીકેનું નાટક ખત્મ, યુદ્ધના નામે 32 કિલોમીટર અફઘાન પ્રદેશ કબજે કર્યો
calendar_today March 30, 2026

Pakistanનું શાંતિ નિર્માતા તરીકેનું નાટક ખત્મ, યુદ્ધના નામે 32 કિલોમીટર અફઘાન પ્રદેશ કબજે કર્યો

પાકિસ્તાન વિશ્વના સૌથી મોટા ખતરા તરીકે ગણાતા મધ્ય પૂર્વ તણાવમાં શાંતિ નિર્માતા તરીકે પોતાને રજૂ કરી રહ્યું છે. અફઘાન પ્રદેશ પર કબજો જ્યારે પાકિસ્તાન મધ્ય પૂર્વમાં શાંતિ નિર્માતા તરીકે પોતાને રજૂ કરી રહ્યું છે, ત્યારે તેણે ડ્યુરન્ડ લાઇન નજીક કથિત રીતે અફઘાન પ્રદેશ પર કબજો જમાવી લીધો છે. તાલિબાન દ્વારા ઘૂસણખોરીનો ઇનકાર કરવા છતાં, કબજાના દાવા કરી રહ્યા છે. આ માટે, અમેરિકન, સાઉદી, ઇજિપ્ત અને તુર્કીના પ્રતિનિધિમંડળો પાકિસ્તાન આવવા લાગ્યા છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પાકિસ્તાની વડા પ્રધાન સાથે ફોન પર ઘણી વખત વાત કરી છે. ઈરાન પણ પાકિસ્તાનમાં વિશ્વાસ બતાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ આ અઠવાડિયે, સોશિયલ મીડિયા વેબસાઇટ X પર પાકિસ્તાની એકાઉન્ટ્સમાં પાકિસ્તાનનો નકશો વિસ્તરી રહ્યો છે શીર્ષક સાથે પોસ્ટ હતી. પાકિસ્તાની વાડથી ઘેરાયેલા સરહદી વિસ્તારોની છબીઓ બતાવવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સેનાએ સરહદી વાડ બનાવીને અફઘાન તાલિબાન પાસેથી કબજે કરેલી જમીન પર કાયમી કબજો કરી લીધો છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની સરહદ, જેને ડ્યુરન્ડ લાઇન તરીકે ઓળખવામાં આવે છે, તેને ભૂતકાળમાં અફઘાન સરકારે સત્તાવાર રીતે બંને દેશો વચ્ચેની સરહદ તરીકે માન્યતા આપી નથી. જો કે, સંયુક્ત રાષ્ટ્ર સહિત આંતરરાષ્ટ્રીય સંગઠનો આ રેખાને બંને દેશો વચ્ચેની સરહદ તરીકે ઓળખે છે. કયા વિસ્તાર પર કબજાનો દાવો ? પક્તિકા પ્રાંતના દક્ષિણપશ્ચિમમાં, પાકિસ્તાની સરહદને અડીને એક વિસ્તાર છે. તે પાકિસ્તાન તરફ વિસ્તરેલા એક ફુલાવા જેવું લાગે છે. ગૂગલ અર્થમાંથી ઉપગ્રહ છબીઓ દર્શાવે છે કે આ વિસ્તાર છેલ્લા ચાર વર્ષથી બંને દેશો વચ્ચે વાડ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાન સાથેની તેની સરહદ પર વાડ કરી રહ્યું છે. આ વિસ્તાર ઓછામાં ઓછો 32 ચોરસ કિલોમીટર આવરી લે છે. આ પણ વાંચોઃ યુદ્ધવિરામ માટે પ્રયાસ કરતુ Pakistan કેમ દેખાઇ રહ્યુ છે નિષ્ફળ, જાણો શું છે સ્થિતિ?

Read Full Story arrow_forward
Rajkotની ગોંડલ ચોકડી પાસે જાહેરમાં મારામારી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસ આવી હરકતમાં
calendar_today March 30, 2026

Rajkotની ગોંડલ ચોકડી પાસે જાહેરમાં મારામારી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસ આવી હરકતમાં

રંગીલું ગણાતું રાજકોટ શહેર અત્યારે જાણે ગુનાખોરીનું હબ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટની વ્યસ્ત ગણાતી ગોંડલ ચોકડી પાસે જાહેર માર્ગ પર કેટલાક શખ્સો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્ર દોડતું થયું છે.ગોંડલ ચોકડી પર મારામારીની ઘટના ગોંડલ ચોકડી જેવા ધમધમતા વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર બે જૂથો અથવા શખ્સો સામસામે આવી ગયા હતા. જાહેરમાં એકબીજા પર હુમલો કરતા આ શખ્સોને કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે જાહેર રસ્તા પર જ કાયદાનો ડર રાખ્યા વગર મારામારી કરવામાં આવી રહી છે. કોઈ સ્થાનિક નાગરિકે આ દ્રશ્યો કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો આવ્યો સામે ઘટનાની જાણ થતાં જ રાજકોટ પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વીડિયો ફૂટેજ પરથી શખ્સોની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગોંડલ ચોકડી પાસેના સીસીટીવી (CCTV) પણ ચેક કરવામાં આવી રહ્યા છે જેથી આ ઘટના પાછળનું સાચું કારણ જાણી શકાય. ધોળા દિવસે થયેલી આ મારામારીએ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ખડા કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Morbi : ઉદ્યોગપતિ પર હુમલો કરનાર ભાજપના નેતા અજય લોરીયાની ધરપકડ
calendar_today March 30, 2026

Morbi : ઉદ્યોગપતિ પર હુમલો કરનાર ભાજપના નેતા અજય લોરીયાની ધરપકડ

મોરબીમાં ગત રાત્રે પૈસાની લેતીદેતી મામલે સર્જાયેલા હિંસક વિવાદમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉદ્યોગપતિ શેખર આદ્રોજા અને તેમના મિત્ર પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં ભાજપના નેતા અજય લોરીયાની એ-ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનાને પગલે રાજકીય અને વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.પૈસા પરત માંગતા જ થયો હુમલો મળતી માહિતી મુજબ, ઉદ્યોગપતિ શેખર આદ્રોજા અને તેમના મિત્ર જયેશ પાડલીયા અજય લોરીયા પાસે અગાઉ ઉછીના આપેલા પૈસા પરત લેવા માટે ગયા હતા. આ સમયે બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને અજય લોરીયા દ્વારા બંને પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બંને ઉદ્યોગપતિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ એક્શન અને ધરપકડ બનાવની ગંભીરતા જોતા મોરબી એ-ડિવિઝન પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી અજય લોરીયાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા અને હુમલા પાછળના અન્ય પાસાઓની તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો----     Himatnagar : આગીયોલમાં જૂની અદાવતમાં હત્યા બાદ આરોપીનું પણ રહસ્યમય મોત થતાં પોલીસ પણ મૂંઝવણમાં

Read Full Story arrow_forward