android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Aravalli: શામળાજી-હિંમતનગર હાઇવે પર દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, LCB એ 77.22 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો
calendar_today March 30, 2026

Aravalli: શામળાજી-હિંમતનગર હાઇવે પર દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, LCB એ 77.22 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા મેળવી છે. શામળાજી-હિંમતનગર હાઇવે પર દાવલી ગામની સીમમાં વોચ ગોઠવીને પોલીસે એક શંકાસ્પદ કન્ટેનરને અટકાવ્યું હતું, જેમાંથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.કાપડના રોલની આડમાં ગુપ્ત ખાનાબુટલેગરોએ દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે અનોખી તરકીબ અપનાવી હતી. કન્ટેનરમાં ઉપરના ભાગે કાપડના રોલ ભરવામાં આવ્યા હતા જેથી કોઈને શંકા ન જાય. પરંતુ પોલીસે જ્યારે ઝીણવટભરી તપાસ કરી ત્યારે કન્ટેનરની અંદર બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની કુલ 28,028 બોટલો મળી આવી હતી.કુલ ₹92.32 લાખનો મુદ્દામાલ જપ્તઅરવલ્લી LCB એ આ કામગીરી દરમિયાન ₹77.22 લાખની કિંમતનો દારૂ, કન્ટેનર અને મોબાઈલ સહિત કુલ ₹92,32,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે રાજસ્થાનના ડ્રાઈવરની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો.આ પણ વાંચો:Ahmedabad: કાંકરિયામાં ઈ-ચાર્જિંગ સ્ટેશનો બન્યા શોભાના ગાંઠિયા, તંત્રની બેદરકારીથી લાખોનો ધુમાડો

Read Full Story arrow_forward
Valsad News: વાપીમાં બુરખા અને માસ્કની આડમાં લૂંટ, કટલેરીની દુકાનમાં મહિલા તસ્કરોએ કર્યો હાથફેરો
calendar_today March 30, 2026

Valsad News: વાપીમાં બુરખા અને માસ્કની આડમાં લૂંટ, કટલેરીની દુકાનમાં મહિલા તસ્કરોએ કર્યો હાથફેરો

વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાપી શહેરમાં તસ્કરો હવે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી એક કટલેરીની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા તસ્કરોએ દુકાનદારની નજર ચૂકવી ચોરી આચરી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના બે અલગ-અલગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.બુરખાધારી મહિલાઓ સીસીટીવીમાં કેદ વાયરલ થયેલા પ્રથમ વીડિયોમાં જોઈ શકાય છે કે, બુરખો પહેરીને આવેલી ત્રણ મહિલાઓ ખરીદી કરવાના બહાને દુકાનમાં પ્રવેશે છે. દુકાનદાર જ્યારે અન્ય ગ્રાહકોમાં વ્યસ્ત હોય છે, ત્યારે આ મહિલાઓ અત્યંત ચાલાકીપૂર્વક કટલેરીની વસ્તુઓ પોતાની પાસે રાખેલી થેલીમાં છુપાવી લે છે. પોતાની ઓળખ છુપાવવા માટે તેઓએ મોઢા પર માસ્ક પણ પહેર્યા હતા. બીજા વીડિયોમાં પુરૂષ અને સ્ત્રીની જોડીનો હાથફેરો આ જ દુકાનનો બીજો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક પુરૂષ અને એક સ્ત્રી ચોરી કરતા દેખાઈ રહ્યા છે. આ બંનેએ પણ ચહેરો છુપાવવા માટે માસ્કનો સહારો લીધો હતો. તેઓએ પણ ખરીદીના બહાને દુકાનદારની નજર ચૂકવી કિંમતી સામાનની ચોરી કરી હતી. એક જ દુકાનમાં અલગ-અલગ સમયે બનેલી ચોરીની આ બે ઘટનાઓએ વેપારીઓમાં ચિંતા જન્માવી છે. સીસીટીવીના આધારે તપાસ શરૂ દુકાનદાર દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હોવાનું મનાય છે. સીસીટીવી ફૂટેજમાં તસ્કરોની હિલચાલ સ્પષ્ટ દેખાઈ રહી હોવાથી પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુંજન જેવા ભરચક વિસ્તારમાં આ પ્રકારે ધોળા દિવસે થતી ચોરીની ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે. આ પણ વાંચો - Vapi: ડુંગરી ફળિયામાં ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગ, 30થી વધુ ગોડાઉનો ઝપેટમાં

Read Full Story arrow_forward
Kheda News: માતરમાં લેન્ડ જેહાદ મામલે લોકોમાં રોષ, હિન્દુ વિસ્તારમાં મુસ્લિમો માટે સ્કીમ મુકતા વિવાદ
calendar_today March 30, 2026

Kheda News: માતરમાં લેન્ડ જેહાદ મામલે લોકોમાં રોષ, હિન્દુ વિસ્તારમાં મુસ્લિમો માટે સ્કીમ મુકતા વિવાદ

ખેડાના માતરમાં લેન્ડ જેહાદ મામલે વિવાદ સર્જાયો છે. અસલાલી ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું છે. નડીઆદ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું છે. હિન્દુ વિસ્તારમાં મુસ્લીમો માટે સ્કીમો મુકતા વિવાદ સર્જાયો છે. માત્ર મુસ્લિમો માટે બોર્ડ લાગતાં વિવાદ ઉગ્ર બન્યો છે. ડીવાઇન ઇન્ફ્રા, ક્રાઉન રિયાલિટીની સ્કીમ સામે વિરોધ કરવામાં આવ્યો છે. જમીન અગાઉ ગ્રામપંચાયતની હોવાના પણ આક્ષેપ થયા છે.સ્કીમ રોકી જમીન અંગે તપાસ કરવા ગ્રામજનોની માગ છે. માત્ર મુસ્લિમો માટે બોર્ડ લાગતા વિવાદ સર્જાયો ગુજરાતમાં લવ જેહાદની સાથે સાથે લેન્ડ જેહાદનો મુદ્દો પણ શરૂ થયો છે. ખેડામાં અમદાવાદના મુસ્લિમોને વસાવવા માટે કાવતરૂ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવાયો છે. અસલાલી ગ્રામજનોએ નડીઆદ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. હિન્દુ વિસ્તારમાં મુસ્લિમો માટે સ્કીમ મુકતા વિવાદ સર્જાયો છે. સ્કીમ પર માત્ર મુસ્લિમો માટે બોર્ડ લાગતા વિવાદ સર્જાયો છે. અમદાવાદના મુસ્લિમોને અહીં વસાવવાનું કાવતરું ડીવાઈન ઈન્ફ્રા અને ક્રાઉન રિયારિટીની સ્કીમ સામે લોકોએ વિરોધ કર્યો છે.લોકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, અગાઉ આ જમીન ગ્રામપંચાયતની હતી. જેથી આ સ્કીમ રોકીને જમીન અંગે તપાસ કરવામાં આવે. અમદાવાદના મુસ્લિમોને અહીં વસાવવા માટે કાવતરૂ કરવામાં આવ્યું છે. આ પણ વાંચોઃ Ahmedabad News: સરકારી કચેરીનું ધાબુ 2 હજારમાં જુગાર રમવા ભાડે આપ્યું, પોલીસે રેડ પાડી 7 જુગારીયા ઝડપ્યા

Read Full Story arrow_forward