android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand News : આજે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે, 6 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરાશે
calendar_today March 30, 2026

Anand News : આજે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે, 6 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરાશે

ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.આ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ આજે 30 મી માર્ચને સોમવારે વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ થશે, જેના પગલે ચૂંટણીને લઈ ચહલપહલ પણ વધશે.આ પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તા.6 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.એટલે હવે રાજકીય પાર્ટીઓમાં પણ ચૂંટણીમાં ઝંપલાવવા માટે અંતિમ તબક્કાની બેઠકોનો દોર શરૂ થશે અને આગામી તા.23મી એપ્રિલને રોજ યોજાનાર મતદાન પોતાના પક્ષમાં કેવી રીતે કરવું તે અંગે રણનીતિ પણ ઘડાશે. 6 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરાશે આજે ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. 6 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરાશે. 7 એપ્રિલે ફોર્મની ચકાસણી કરાશે. 9 એપ્રિલે ફોર્મ પરત લેવાનો અંતિમ દિવસ છે. 23 એપ્રિલે મતદાન યોજાશે. જ્યારે ચોથી મેના રોજ મતગણતરી હાથ ધરાશે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમરેઠ અને આણંદ મળીને કુલ બે તાલુકાની કુલ 49ગ્રામ પંચાયત અને ત્રણ નગરપાલિકાનો સમાવેશ થાય છે.મતદાન સુધારણા કાર્યક્રમ બાદ આ પહેલી ચૂંટણી યોજાવા જઈ રહી છે. 19 નોડલ અધિકારીઓ પણ નિમાયા હાલ તો ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.જે પૈકી ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી જે.એસ,પટેલની નિમણૂક કરાઈ છે અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ઉમરેઠના મામલતદાર એન.પી.પારેખ અને આણંદ ગ્રામ્ય મામલતદાર વી.કે.ગોહિલની મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત 19 નોડલ અધિકારીઓ પણ નિમાયા છે. આ પણ વાંચોઃ Gujarat Weather News: આજે આ વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે, એપ્રિલની શરૂઆતમાં પણ માવઠાની આગાહી

Read Full Story arrow_forward
Weather Update: ભરઉનાળે ચોમાસુ, હવામાન વિભાગે ફરી કર્યા એલર્ટ, જાણીલો કેવુ રહેશે તાપમાન?
calendar_today March 30, 2026

Weather Update: ભરઉનાળે ચોમાસુ, હવામાન વિભાગે ફરી કર્યા એલર્ટ, જાણીલો કેવુ રહેશે તાપમાન?

એક તરફ દિવસે તેજ ધુપ અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, તો બીજી તરફ અચાનક વાદળોની હાજરી અને હળવા વરસાદે હવામાનને બદલી નાખ્યુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ફરી એકવાર રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારો માટે યેલો એલર્ટ જાહેર કર્યો છે, જેમાં તેજ પવન અને હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાને કારણે દિલ્હી-NCRમાં આવતા કેટલાક દિવસો સુધી હવામાન અસ્થિર રહી શકે છે. હવામાન નિષ્ણાતોના અનુસાર, પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાને કારણે દિલ્હી-NCRમાં આવતા કેટલાક દિવસો સુધી હવામાન અસ્થિર રહી શકે છે. આ દરમિયાન ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. દિવસના મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં થોડો ઘટાડો રહી શકે છે, જ્યારે રાતો થોડીઘણી ઠંડી રહેવાની શક્યતા છે.દિલ્હીના બદલાતા હવામાનનો અસર દૈનિક જીવન અને ટ્રાફિક પર પણ જોવા મળી  માર્ચ મહિનામાં સામાન્ય રીતે તાપમાન વધવા લાગે છે, પરંતુ આ વખતે વારંવાર વરસાદ અને વાદળોની હાજરીએ ગરમીની અસર ઘટાડી છે. મહત્તમ તાપમાન લગભગ 28 થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 15 થી 18 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે.હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે તેઓ નિયમિત હવામાન અપડેટ પર નજર રાખે દિલ્હીના બદલાતા હવામાનનો અસર દૈનિક જીવન અને ટ્રાફિક પર પણ જોવા મળી શકે છે. સવારે અને સાંજે હળવી ઠંડી પવનથી લોકોને રાહત મળશે, પરંતુ અચાનક વરસાદના કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ પણ ઉભી થઈ શકે છે. હવામાન વિભાગે લોકોને સલાહ આપી છે કે તેઓ નિયમિત હવામાન અપડેટ પર નજર રાખે અને જરૂર વગર ખુલ્લા સ્થળોએ ન જાય, ખાસ કરીને જ્યારે તેજ પવન અથવા ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો હોય. માર્ચ મહિનો દિલ્હીના લોકો માટે “મિક્સ વેધર”નો અનુભવ લઈને આવ્યો છે, જેમાં ગરમી અને વરસાદ બંનેનો અસર એક સાથે જોવા મળી રહી છે.

Read Full Story arrow_forward
Gandhinagar: કૈલાશધામ વૃદ્ધાશ્રામમાં ભાવુક દૃશ્યો સર્જાયા, વિદાયવેળા આંખો ભીની થઈ
calendar_today March 30, 2026

Gandhinagar: કૈલાશધામ વૃદ્ધાશ્રામમાં ભાવુક દૃશ્યો સર્જાયા, વિદાયવેળા આંખો ભીની થઈ

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વના પૂર્વ તાલીમાર્થી દ્વારા કૈલાશધામ વૃધ્ધાશ્રામ ખાતે વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વૃધ્ધાશ્રામમાં રહેતા વડીલો સાથે આ યુવા ગૃપે સમય વીતાવ્યો હતો. વડીલો સાથેની વાર્તાલાપ થકી તેમની લાગણીઓને સમજવાનો પ્રયાસ કર્યો હતો.પૂર્વ તાલીમાર્થીઓમાં 12 યુવતી અને 9 યુવક આ વડીલ વંદના કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમનો મુળ ઉદ્દેશ્ય વૃધ્ધોને એકલતાથી મુક્ત કરી સમાજમાં તેમનું મહત્વ સમજાવવા અને વસુધૈવ કુટુંબકમની ભાવના વિકસાવવા યોજાય છે. અહીં પણ આ યુવા ગ્રૂપે કૈલાશધામ વૃધ્ધાશ્રામમાં રહેતા અંતેવાસીઓની સાથે વિવિધ આનંદદાયક રમતો અને મનોરંજન પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. વડીલોના જીવનના અનુભવો જાણવાનો પ્રયાસ કર્યો હતો. વડીલો પાસેથી સકારાત્મક ઉર્જા અને આશીર્વાદ મેળવ્યા હતા. વિદ્યાર્થીઓએ આશરે 70થી વધુ વયસ્ક વડીલોની વંદના કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. વિદ્યાર્થીઓએ વડીલો સાથે એક હકારાત્મક સમય પસાર કર્યો હતો. કાર્યક્રમના અંતે બંને પક્ષે ભાવુક વાતાવરણ સર્જાયું હતું, અનેકની આંખો ભીની થઈ ગઈ હતી. ફરી મળીશું એવા ભાવ સાથે વિદાય લીધી હતી. ભાગદોડ ભરી દુનિયામાં ક્યાંક કશુંક છુટી રહ્યું છે. ખાસ કરીને વડીલો હાંસિયામાં ધકેલાવા લાગ્યા છે. વડીલો પ્રત્યેની સંવેદના ખૂટવા લાગી છે. ધીરજ જતી રહી છે. જીવનના આખરી પડાવમાં હૂંફ અને લાગણી મળવાના બદલે વડીલો એકલતા સામે ઝઝૂમવા જાણેકે મજબૂર બન્યા છે. ત્યારે આ પ્રકારે વડીલ વંદના કાર્યક્રમ વડીલોની કેટલીક પળોને આનંદદાયક બનાવી દે છે. સંસ્થાના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ પ્રકારનો કાર્યક્રમ નિરંતર ચાલે છે. જેમાં યુવાનો પોતાની રજાના દિવસોમાં કેટલોક સમય કાઢી સ્વૈચ્છિક રીતે સેવા કાર્યમાં જોડાય છે. આ પ્રકારના વડીલ વંદના કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં માતા-પિતા અને વડીલો પ્રત્યે સન્માન, સંવેદના અને જવાબદારીનો ભાવ વિકસે છે. જેના દ્વારા સમાજમાં સારા નાગરિકોનું નિર્માણ થતું હોય છે. વિદ્યાર્થીઓએ પણ વડીલો સાથે વાતચીત કરીને તેમના જીવનની વાતો સાંભળી હતી. કૈલાશધામ વૃધ્ધાશ્રામમાં એક અલગ જ માહોલ સર્જાયો હતો. વૃધ્ધાશ્રામમાં પોતાનો આખરી પડાવ પસાર કરતાં વડીલોને જાણે કે પોતાના જ પૌત્ર-પૌત્રી મળવા આવ્યા હોય તેવો આનંદ પ્રાપ્ત થયો હતો. વિદ્યાર્થીઓ સાથે આનંદમય સમય પસાર કરતાં મુરઝાઈ ગયેલા ચહેરા હસી ઉઠયા હતા. ભાવુક દૃશ્યો સર્જાયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward