android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: સુરેન્દ્રનગરની મહિલાએ ડાકોર પિયરમાં રહેતાં ભાઈને પોતાની કિડની આપીને નવજીવન બક્ષ્યુ
calendar_today March 30, 2026

Surendranagar: સુરેન્દ્રનગરની મહિલાએ ડાકોર પિયરમાં રહેતાં ભાઈને પોતાની કિડની આપીને નવજીવન બક્ષ્યુ

સુરેન્દ્રનગરની હરીપ્રકાશ સોસાયટીમાં રહેતી મહિલાનું પિયર ડાકોર છે. ડાકોર રહેતા 48 વર્ષીય ભાઈની બન્ને કિડની ફેઈલ થઈ જતા સુરેન્દ્રનગર શહેરમાં રહેતી 46 વર્ષીય બહેને કિડની આપી ભાઈને નવજીવન બક્ષ્યુ છે.હાલના સમયમાં કીડનીને લગતા રોગો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોઈપણ જાતનું વ્યસન ન ધરાવતા લોકોને પણ કિડની ફેઈલ થવાના જવાના બનાવો સામે આવે છે. ત્યારે સુરેન્દ્રનગરમાં રહેતી મહિલાએ ડાકોર રહેતા ભાઈને કિડની આપી ભાઈ-બહેનના પવિત્ર સબંધને ઉજળો કર્યો છે. મળતી માહીતી મુજબ ડાકોર રહેતા પરિવારની દિકરી દીપીકાબેનના લગ્ન વર્ષ 2005માં સુરેન્દ્રનગરની હરીપ્રકાશ સોસાયટીમાં રહેતા સંદીપભાઈ પાણકુટા સાથે થયા હતા. સંદીપભાઈ દુધના વ્યવસાયમાં બીએમસી કેન્દ્ર ચલાવે છે અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. દીપીકાબેનના ભાઈ ડાકોર રહેતા પ્રીતેશભાઈ તેજાભાઈ દેસાઈને 12-15 વર્ષથી કિડનીની બીમારી છે. જેમાં દર માસે તેઓને 25 હજારથી વધુનો ખર્ચ થતો હતો. જયારે છેલ્લા થોડા દિવસોથી તેઓની બન્ને કિડની ફેઈલ થઈ ગઈ હતી. તબીબોએ આ વાત જણાવી લોહીના સબંધ વાળા વ્યકિતની કીડની લેવાથી સમસ્યા ન રહેતી હોવાનું કહ્યુ હતુ. આથી દીપીકાબેને તુરંત પોતાની કીડની આપવા તૈયારી દર્શાવી હતી. જેમાં દીપીકાબેનના પતિ સહિત સાસરીપક્ષે પણ સહમતી આપી હતી. બીજી તરફ દીપીકાબેને યુ-ટયુબ પર કીડની ટ્રાન્સપ્લાન્ટની વિગતો પણ જાણી હતી. પરોપકારની ભાવના ધરાવતા દીપીકાબેને ભાઈને કીડની આપવાની તૈયારી દર્શાવતા ગત તા. 5મી માર્ચના રોજ નડીયાદની મહાગુજરાત હોસ્પીટલમાં કીડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન થયુ હતુ. આ વાત સોસાયટીમાં ધ્યાને આવતા પડોશીઓ શીતલબેન સંદીપભાઈ મકવાણા, સંગીતાબેન કાંજીયા સહિતનાઓએ દીપીકાબેનનું સન્માન કર્યુ હતુ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Thangadh: થાનમાં મુખ્ય બજારની સ્ટ્રીટ લાઈટ ગુલ રહેતા હાલાકી
calendar_today March 30, 2026

Thangadh: થાનમાં મુખ્ય બજારની સ્ટ્રીટ લાઈટ ગુલ રહેતા હાલાકી

થાનગઢ : થાનગઢ અંદાજે 45 હજાર જેટલી વસ્તીનો વસવાટ ધરાવે છે. ત્યારે સ્થાનિક પાલિકા સહિતના તંત્રની બેદરકારીના કારણે 10 દિવસ પૂર્વે હવામાન પલટા દરમિયાન વાવાઝોડુ ફૂંકાયુ ત્યારથી નગરના મુખ્ય બજારની સ્ટ્રીટલાઈટ બંધ હાલતમાં છે. તેમ છતાં આજદિન સુધી તેનું સમારકામ ન કરાતા નગરજનોને હાલ રાત્રિના સુમારે અંધારા ઉલેચીને મુખ્ય બજાર વિસ્તારમાંથી અવરજવર કરવી પડી રહી છે. એથી રોષની લાગણી વ્યાપી છે. થાનમાં છેલ્લાં 10 દિવસથી મુખ્ય બજારમાં જ નહીં સ્ટેશન રોડ સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં પણ સ્ટ્રીટ લાઈટ ગુલ થતા અંધારપટ જોવા મળી રહ્યો છે. આથી રાત્રિના સમયે મુખ્ય બજાર અને સ્ટેશન રોડ પર કોઈ ચોરી કે અનિચ્છનિય બનાવ બનશે તો જવાબદાર કોણ તે ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે વેપારીઓ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે લાઈટ રીપેર કરવા કે નવી નાખવાની માંગ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Mandal: માંડલ ભાજપ દ્વારા ટિફ્નિ બેઠક યોજાઈ
calendar_today March 30, 2026

Mandal: માંડલ ભાજપ દ્વારા ટિફ્નિ બેઠક યોજાઈ

માંડલ : અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં માંડલ તાલુકા ભાજપની ટીમ દ્વારા મન કી બાત, ટિફ્નિ બેઠક કે સાથ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના પ્રભારી તરીકે ઉપસ્થિત કશ્યપભાઈ શુક્લાએ કાર્યકરોને કેન્દ્રની સરકારમાં વડાપ્રધાનની અનેક સિદ્ધિઓનો પરિચય કરાવ્યો હતો. તેમજ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ બુથ મજબૂત કરવા, લોક સંપર્ક અભિયાન શરૂ કરવા, પાર્ટીના મજબૂત પ્રચારમાં જોડાઈ જવા સહિતની તૈયારીઓમાં લાગી જવાનું જણાવ્યું હતું. બેઠકમાં તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ નીતિન પટેલ, મહામંત્રી દેવાજી ઠાકોર, યુવા મોરચાના જિલ્લા ઉપપ્રમુખ નરેશભાઈ ભરવાડ, માંડલ યુવા મોરચા પ્રમુખ મયુર પટેલ, બક્ષીપંચ મોરચા પ્રમુખ રોહિત જાદવ સહિત તમામ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward