android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: સચિન ઇન્ડ્રસ્ટ્રીઝે ટેક્સટાઇલના વીજદરમાં 50 ટકા રાહતની માગ કરી
calendar_today March 30, 2026

Surat News: સચિન ઇન્ડ્રસ્ટ્રીઝે ટેક્સટાઇલના વીજદરમાં 50 ટકા રાહતની માગ કરી

હાલની યુદ્ધની પરિસ્થિતિને કારણે ઉદ્યોગો મોટી મુશ્કેલીમાં મુકાયા છે.વર્તમાન સ્થિતિને કારણે સુરત શહેર અને જિલ્લાના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી વચ્ચે ઉદ્યોગકારોએ વીજદરમાં રાહત આપવા માંગ ઉઠાવી છે. સુરત શહેર-જિલ્લાના ટેક્સટાઈલ યુનિટોને વીજદરમાં 50 ટકા રાહત આપવા માંગ કરવામાં આવી છે. વીજ ખર્ચ ઉદ્યોગકારો માટે મોટું ભારણ બન્યું સચિન ઈન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ સોસાયટીના કારોબારી સભ્ય મહેન્દ્ર રામોલિયા દ્વારા ડીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરને લેખિત રજૂઆત કરી ટેક્સટાઇલ યુનિટને હાલની પરિસ્થિતિમાં સહાય આપવાની માંગ કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, છેલ્લા કેટલાક સમયથી યાર્ન અને ગ્રે માર્કેટમાં ઘટાડો, ઓર્ડર ઓછા મળતા હોવા તેમજ ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં ટેક્સટાઇલ ઉદ્યોગ ભારે દબાણમાં છે.ખાસ કરીને વીજ ખર્ચ ઉદ્યોગકારો માટે મોટું ભારણ બન્યું છે. ફિક્સ ચાર્જમાં 50 ટકા સુધી રાહતની માંગ હાલ ઘણા યુનિટ અર્ધ ક્ષમતા પર ચાલી રહ્યા છે અથવા બંધ થવાની કગારમાં છે.કારીગરોની પણ ઘટ વર્તાઈ રહી છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરતમાં ચાલતા ટેક્સટાઇલ યુનિટને L.T. અને H.T. કનેક્શનના ફિક્સ ચાર્જમાં 50 ટકા સુધી રાહત આપવી જોઈએ.આ પ્રકારની રાહત આપવામાં આવશે તો બંધ થતા યુનિટોને ફરી ગતિ મળશે અને રોજગાર પણ બચી શકશે. સરકારે અને વીજ કંપનીએ તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈને ઉદ્યોગને સંકટમાંથી બહાર લાવવાની જરૂરિયાત છે.આ પણ વાંચોઃ Rajkot News: આતંક મચાવતી ઈભલા ગેંગ સામે ગુજસીટોક, ગુના આચરતી વધુ ત્રણ ગેંગ સામે કાર્યવાહી થશે

Read Full Story arrow_forward
Jamnagar: જેલરના સરપ્રાઈઝ ચેકિંગમાં પકડાયો મોબાઈલ, સીટી એ-ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
calendar_today March 30, 2026

Jamnagar: જેલરના સરપ્રાઈઝ ચેકિંગમાં પકડાયો મોબાઈલ, સીટી એ-ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

જામનગર જિલ્લા જેલ એકવાર ફરી વિવાદમાં આવી છે. જેલની ચુસ્ત સુરક્ષાને ભેદીને અંદર મોબાઈલ ફોન પહોંચી જવાની ગંભીર ઘટના સામે આવતા જેલ તંત્ર હરકતમાં આવ્યું છે. જેલર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન જેલના યાર્ડ નંબર 7માંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે.સીમકાર્ડ વગરનો મોબાઈલ અને જેલરનું ચેકિંગમળતી માહિતી મુજબ, જેલ સત્તાધીશોને જેલની અંદર પ્રતિબંધિત વસ્તુઓ હોવાની આશંકા જણાતા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન યાર્ડ નંબર 7માં તપાસ કરતા એક મોબાઈલ ફોન બેટરી સાથે મળી આવ્યો હતો. જોકે, આશ્ચર્યની વાત એ છે કે મોબાઈલમાંથી સીમકાર્ડ મળી આવ્યું નથી. સીમકાર્ડ વગરનો આ ફોન કોણ વાપરતું હતું અને જેલની અંદર કઈ રીતે પહોંચ્યો તે એક મોટો સવાલ છે.અજાણ્યા કેદી સામે પોલીસ ફરિયાદજેલની અંદર મોબાઈલ મળવાની ઘટનાને ગંભીરતાથી લઈને જેલ તંત્ર દ્વારા જામનગર સીટી એ-ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પોલીસે જેલના નિયમોના ભંગ બદલ અજાણ્યા કેદી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Ahmedabad: આનંદનગરમાં ક્રિકેટ રમવા બાબતે બે જૂથો વચ્ચે મારામારી, પોલીસે ફૂટેજના આધારે તપાસ તેજ કરી

Read Full Story arrow_forward
Bomb Threat Case: વિધાનસભા, કોલેજ, હોસ્પિટલ, જજ તમામને ઉડાવી દઈશ, 1100 વખત બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપી ઝડપાયો
calendar_today March 30, 2026

Bomb Threat Case: વિધાનસભા, કોલેજ, હોસ્પિટલ, જજ તમામને ઉડાવી દઈશ, 1100 વખત બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપી ઝડપાયો

આરોપીની ઓળખ શ્રીનિવાસ લુઇસ તરીકે થઈ છે, જે કર્ણાટકનો રહેવાસી છે અને પોતાની માતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. તેની ધરપકડથી દિલ્હી પોલીસને મોટી રાહત મળી છે. આ વ્યક્તિ શું કરતો હતો?શ્રીનિવાસે છેલ્લા કેટલાક મહિનામાં 1100 કરતાં વધુ ખોટા બોમ્બ કોલ્સ કર્યા અને ઈમેલ મોકલ્યા. તેણે દિલ્હી હાઈકોર્ટ, સ્કૂલ, હોસ્પિટલ સહિત અનેક મહત્વપૂર્ણ સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી. દરેક વખતે આ ધમકીઓ બાદ પોલીસ અને સુરક્ષા એજન્સીઓને વિશાળ સ્તરે તપાસ કરવી પડતી હતી, જેના કારણે લોકોમાં ભયનું વાતાવરણ સર્જાતું હતું અને પ્રશાસનનો કિંમતી સમય અને સંસાધનો બગડતા હતા. તે કેવી રીતે પકડાયો? દિલ્હી પોલીસે કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી. ટેક્નિકલ તપાસ અને મળેલા સુત્રોના આધારે પોલીસ કર્ણાટક સુધી પહોંચી અને ત્યાંથી શ્રીનિવાસને કસ્ટડીમાં લીધો. હવે તેને દિલ્હી લાવવામાં આવી રહ્યો છે. આગળ શું થશે? દિલ્હી પહોંચ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ પર લઈ પૂછપરછ થશે. પોલીસ જાણવા માંગે છે કે એટલી મોટી સંખ્યામાં ખોટી ધમકીઓ આપવા પાછળ તેનો હેતુ શું હતો. સાથે જ આ પણ તપાસાશે કે શું તેણે દિલ્હીના સિવાય અન્ય શહેરોને પણ આવી ધમકીઓ આપી હતી.આ પણ વાંચો: Weather Update: ભરઉનાળે ચોમાસુ, હવામાન વિભાગે ફરી કર્યા એલર્ટ, જાણીલો કેવુ રહેશે તાપમાન?

Read Full Story arrow_forward