android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: હિલવુડ સ્કૂલના સંચાલકો સામે બે વિદ્યાર્થીને માનસિક ટોર્ચર કરવાનો સનસનીખેજ આક્ષેપ
calendar_today March 30, 2026

Gandhinagar: હિલવુડ સ્કૂલના સંચાલકો સામે બે વિદ્યાર્થીને માનસિક ટોર્ચર કરવાનો સનસનીખેજ આક્ષેપ

ગાંધીનગર સેક્ટર-25 સ્થિત હિલવુડ સ્કુલમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને ધોરણ-2માં અભ્યાસ કરતી તેની નાની બહેનને માનસિક ટાર્ચર કરવામાં આવતા હોવાના સનસનીખેજ આક્ષેપ સાથે વાલીએ આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી અને સેક્ટર-21 પોલીસ મથકમાં અરજી આપી છે. બાળકોના વાલીનો આક્ષેપ છેકે, તેમના બાળક પ્રતિભાશાળી છે, 68 એવોર્ડ મેળવ્યા છે. સ્કુલની મંજુરી વગર સ્પર્ધામાં ભાગ લીધા બાદ તેમની સાથે ઉપરોક્ત વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. આ માટે તેઓએ સ્કુલના ડ્રોઇંગ ટિચર અને પ્રિન્સીપાલ સામે આંગળી ચિંધી છે.હિલવુડ શાળામાં અભ્યાસ કરતા બે બાળકોના વાલી હિના ચતુર્ભુજે પોલીસ મથકમાં પોતાના બંને નાબાલિક બાળકો વિરૂધ્ધ માનસિક હેરાનગતિ, શૈક્ષણિક ગેરરિતી, શૈક્ષણિક રેકોર્ડમાં સંભવિત ફેરફાર અને સંસ્થાગત પિડા અંગે પગલા લેવા માટે અરજી આપી છે. તેઓએ અરજીમાં સ્કુલના આર્ટ એન્ડ ડ્રોઇંગ ટિચર, પ્રિન્સિપાલ, પરીક્ષા વિભાગના જવાબદાર તથા શાળાના વહિવટતંત્ર સામે આંગળી ચિંધી છે. જેમાં જણાવ્યુ છેકે, માતાપિતાની ફરિયાદ બાદ તેમના બાળકો સામે પ્રતિશોધાત્મક વર્તન કરવામાં આવ્યુ છે. તેમના માનસિક હેરાનગરી કરાઇ છે. પસંદગીયુક્ત અને ભેદભાવપુર્ણ મુલ્યાંકન કરાયુ છે, શૈક્ષણિક રેકોર્ડ પુરા પાડવામાં નિષ્ફળ રહ્યા છે. આ ઉપરાંત શૈક્ષણિક અવરોધ અને પ્રતિભાનું દમન કરવામાં આવ્યુ છે. તેમનો આઠ વર્ષનો બાળક પ્રતિભાશાળી છે. અત્યાર સુધીમાં 68 જેટલા મેડલ જિત્યો છે. નાયબ રાષ્ટ્રપતિ ઉપરાંત, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, નાયબ મુખ્યમંત્રી દ્વારા સન્માન મેળવ્યુ છે. પરંતુ સ્કુલની મંજુરી વગર સ્પર્ધામાં ભાગ લીધા બાદ તેની સામે ઉપરોક્ત વ્યવહાર શરૂ કરાયો છે. બાળકની સાથે આજ સ્કુલમાં ધો-2માં ભણતી નાની બહેનને પણ માનસિક પીડા મળે તેવો વ્યવહાર કરાયો છે, અગાઉ આપેલા સ્ટાર નિશાનીઓ કાઢી નાખવામાં આવી છે, તૈયાર કરેલા ચિત્રો પર મોટા લાલ પ્રશ્નચિન્હો મુકવામાં આવ્યા છે. જાહેરમાં બાળકની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. વારંવાર બાળકને ટાર્ગેટ કરી ભય આધારીત વાતાવરણ ઉભુ કરાયુ છે. જેના કારણે બાળકમાં શાળામાં જવાનો ડર, શિક્ષિકા સામે ચિંતા, આત્મવિશ્વાસમાં ઘટાડો અને માનસિક પિડા જોવા મળી છે.સ્કુલ સામ આ ફરિયાદ તેઓએ જિલ્લા શિક્ષણાધિકારીને પણ કરી છે. પરંતુ ત્યાંથી કોઇ યોગ્ય પ્રતિસાદ મળ્યો નહતો. જેથી તેઓએ પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: શહેરના તમામ વોર્ડમાં 'મન કી બાત, ટિફિન કે સાથ' કાર્યક્રમ યોજાઈ ગયો
calendar_today March 30, 2026

Gandhinagar: શહેરના તમામ વોર્ડમાં 'મન કી બાત, ટિફિન કે સાથ' કાર્યક્રમ યોજાઈ ગયો

ગાંધીનગર શહેરના તમામ 11 વોર્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 132માં એપિસોડ અંતર્ગત મનકી બાત, ટિફીન કે સાથ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મહાનગર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષ દવેએ વોર્ડ નંબર-6 ના ગોકુળપુરા ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મનકી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો અને કાર્યકર્તાઓ સાથે ટિફિન ભોજન કરી સંવાદ કર્યો હતો. જ્યાં વિધાનસભાના મુખ્ય દંડક બાલુભાઇ શુકલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ધારાસભ્ય રીટાબેન પટેલે વોર્ડ-2 પેથાપુર ખાતે અન મેયર મીરાબેન પટેલે વોર્ડ-10ના રાયસણ ખાતે આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા. સંગઠનની કાર્યયોજના અનુસાર તમામ વોર્ડમાં એક વક્તાએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યુ હતું. પ્રત્યેક વોર્ડમાં બુથ સ્તર સુધીના કાર્યકર્તાઓ કાર્યક્રમમાં જોડાયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : આજે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવશે
calendar_today March 30, 2026

Gujarat Latest News Live : આજે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward