android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jetpur: કથાનો મંડપ હટાવતી વખતે સર્જાયો અકસ્માત, વીજ કરંટ લાગતા એક શ્રમિકનું કરુણ મોત
calendar_today March 30, 2026

Jetpur: કથાનો મંડપ હટાવતી વખતે સર્જાયો અકસ્માત, વીજ કરંટ લાગતા એક શ્રમિકનું કરુણ મોત

જેતપુર શહેરમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ધાર્મિક પ્રસંગ પૂર્ણ થયા બાદ કથાનો મંડપ હટાવવાની કામગીરી કરી રહેલા ત્રણ શ્રમિકોને હાઈ-વોલ્ટેજ વીજ કરંટ લાગ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.ત્રણ શ્રમિકો  વીજ કરંટની ચપેટમાંમળતી વિગતો મુજબ, જેતપુરમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સંપન્ન થયા બાદ મંડપ સર્વિસના શ્રમિકો લોખંડના મંડપ અને થાંભલા ઉખેડવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન લોખંડનો એક મોટો પાઈપ ઉપરથી પસાર થતી વીજ લાઈનના જીવતા વાયરને અડી ગયો હતો. લોખંડનો પાઈપ વીજ વાયરના સંપર્કમાં આવતા જ જોરદાર કરંટ ઉતર્યો હતો અને કામ કરી રહેલા ત્રણ શ્રમિકો તેની ચપેટમાં આવી ગયા હતા.શ્રમિકના મોતથી શોકની લહેરઆ અકસ્માત એટલો ભયાનક હતો કે એક શ્રમિકનું વીજ કરંટને કારણે ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. મંડપ ઉતારવાના સામાન્ય કામ દરમિયાન બનેલી આ અચાનક દુર્ઘટનાથી શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.આ પણ વાંચો: Ahmedabad: કાલુપુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ, AMC એ રોડ પહોળા કરવા સર્વે હાથ ધર્યો

Read Full Story arrow_forward
Surat News: ઉધના સ્ટેશન પર પરપ્રાંતિયોની લાંબી લાઈનો, ગેસ નહીં હોવાથી કામદારો વતન તરફ રવાના થયા
calendar_today March 30, 2026

Surat News: ઉધના સ્ટેશન પર પરપ્રાંતિયોની લાંબી લાઈનો, ગેસ નહીં હોવાથી કામદારો વતન તરફ રવાના થયા

ખાડી દેશોમાં ફાટી નીકળેલા યુદ્ધની સ્થિતિને કારણે ઈંધણ અને ગેસ સપ્લાય પર અસર વર્તાઈ છે. જેની સીધી અસર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો પર પડી છે. કાચા માલની ઉપલબ્ધતા અને કિંમતો બંને અનિશ્ચિત બની છે. બીજી બાજુ ઉદ્યોગો અને કારખાનાઓમાં કામ કરતાં પરપ્રાંતિય કામદારોનું જીવનધોરણ પણ પાટા પરથી ઉતરી પડ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગેસની અછતને કારણે પરપ્રાંતિય કામદારો પોતાના વતન તરફ રવાના થયા છે. જેના કારણે મોટા કારખાનાની કામગીરી પણ બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગેસ નહિ હોવાથી વતન જઈ રહ્યા છે કામદારો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. પરપ્રાંતિય કામદારો પોતાના વતન ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જઈ રહ્યાં છે. ગેસનો પુરવઠો નહીં મળવાને કારણે કારખાનામાં કામ કરતા કામદારોને હાલાકીનો સામનો કરવો પડે છે. ગેસ નહીં હોવાથી તેમની પાસેથી ત્રણથી ચાર ગણો ભાવ વસૂલવામાં આવી રહ્યો છે. ગેસ નહીં હોવાથી પરિવારને ભોજન માટે પણ વલખાં મારવા પડે તેવી સ્થિતિનો સામનો કરવો પડે છે. યુદ્ધના કારણે સુરતમાં ગેસ નથી મળી રહ્યો જેથી કામદારો ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ રવાના થયા છે. કેટલાક કારખાના પણ બંધ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુદ્ધને કારણે ગેસનો પુરવઠાનો સપ્લાય અટકી જવાથી લોકો સુધી સસ્તો અને ઝડપથી ગેસ સપ્લાય પહોંચી નથી રહ્યો. જેના કારણે આ સ્થિતિનું સર્જન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ પણ વાંચોઃ Bhavnagar: માતાની ફરિયાદ પરથી ખુલ્યું પુત્રની હત્યાનું રહસ્ય, પ્રેમ સંબંધની દાઝ રાખી સસરાએ જ જમાઈનો કાંટો કાઢ્યો

Read Full Story arrow_forward
Stock Market Opening: શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 540 પોઇન્ટ ઘટ્યો
calendar_today March 30, 2026

Stock Market Opening: શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 540 પોઇન્ટ ઘટ્યો

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષની અસર હવે વૈશ્વિક શેરબજારો તેમજ ભારતીય બજારો પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. સોમવારે સવારે બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. શેરબજાર લાલ નિશાને ખૂલ્યું સવારે 9:16 વાગ્યે, નિફ્ટી 50 આશરે 1.23 ટકા અથવા 303.30 પોઈન્ટ ઘટીને 22,516.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પણ 1.38 ટકા અથવા 1,018.76 પોઈન્ટ ઘટીને 72,560 પર પહોંચી ગયો. જ્યારે સવારે 9.34 કલાકે સેન્સેક્સમાં 540 પોઇન્ટના ઘટાડા સાથે 73,042.36 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 146.50 પોઇન્ટના ઘટાડા સાથે 22,673.10 અંકે ખૂલ્યો. વ્યાપક બજાર પણ નબળું રહ્યું. નિફ્ટી મિડકેપમાં આશરે 1.95 ટકાનો ઘટાડો થયો, અને નિફ્ટી સ્મોલકેપમાં 2.31 ટકાનો ઘટાડો થયો. ક્ષેત્રીય રીતે, નિફ્ટી બેંક અને નિફ્ટી પીએસયુ બેંક સૌથી વધુ દબાણ હેઠળ હતા. બીજી તરફ, નિફ્ટી મેટલે વધુ સારું પ્રદર્શન કર્યું. ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા. સપ્લાય અંગે વધતી ચિંતાઓને કારણે એશિયન ટ્રેડિંગ દરમિયાન બ્રેન્ટ ક્રૂડ વધ્યું. યમનના હુતી બળવાખોરો પણ આ સંઘર્ષમાં જોડાયા, શનિવારે ઇઝરાયલ પર મિસાઇલ હુમલા કર્યા. દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઇરાનના ખાર્ગ ટાપુ પર કબજો કરી શકે છે. તેમણે એવો પણ સંકેત આપ્યો કે યુદ્ધવિરામ નિકટવર્તી હોઈ શકે છે. ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ પર બ્રેન્ટ ક્રૂડ માટે માર્ચ કોન્ટ્રાક્ટ 3.36 ટકા વધીને $114.95 પ્રતિ બેરલ થયો. દરમિયાન, સોના અને ચાંદીના વાયદામાં ઘટાડો થયો. સોનું લગભગ 2 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યું હતું, અને ચાંદી 1.32 ટકા નીચે હતી. વૈશ્વિક તણાવ અને ધીમી આર્થિક વૃદ્ધિ અને ફુગાવા અંગે ચિંતાઓ વચ્ચે એશિયન બજારો ઘટ્યા હતા. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ સૌથી વધુ ઘટ્યો, લગભગ 5.3 ટકા ઘટ્યો. જાપાનનો નિક્કી 225 અને ચીનનો CSI 300 પણ અનુક્રમે 4.36 ટકા અને 1.2 ટકા ઘટ્યો. યુએસ બજારો પણ દબાણ હેઠળ બંધ થયા. યુનાઇટેડ સ્ટેટ્સનો S&P 500 1.06 ટકા ઘટ્યો, અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.67 ટકા ઘટ્યો. કોમોડિટી બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા. એશિયન સત્રમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ લગભગ 3.36 ટકા વધીને $116.12 પ્રતિ બેરલ થયો. ભાવમાં આ વધારો સપ્લાય અંગે વધતી ચિંતાઓને કારણે થયો, કારણ કે યમનના હુતી બળવાખોરો પણ સંઘર્ષમાં જોડાયા અને મિસાઇલ હુમલાઓ શરૂ કર્યા.આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?

Read Full Story arrow_forward