android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ambaji : ત્રિશુળિયા ઘાટ પર ટ્રકની બ્રેક ફેલ થતા ભયાનક અકસ્માત સર્જાયો, મજબૂત રેલિંગે ચાલકનો જીવ બચાવ્યો
calendar_today March 30, 2026

Ambaji : ત્રિશુળિયા ઘાટ પર ટ્રકની બ્રેક ફેલ થતા ભયાનક અકસ્માત સર્જાયો, મજબૂત રેલિંગે ચાલકનો જીવ બચાવ્યો

બનાસકાંઠાના અંબાજી પાસે આવેલા ત્રિશુળિયા ઘાટ પર વધુ એક અકસ્માતની ઘટના બની છે. અંબાજીથી પાવડરનો જથ્થો ભરીને બોટાદ જઈ રહેલા એક ટ્રકની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી. ઘાટના જોખમી વળાંક પર ટ્રક પરનો કાબૂ ગુમાવતા ટ્રક અનિયંત્રિત થઈ રેલિંગ સાથે ધડાકાભેર અથડાયો હતો.રેલિંગ બની રક્ષક અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે ટ્રક પૂરઝડપે વળાંક પરથી પસાર થતી વખતે પલટી મારી જાય છે. સદનસીબે, રસ્તાની સાઈડમાં લગાવેલી મજબૂત લોખંડની રેલિંગને કારણે ટ્રક ઊંડી ખીણમાં ખાબકતા બચી ગયો હતો. આ સુરક્ષા કવચના કારણે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે. મોટું નુકસાન અકસ્માત એટલો પ્રચંડ હતો કે ટ્રકની કેબિન પાછળનો બોડીનો ભાગ તૂટીને સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ટ્રકમાં ભરેલો પાવડરનો જથ્થો આખા રસ્તા પર વેરાઈ ગયો હતો, જેના કારણે થોડા સમય માટે વાહનવ્યવહારને પણ અસર પહોંચી હતી. સ્થાનિક પોલીસ અને લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જોખમી ત્રિશુળિયા ઘાટ ઉલ્લેખનીય છે કે ત્રિશુળિયા ઘાટ તેના તીવ્ર વળાંકો અને ઢાળ માટે જાણીતો છે. વારંવાર અહીં બ્રેક ફેલ થવાના કે વાહન પલટી જવાના કિસ્સાઓ બને છે. જો વહીવટી તંત્ર દ્વારા મુકાયેલી રેલિંગ મજબૂત ન હોત, તો આજે મોટી જાનહાનિ થઈ શકી હોત. આ પણ વાંચો----      PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, જાણો વડાપ્રધાનનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ

Read Full Story arrow_forward
Gujarat BJPમાં ચૂંટણીનો ધમધમાટ , આવતીકાલથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ
calendar_today March 30, 2026

Gujarat BJPમાં ચૂંટણીનો ધમધમાટ , આવતીકાલથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આવતીકાલથી સમગ્ર રાજ્યમાં ભાજપની 'સેન્સ' પ્રક્રિયા શરૂ થશે, જેમાં પક્ષના વરિષ્ઠ નિરીક્ષકો દરેક જિલ્લા અને તાલુકા મથકોએ જઈને સંભવિત ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓના અભિપ્રાય લેશે.5 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ પ્રદેશ નેતૃત્વ દ્વારા તમામ શહેર જિલ્લા એકમોને કડક સૂચના આપવામાં આવી છે કે આ સમગ્ર પ્રક્રિયા આગામી 5 દિવસમાં પૂર્ણ કરી દેવી. આ માટે પક્ષે ખાસ નિરીક્ષકોની ટીમો તૈયાર કરી છે. દરેક ટીમમાં 1 મહિલા સહિત કુલ 3 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ સંતુલિત અને તટસ્થ અભિપ્રાય મેળવવાનું કામ કરશે.જિલ્લા કાર્યાલયો ખાતે દાવેદારોનો જમાવડો નિરીક્ષકોની ટીમ નિયત કરાયેલા શહેર જિલ્લા ભાજપ કાર્યાલયો ખાતે ઉપસ્થિત રહેશે અને ટિકિટ મેળવવા ઈચ્છતા દાવેદારોને વ્યક્તિગત રીતે સાંભળશે. આ પ્રક્રિયા દરમિયાન દાવેદારની લોકપ્રિયતા, સંગઠન સાથેનું જોડાણ અને જીતવાની ક્ષમતા જેવા પરિબળોને પ્રાધાન્ય આપવામાં આવશે. પસંદગીની અંતિમ મહોર સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો પોતાનો અહેવાલ પ્રદેશ ચૂંટણી સમિતિને સોંપશે. ત્યારબાદ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારવામાં આવશે.આ પણ વાંચો----      PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, જાણો વડાપ્રધાનનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ

Read Full Story arrow_forward
Bhavnagarના સિહોરમાં કાળમુખો અકસ્માત, ડમ્પરની અડફેટે પિતા-પુત્રીના કરૂણ મોત
calendar_today March 30, 2026

Bhavnagarના સિહોરમાં કાળમુખો અકસ્માત, ડમ્પરની અડફેટે પિતા-પુત્રીના કરૂણ મોત

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાજાવદર-જંબાળા રોડ પર આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક બેફામ ડમ્પર ચાલકે બાઈક સવાર પિતા-પુત્રીને જોરદાર ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. એકસાથે પિતા અને માસૂમ પુત્રીના મોતથી નાના એવા કાજાવદર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.ડમ્પર ચાલકે બાઇકને મારી ટક્કર કાજાવદર ગામના રહેવાસી સંજયભાઈ બોઘાભાઈ પરમાર તેમની 9 વર્ષની પુત્રી રસીતા સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કાજાવદર અને જાંબાળા વચ્ચેના માર્ગ પર એક કાળમુખા ડમ્પરના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઈવિંગ કરી બાઈકને અડફેટે લીધું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે સંજયભાઈ અને નાનકડી રસીતાનું ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. બાઇક પર સવાર પિતા-પુત્રીના મોત ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિહોરની હોસ્પિટલ ખસેડ્યા છે અને ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. એક જ પરિવારના બે સભ્યોના અકાળે અવસાનથી પરમાર પરિવાર અને સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward